Get The App

એક મહિના સુધી ગરમ પાણી પીવાના ફાયદા

Updated: Aug 21st, 2023

GS TEAM


Google News
Google News
એક મહિના સુધી ગરમ પાણી પીવાના ફાયદા 1 - image


સ્વસ્થ રહેવા માટે લોકો વિવિધ ઉપાયો કરતા હોય છે.તેવામાં આ એક તરીકો પણ અજમાવા જેવો છે. 

સામાન્ય રીતે દિવસ દરમિયાન ૮-૧૦ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.સામાન્ય પાણી કરતાં હુંફાળુ પાણીનું સેવન વધુ ફાયદાકારક માનવામાં આવે છે. 

- ગરમ પાણીનું સેવન વધેલા વજનને અંકુશમાં લાવે છે. 

-ગરમ પાણી પીવાથી શરીર પર જામેલા ચરબીના થર ઓછા થાય છે. 

-શરીરમાં જમા થેયલા ઝેર (ટોક્સિન)થી શરીરમાંથી બહાર કાઢીને શરીરને સ્વચ્છ કરે છે. 

-કોઇ પણ ઋતુમાં ગળામાં દુ:ખાવો રહેતો હોય તો ગરમ પાણીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે. 

-નયણા કોઠે સવારના પહોરમાં હુંફાળુ ંપાણી પીવાથી પેટ સરળતાથી દૂર થાય છે. કબજિયાતના દરદીને આ પાણીનું   સેવન રાહત આપે છે. 

-હુંફાળુ ંપાણી પીવાથી વાળ વધવામાં મદદ મળે છે અને વાળ ખરવાનું ઓછુ ંપણ થઇ જાય છે. 

-ગરમ પાણી પીવાથી પેટમાં ગેસ ભરાઇને પેટ ફુલવાની તકલીફથી છુટકારો મળે છે. 

-ગરમ પાણી ચહેરા પરની ત્વચાને ચમકીલી કરે છે. તેનું નિયમિત સેવન ચહેરા પર ગ્લો લાવવાની સાથે સુંદરતા પણ વધારે છે. 

-શરદી-ઉધરસની તકલીફ હોય તો ગરમ પાણીનું સેવન ગળા તથા માથાના દુ:ખાવામાં રાહત આપે છે. 

-ગરમ પાણીનું સેવન દરેક ઋતુમાં ફાયદો આપે છે તેમજ ઘણી બીમારીઓને દૂર કરવામાં સહાયક છે. 

ઑફિસમાં  માથાના દુખાવાથી રાહત પામવા

સતત કોમ્પ્યુટર પર કામ કરવાથી ઘણી વખત માથાનો દુખાવો થતો હોય છે તેનાથી રાહત પામવા દર્દનાશક ગોળીનો ઉપયોગ કરતાં પહેલા : 

કામની વચમાં બ્રેક લેવો. સતત કમ્પ્યુટર પર જોવાનું થોડી વાર માટેટાળવું. 

આદુની ગરમ-ગરમ ચા પીવાથી માથાના દુખાવાથી રાહત મળે છે. 

ગરમ પાણીમાં લીબું નિચોવી પીવાથી માથાનો  દુ:ખાવો દૂર થાય છે. 

સવારે  ઘરથી  બહાર નીકળતા પહેલા સફરજન પર મીઠું ભભરાવીને ખાવું. 

કામ કરતી વખતે ખુરશી પર બરાબર ટટ્ટાર બેસવું. 

કામનો બોજ બિલકુલ લેવો નહીં, તેનાથી તાણ વધશે અને માથાનો દુ:ખાવો થશે. 

- મીનાક્ષી તિવારી

Tags :