Get The App

ગુણકારી ભીંડા .

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
ગુણકારી ભીંડા                                           . 1 - image

મોટા ભાગના લોકોને ભીંડા પસંદ હોય છે. ભીંડાનું શાક સાદુ, મસાલાવાળુ તેમજ કેપ્સીકમ, ટામેટા અને કાદા નાખીને પણ બનાવવામાં આવે છે. તેમજ દહીંવાળુ ભીંડાનું શાક પણ લોકો હોંશેહોંશે ખાય છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ભીંડાનું સેવન સ્વાથ્ય માટે ગુણકારી પુરવાર થયું છે.

ભીંડામાં ફાઇબર, વિટામિન એ, સી, કે, ફોલેટ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો સમાયેલા હોય છે. જે પાચનક્રિયાને સુધારવાની સાથેસાથે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. હૃદયને સ્વસ્થ કરે છે તેમજ હાડકાને મજબૂત કરે છે. તેમાં સમાયેલા એન્ટીઓક્સિડન્ટ ગુણ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. જ્યારે તેમાં સમયોલું ફાઇબર વજન ઘટાડવામાં અને કોલોસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં સહાયક બને છે. 

પોષક તત્વોથી ભરપુર

ભીંડામાં સમાયેલા વિટામિન એ, સી, કે, ફાઇબર, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા જરૂરીતત્વો સ્વાસ્થ્ય માટે લાભદાયી નીવડે છે. 

આંખની રોશની વધારે

ભીંડામાં વધુ પ્રમાણમાં વિટામિન એ સમાયેલું હોય છે, જે આંખની રોશની માટે જરૂરી છે. જેથી નિયમિત રીતે ભીંડાનું ેવન કરવાથી મૈક્યૂલર ડિજનરેશન રોકીને આંખની રોશની જાળવી રાખવામાં મદદ કરે છે. 

પાચનક્રિયાને સુધારે

ભીંડામા સમાયેલું ફાઇબર પાચનક્રિયાને સુધારે છે તેમજ કબજિયાતથી રાહત આપે છે. પેટ સંબંધી સામાન્ય સમસ્યાઓને દૂર કરવામાં સહાયક બને છે. 

બ્લડ સુગરને નિયંત્રિત કરે

ભીંડામાં સમાયેલ ફોલેટ અને ફાઇબર રક્તમાંની સુગરનના પ્રમાણને નિયંત્રિત કરે છે.જેથી ડાયાબિટીસના દરદીઓ માટે ભીંડા ફાયદાકારક છે.

હૃદય

ભીંડામાં શરીરમાંના કોલોસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરવાનો ગુણ સમાયેલો છે. તેથી તેનું સેવન હૃદયને સ્વસ્થ રાખામાં  સહાયક છે. 

હાડકાને મજબૂત

ભીંડામાં સમાયેલા કેલ્શિયમ,મૈગ્નેશિયમ અને વિટામિન કે હાડકાને મજબૂત કરવામાં મહત્વપૂપ્ણ ભાગ ભજવે છે. 

રોગ પ્રતિરોધક ક્ષમતા

ભીંડામાંના વિટામિન સી  અને અન્ય એન્ટી ઓક્સીડન્ટસ શરીરના રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને ફ્રી રેડિકલ્સ સાથે લડવામાં મદદ કરે છ.ે 

વજન ઘટાડે

ભીંડામાં ફાઇબર અધિક પ્રમાણમાં સમાયેલુ ંહોવાથી તેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી વારંવાર ભૂખ લાગતી નથી.જે વજન ઘટાડવામાં નિમિત્ત થાય છે. 

ત્વચા અને વાળને ગુણકારી

ભીંડામાં એન્ટી ઓક્સીજન્ટસ ત્વચાને ચમકીલી બનાવવા અને વાળને મજબૂત કરવામાં મોટુ ંયોગદાન આપે છે. 

સોજામાં રાહત

ભીંડામાં સોજાથી રાહત આપવાના ગુણ સમાયેલા હોય છે. તેનું સેવન સંધિવાની બીમારીમાં પણ રાહત આપે છે. 

પ્રેગનન્સીમાં ગુણકારી

ભીડામાં સમાયેલ ફોલેટ ગર્ભમાંના શિશુના વિકાસ માટે આવશ્યક પોષક તત્વ છે. તેથી ગર્ભવતી મહિલાઓ ભીડાનું સેવન કરે તો ફાયદો થાય છે. 

કોલન કેન્સરથી બચાવ

તેમાં સમાયેલ  ઇનસોબ્યૂબલ ડાઇટરી ફાઇબર  આંતરડાને સારી રીતે સાફ કરે છેતેથી પાચનક્રિયા સુધરવાની સાથેસાથે કોલન કેન્સરથી પણ બચાવ થાય છે. 

- મીનાક્ષી તિવારી