તૈલી ત્વચા માટેના ફાયદાકારક પેક
દરેક માનુનીને ત્વચાની કોઇને કોઇ સમસ્યા નડતી હ ોય છે. અહીં તૈલીય ત્વચાને ફાયદાકારક પેક જણાવામાં આવ્યા છે. જે તૈલીય ત્વચાને સ્વચ્છ કરીને બેદાગ ્ને ખૂબસૂરત બનાવામાં મદદ કરશે.
ચણાનો લોટ અને દહીંનો ફેસપેક
બે ચમચા ચણાનો લોટ, એક ચમચો દહીં લઇ સ્મૂધ પેસ્ટ બનાવવી. ા પેસ્ટને ચહેરા અન ેગરદન પર લગાડી ૧૫-૨૦ મિનીટ પછી સુકાઇ જાય એટલે ધોઇઇ નાખવું.
ચણાનો લોટ અને હળદરનો પેક
૨ ચમચા ચણાનો લોટમાં ચપટી હળદર અને લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પાસે લગાડી ૧૫-૨૦ મિનીટ પછી ધોઇ નાખવું.
ચણાનો લોટ અને ગુલાબજળ
૨ ચમચા ચણાનો લોટમાં ૨ ચમચા ગુલાબજળ અને એક ચમચો મધ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. ૧૫-૨૦ મિનીટમાં સુકાઇ જાય એટલે ધોઇ નાખવું અને ચહેરા પર ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર લગાડવું.
ચણાનો લોટ અને મુલતાની માટીનો પેક
૨ ચમચા ચણાના લોટમાં એક ચમચો મુલતાની ાટી અને એક ચમચો લીંબુનો રસ અને એક ચમચો મધ ભેળવી પેસ્ટ બનાવી. ચહેરા અને ગરદન પર લગાડી ૧૦ મિનીટ પછી સુકાઇ જાય એટલે ધોઇ નાખવું.
હાથની ત્વચાને મુલાયમ, રેશમ જેવી કોમળ બનાવાના પેક
મુલાયમ હાથ સહુ કોઇને પસંદ હોય છે. ખાસ કરીને રૂક્ષ-હાથ-પગ ધરાવનાર માટે આ પેક રામબાણ ઇલાજ સમું કામ કરશે.
અડધો બાઉલ કોપરેલ, ૨ ચમચા ગ્લિસરીન અને એક ચમચો લીંબુનો રસ ભેળવવો. રાતના સૂતા પહેલા હાથ-પગની ત્વચા પર લગાડવું. નિયમિત લગાડવાથી અઠવાડિયામાં જ ત્વચા પરથી બરછટ દૂર થઇને ત્વચા કોમળ બનશે તેમજ પગની એડી પરની કાળાશ પર દૂર થશે.
ચણાનો લોટ અને કાચું દૂધ
૨ ચમચા ચણાનો લોટ, એક ચમચો મધ અને અડધો ચમચો મુલતાની માટીનો પેક બનાવા માટે જોઇતા પ્રમાણમાં કાચું દૂધ લઇ પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી સુકાઇ જાયપછી ધોઇ નાખવું.
ત્વચાને ફાયદાકારક મસૂરની દાળનો પેક
ચહેરા પર પિગ્મેન્ટેશન અને ડાર્ક સ્પોટને દૂર કરવા માટે મસૂરની દાળનો પેક ફાયદાકારક નીવડે છે.મસૂરની દાળને ચહેરા પર લગાડવાથી તે ડિપ ક્લીનિંગનું કામ કરે છે.
૨ ચમચા મસૂરની દાળનો લોટ, એક ચમચો દહીં, એક ચમચો ચોખાનો લોટ અને એક ચમચો મધ અને એક ચમચો એલોવેરા જેલ ભેળવીને પ્સેટ બનાવવી.
આ પેસ્ટથી ચહેરા પર લગાડવી અને બે મિનીટ સુધી મસાજ કરવો અને સુકાઇ જાય એટલે ધોઇ નાખવું.
ચોખાનો લોટ અને કોફીનો સ્ક્રબ
ચોખાના લોટમાં કોફી અને દહીં ભેળવીને સ્ક્ર બનાવવું અને ચહેરા પર લગાડવું. સુકાિ જાય પછી ધોઇ નાખું. આ સ્ક્રબમાં એન્ટી એજિંગ ગુણ હોય છે જેથી ચહેરા પરની કરચલીને ઓછી કરે છે. તેમજ ત્વચાને ચમકીલી કરે છે. અઠવાડિયામાં ૩ વખત કરવાથી ફાયદો જોવા મળે છે.
મસૂરની દાળની પેસ્ટ ડાર્ક સ્પોટને પણ દૂર કરવામાં મદદ કરે છે.
૨ ચમચો મસૂરની દાળનો લોટ, એક ચમચો દહીં અને એક ચપટી હળદર લઇ પેસ્ટ બનાવવી, જરૂર પડે તો પાણી ઉમેરવું. આ પેસ્ટને ચહેરા પર લગાડવી અને સુકાઇ જાય એટલે ધોઇ નાખવું.
એક ચમચો મસૂરની દાળનો લોટ સઇ તેમાં દહીં, હળદર, લીંબુન ોરસ અને જરૂરિયાત અનુસાર પાણી ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા પર લગાડવી અને સુકાઇ જાયએટલે ચહેરો ધોઇ નાખવો. ત્વચા પર કુદરતી ચમક આવશે.
ચોખાના લોટથી નિખારો ત્વચા
ડેડસ્કિન દૂર કરવા માટે તેમજ ત્વચાની સફાઇ કરીન ેચમકતી કરવા માટે ચોખાના લોટનો સ્ક્રબ ફાયદાકારક પૂરવાર થાય છે.
ચોખાનો લોટ ત્વચા માટે કોઇ કોસ્મેટિકથીઓછો નથી. તે ડેડ સ્કિનને દૂર કરીને ત્વચાને કોમળ બનાવામાં મદદ કરે છે. તેમાં વિટામિન અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં સમાયેલા હોય છે જે ત્વચાને પોષણ આપે છે. ચોખાના લોટમાં એટી-ઇન્પેમેટરી ગુણ સમાયેલા હોય છે જે ત્વચા પરનો સોજો અને ત્વચા પરન ીલાલશને ઓછી કરવામાં મદદ કરે છે. ચોખાનો લોટમાં એમિનો એસિડ સમાયેલું હોય છે જે ત્વચાને સખત કરે છે , ચહેરા પરની ગંદકી દૂર કરે છે, તેમજ ચહેરા પરના બ્લેકહેડ્સઅને વ્હાઇટ હેડ્સ દૂર કરે છે.
૨ ચમચા ચોખાનો લોટ, ેક ચમચો દહીં,એક ચમચો મધ, લીંબુના રસના થોડાટીંપા અને ખાસ કરીને રૂક્ષ ત્વચા ધરાવતા લોકોએ એક ચમચો કોપરેલ પણ ભેળવવું. આ બધી સામગ્રી ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી હળવા હાથે ૩-૪ મિનીટ સુધી સ્ક્રબ કરી ૧૫-૨૦ મિનીટ પછી સુકાઇ જાય એટલે ધોઇ નાખવું.
- જયવિકા આશર