Get The App

ગુણકારી શેતુર .

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
ગુણકારી શેતુર                                                    . 1 - image

શેતુરને અંગ્રેજીમાં મલબેરી  કહેવામાં આવે છે. તેમાં આર્યન, વિટામિન સી, ફાઇબર અને એન્ટી ઓક્સીડન્ટસ ભરપુર પ્રમાણમાં સમાયેલા હોય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે,  પાચનક્રિયા સુધારે, વજનને નિયંત્રણમાં રાખે, હાડકાને મજબૂક કરે અને આંખની રોશની વધારવામાં મદદ કરે છે. તેનું સેવન ખાસ કરીને  ઉનાળામાં શરીરને ઠંડક પ્રદાન કરે છે. 

આંખ

શેતુરમાં સમાયેલ વિટામિન સી આંખની રોશની તેજ કરવામાં મદદ કરે છે 

ઇમ્યુનિટી

શેતુરમાં સમાયેલ વિટામિન સી,જિંક, મેેંગનીઝ અને આર્યન શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. ઉપરાંત તેમાં સમયોલા મેંગનીઝ સેલ્સ ફ્રી રેડિકલ્સના સાઇડ ઇફેક્ટસથી પણ બચાવે છે.

પાચનક્રિયા

શેતરમાં ફાઇબર પ્રચુરમ ાત્રામાં સમાયેલું ંહોય છે. જેના સેવનથી કબજિયાતથી રાહત થાય છે અને પાચનક્રિયાને સુધારે છે. 

હાડકા મજબૂત કરે

વિટામિન કે, કેલ્શિયમ અને આર્યન શેતુરમાં  સમાયેલા હોવાથી તેના સેવનથી બોન ડેનિસ્ટિ વધકી બોવાથી હાડકા મજબૂત થાય છે  અને ઓસ્ટિયોપોરોસિસના  જોખમને ઓછું કરે છે. 

વજન નિયંત્રણ

ફાઇબર પ્રચુર માત્રામા સમયોલું હોવાથી તેના સેવનથી ભૂખને નિયંત્રિત કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. 

હૃદય

શરીરમાંના ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરીને રક્ત સંચારને સુધારતું હોવાથી હૃદયરોગનું જોખમ ઓછું રહે છે. 

બ્લડસુગર

ડાયાબિટસના દરદીઓ માટે આ ફળ ફાયદાકારક પુરવાર થયું છે. તેમાં સમાયેલ પ્લાઝમા શરીરમાંના ગ્લૂકોઝ લેવલને વધારીને ઇન્સ્યુલિન રેજિસ્ટેંસને ઓછું કરે છે. જેથી ટાઇપ ટુના ડાયાબિટીસના દરદીઓના બ્લડસુગરમાના લેવલને નિયંત્રણમાં રાખવામાં સહાયક છે. 

કેન્સર

શેતુરમાં ભરપુર પ્રમાણમાં એન્ચોસાયનિન સમાયેલું હોય છે. જે કેન્સરની કોશિકાઓને વધતી રોકે છે. તેમાં રેસ્વેરાટ્રોલ પણ ગોય છે. જેમાં કેન્સરને રોકનારા ગુણ સમયાયેલા હોય છે. શેતુરના સેવનથી કોલોન, ત્વચા , પ્રોટેસ્ટ  અને થાઇરોડ જેવા કેન્સરથી લડવામાં મદદ કરે છે. 

લીવર

શેતુર ખાવાથી લીવરને હાનિ પહોંચવાનું જોખમ ઓથું થાય છે. 

ત્વચા

શેતરુ ત્વચાને નિખારવાની સાથેસાથે ત્વચા પરના ડાઘ-ધાબાને ઓછું કરવામાં મદદ કરે છે.

મગજ

શેતુરના નિયમિત સેવનથી બ્રેન હેલ્થને પણ  બૂસ્ટ કરવામાં મદદ કરે છે. શેતુરનું સેવન અલ્ઝાઇમરના દરદીઓ માટે એક ઉત્તમ ફળ છે. 

રક્તસંચારમાં સુધાર

શેતુ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. જે રક્ત વાહિકાઓને ફેલાવીને તેના કાર્યમા ંસુધાર કરે છે. તેના સેવનથી હૃદયથી શરીરના અન્ય ભાગો સુધી રક્તનો સંચાર વ્યવસ્થિત થાય છે.  તેમાં આર્યને ભરપુર માત્રામાં સમયોલુ ંહોાથી તલાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનને વધારવામાં સહાય કરે છે. 

શરદી-ઉધરસ

શરદી-ઉધરસની તકલીફમાં શેતુરનું સેવન  ફાયદાકારક છે. ખાસ કરીને સફેદ રંગના શેતરુમાં બેકટેરિયાને નષ્ટ કરવાની ક્ષમતા હોય છે.

- મીનાક્ષી તિવારી