Get The App

ફાયદાકારક સામો .

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
ફાયદાકારક સામો                                          . 1 - image

ઉપવાસમાં ફરાળમાં વપરાતો સામો  સ્વાદની સાથેસાથે સ્વાસ્થય માટ ેગુણકારી પણ છે. વ્રતમાં સામાનું સેવન કરવાથી શરીરમાં કમજોરી રહેતી નથી તેમજ પેટ ભરેલું રહેતું હોવાથી વારંવાર ભૂખ પણ લાગતી નથી. તેના સેવનથી ઇમ્યૂનિટી બૂસ્ટ થાય છે. 

સામામાંમાં વિવિધ પોષક તત્વો સમાયેલા છે. જેમ કે કેલરી, ચરબી ૩.૬ ગ્રામ, ડાયટ્રી ફાઇબર ૧૩. ૬ ગ્રામ, આર્યન૧૮.૬ મિલીગ્રામ, કેલ્શિયમ ૨૨ મિલીગ્રામ, પ્રોટીન ૧ ગ્રામ, થાયમિન ૦.૩૩ મિલીગ્રામ, નિયાસિન ૪.૨ મિલીગ્રામ, કાર્બોહાઇડ્રેટ ૫૫ ગ્રામ, વિટામિન બી વન ૦.૩૩ મિલીગ્રામ, વિટામિન બી ટુ ૦.૧૦ ગ્રામ, વિટામિન બી ૩ ૪. ૨ મિલીગ્રામ સમાયેલું હોય છે. 

સામો ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. તેમાં ફાઇબર અને પ્રોટીન સારા પ્રમાણમાં સમાયેલું હોય છે. તેથી ડાયાબિટીઝના રોગીઓ સામાનું સેવન કરી શકે છ.ે રિસર્ચ અનુસાર, સામામાં ગ્લાઇમેક્સ ઇન્ડેકશ ૪૧.૭ જેટલો ઓછો હોય છે, તેથી તેના સેવનથી શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ જલદી વધતું નથી. ડાયાબિટીઝના રોગીઓનો લિપિડ પ્રોફાઇલ પણ બહેતર થઇ શકે છે. તેથી ડાયાબિટીસના રોગીઓ સામાનું સેવન કરી શકે છ.ે 

સામાંમાં એન્ટીઓક્સીડન્ટ ગુણો સમાયેલા હોય છે. તેમાં પોલીફેનોલ્સ જેવા ફાઇટોકેમિકલ્સ હોય છે. જે હૃદયથી જોડાયેી બીમારીઓ, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારોઓથી રક્ષણ કરે છે. 

સામાનું સેવન કોલોસ્ટોર્લઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી કોલોસ્ટોરલ કન્ટ્રોલમાં રહે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે સામાનું સેવન ગુણકારી નીવડે છે. તે મેટાબોલિઝમને પણ વધારે છે, જેથી શરીરનું વજન પણ કન્ટ્રોલમાં રહે છે. 

કબજિયાતમાં સામો રાહત આપે છે. તેમાં ઘુલનશીલ અને અઘુલનશીલ એમ બન્ને પ્રકારના ફાઇબર ભરપુર પ્રમાણમાં સમાયેલા હોય છે. નિયમિત રીતે સામાને રોજિંદા આહારમાં સામેલ કરવાથી  કબજિયાત દૂર થઇને મલત્યાગ સરળતાથી થાય છે. કબજિયાતની તકલીફ હોય તે વ્યક્તિ નિયમિત રીતે સામાનું સેવન કરે તો તેને ફાયદો થાય છે. 

ઇમ્યુન સિસ્ટમ માટે સામો ફાયદાકારક પુરવાર થયો છે. તેમાં આર્યન અને જિંકની ભરપુર માત્રા હોય છે. જે ઇમ્યૂનને બુસ્ટ કરવામાં મદદગાર થાય છે. નિયમિત રીતે સામાનું સેવન કરવાનીથી શરીરને લાભ થાય છે.  

સામામાં કેલરીનું પ્રમાણ ઓછું હોવાથી તે  પાચનમાં હળવું હોય છે. તેમજ તે એનર્જીથી ભરપુર હોય છે. એક બાઉલ સામામાં ફક્ત ૭૫ કેલરી અને ૧.૫ ગ્રામ પ્રાોટીન હોય છે. તેથી ઓછી કેલરી ખાનારા લોકો માટે સામો ઉત્તમ આહાર છે. 

- મીનાક્ષી તિવારી