ફાયદાકારક દેશી ઘી .
ઘીનો ઉપયોગ રોજિંદા જીવનમાં સામાન્ય છે. દેશી ઘી ઔષધીય ગુણોથી ભરપૂર હોવાથી તેનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવતો હોય છે. રોજ એક ચમચો ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે.
ઘીમાં વિટામીન એ, ડી, ઓમેગા, ૩ ફેટી એસિડ જેવા વિવિધ પોષક તત્ત્વો સમાયેલા હોય છે. જે ત્વચા, આંખ, ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારક છે.
- સોજામાં ફાયદાકારક
ઘીમાં સમાયેલ બ્યૂટાયરેટ નામનો પેટી એસિડમાં એન્ટી-ઈન્ફ્લેમેશ્ટરી ગુણ સમાયેલા હોય છે જે સોજો તથા બળતરાથી રાહત આપે છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે ઘી પોતાના એન્ટી-ઓક્સીડન્ટ અને એન્ટી માઈક્રોબિયલ ગુણના કારણે જખમ રુઝાવવામાં સહાયક છે.
- પાચનક્રિયા : મર્યાદિત પ્રમાણમાં ઘીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. આહાર સરળતાથી અન ેજલ્દી પાચન થઈ જાય છે. તેમાં સમાયેલા બ્યૂટારેટ ફેટી એસિડ આંતરડાની પરતને હેલ્ધી રાખવામાં સહાયક છે. સીમિત માત્રામાં ઘીનું સેવન કરવાથી અપચો અને ગેસની સમસ્યાથી આરામ મળે છે.
- ત્વચા : ત્વચામાં કુદતી તેજ લાવવા માટે બે ટે.સ્પૂન ચણાના લોટમાં એક ચમચો ઘી અને થોડું દૂધ ભેળવી પેસ્ટ બનાવવું. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડી ૨૦ મિનિટ પછી ધોઈ નાખવું. અઠવાડિયામાં બે વખત કરવું.
- આંખ : આંખ ઊંડી થતી લાગે તો ઘીનો ઉપયોગ ફાયદાકારક છે. અડધો ચમચો કોફી પાવડરમાં એક ચપટી હળદર અને અડધો ચમચો ઘી ભેળવી પેસ્ટ બનાવવી. આંખની આસપાસ લગાડી ૨૦ મિનીટ પછી ધોઈ નાખવું. નિયમિત કરવાથી ફાયદો થાય છે.
- રુક્ષ હોઠ : હોઠની ત્વચા રૂક્ષ થવી એ સામાન્ય સમસ્યા છે. રૂક્ષ હોઠ પર રાતના દેસી ઘી લગાડવાથી ત્વચા કોમળ બને છે.
- ત્વચાને પોષણ : નાભિ શરીરનું સેન્ટર પોઇન્ટ માનવામાં આવે છે. નાભિ સાથે શરીરની ઘણી નસ જોડાયેલી હોય છે. નાભિમાં દેશી ઘીના થોડા ટીપાં નાખી ૧૦-૧૫ મિનીટ હળવા હાથે મસાજ કરવાથી ત્વચાને પોષણ મળે છે. તેમ જ પાચનક્રિયા સુધરે છે.
- વાળ : રૂક્ષ અને ગુંચવાતા ખરબચડા વાળ માટે દેસી ઘી ગુણકારી છે. કોપરેલમાં થોડું ઘી ભેળવવું. વાળને શેમ્પૂ કરવાના ૨૦ મિનિટ પહેલા લગાડીને પછી વાળ ધોવાથી વાળની નમી યથાવત રહીને વાળ મુલાયમ રેશમ જેવા થશે.
- વજન ઘટાડે :
સામાન્ય રીતે લોકોમાં એવો ભ્રમ છે કે, ઘીનું સેવન કરવાથી શરીરમાં મેદ જામે છે. પરંતુ મર્યાદિત પ્રમાણમાં શરીરમાં ઘી જવું જોઈએ એ પણ મહત્ત્વનું છે. ઘીમાં ઓમેગા-૩ અને ઓમેગા-૬ ભરપૂર પ્રમાણમાં સમાયેલા હોય છે જે વજન ઘટાડવામાં ફાયદાકારક છે. ઓમેગા-૬ ચરબીના વોલ્યુમને ઓછું કરે અને સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે. વિશેષજ્ઞાોનું કહેવું છે કે ઘી ખાવાથી ફૂડનો ગ્લાઈસેમિક ઈન્ડેક્ષ ઓછો થાય છે અને મેટાબોલિઝમ તેજ થઈ જાય છે જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
- ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે : ઘી બ્યુટીરિક એસિડથી ભરપૂર હોય છે જે શરીરની બીમારીઓથી લડનારા ટી સેલ્સનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે.
- કબજિયાતથી રાહત : ઘીને હુંફાળા પાણી સાથે પીવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. તેનું સેવન મળીને નરમ કરે છે.
- કફ : નિયમિત હુંફાળા પાણીમાં એક ચમચો ઘી ભેળવી પીવાથી તમામ પ્રકારના સંક્રમણથી રાહત મળે છે. નાક, ગળા અને છાતીના ઈન્ફેક્શનથી રાહત પ્રદાન કરે છે.
નયનાકોઠે ઘી પીવાથી શરીરને ગરમી મળતાં તાવ અને સામાન્ય શરદી જેવા ઈન્ફેક્શનથી રાહત અપાવે છે.
- મીનાક્ષી તિવારી