ફાયદાકારક લેટસની ભાજી
લેટસ સલાડના પાન તરીકે પણ ઓળખાય છે. આ લીલીછમ ભાજી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વજન ઓછુ ંકરવાથી લઇને ઇમ્યૂનિટી સુધારવામાં તેનું મહત્વપૂર્ણ યોગદાન છે.
સલાડના પાનમાં નમી, ઉર્જા,વસા, જિંક, સોડિયમ, થાયમિન, રાઇબોફ્લિવન, નિયાસિન, પ્રોટીન, લિપિડ ફૈટ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર,વિટામિન બી-૬, કેલશિયમ, આર્યન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો સમાયેલા હોય છે.
સોજાને ઓછા કરે છે
શરીરમાં સોજા આવતા હોય તો સલાડના પાન ફાયદાકારક સાબિત થાય છે. નિયમિત સેવનથી સોજામાં રાહત થતી જોવા મળે છે. તેમાં વિટામિન સી અને સી પ્રચુર માત્રામાં હોવાથી શરીરમાંના સોજાને ઓછા કરવામાં સહાયક છે.
વજન ઘટાડવામાં અસરકારક
સલાડના પાનનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ છે. ડાયટ કરનારી વ્યક્તિઓના આહારમાં સલાડના પાનનો સમાવેશ હોય છે. તેમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે, તેમજ પોષક તત્વથી ભરપુર હોય છે. તેથી તેનું સેવન ફાયદાકારક સાબિત થઇ શકે છે.
મગજને શાંત કરે
મગજમાં ન્યૂરલ સેલ્સનો નાશ થવાથી મગજથી જોડાયેલી તકલીફો થવા લાગે છે. સલાડના પાનમાં એન્ટીઓક્સિડન્ટ હોવાથી તે મગજને શાંત કરવામાં મદદ કરે છે. આ પાનમાં સમાયેલા એટીઓક્સીડન્ટના ગુણ મગજને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. સલાડના પાનનું સેવન તાણ મુક્ત કરે છે.
કેન્સરથી બચાવ
સલાડના પાનું સેવન કેન્સર જેવી ઘાતક બીમારીથી બચાવ કરી શકાય છે. વૈજ્ઞાાનિક રિસર્ચથી જાણવા મળ્યું છે કે સલાડના પાનમાં સ્ટાર્ચની માત્રા ઘણી ઓછી હોય છે જેથી તેના સેવનથી ગળા અને મુખના કેન્સરના જોખમને ઓછું કરી શકાય છે.
હૃદય અને કોલેસ્ટ્રોલની પરેશાની દૂર કરે
હૃદય સંબંધિત તકલીફોને દૂર કરવામાં સલાડના પાન ફાયદાકારક છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખી શકાય છે. વાસ્તવમાં સલાડના પાનમા ંલિપિડ પેરોક્સિડેશન હોય છે, જે કોલેસ્ટ્લને કન્ટ્રોલ કરવામાં મદદગાર છે.
ડાયાબિટિસને નિયંત્રિત કરે
સલાડના પાનને નિયમિત ખાવાથી શુગર લેવલને કાબુમાં કરી શકાય છે. સલાડના પાનમાં લેક્ટુસૈન્થિન નામનું તત્વ હોય છે, જે એન્ટી-ડાયાબિટીક ગુણોથી ભરપુર હોય છે. આ પાનના સેવનથી શરીરમાં બ્લડ શુગરની માત્રાને નિયંત્રિત કરી શકાય છે.
એનિમિકની તકલીફ દૂર કરે
રક્તમાંના હેમોગ્લોબિનનું પ્રમાણ ઓછુ ંહોય તો સલાડના પાન ખાવાથી ફાયદો થાય છે. તેમાં ફોલેટ સમાયેલું હોય છે. જે શરીમાં આર્યનની માત્રાને વધારવામાં મદદ કરે છે.
અનિંદ્રાની તકલીફથી રાહત
સલાડના પાનમાં પેંટોબાબિર્ટ ગુણ સમાયેલા હોય છે. જે માનસિક તાણની દૂર કરે છે તેથી અનિંદ્રાની તકલીફ સતાવતી નથી.
હાડકાને મજબૂત કરે
સલાડના પાનમાં વિટામિન કે, એ અને સી ભરપુર માત્રામા ં સમાયેલા હોય છે. આ વિટામિન્સ હાડકાની સંરચનામાં મદદગાર સાબિત થાય છે. તેથી સલાડના પાનના સેવનથી હાડકા મજબૂત થાય છે.
રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે
રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી હોય તો શરીરમાં વિવિધ બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. તેવામાં સલાડના પાન સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
શરીરને હાઇડ્રેટ રાખવામાં સક્ષમ
ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે વધુ પાણી પીવાની જરૂર પડતી હોય છે. તેવામાં સલાડના પાનનું સેવન લંચ અથવા ડિનર સાથે કરવાની શરીરમાં પાણીની કમી પૂરી થાય છે અને શરીરમાં નમી બની રહે છે.
માંસપેશીઓ અને મેટાબોલિઝમને મજબૂત કરે છે
સલાડના પાનમાં પ્રચુર માત્રામાં પોટેશિયમ સમાયેલુ ંહોવાથી માસપેશીઓ અને મેટાબોલિઝમને મજબૂત કરે છે.
- જયવિકા આશર