Get The App

ફાયદાકારક લવિંગ .

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
ફાયદાકારક લવિંગ                                            . 1 - image

લવિંગને ભારતીય રસોઇમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છ.ેઆર્યુવેદમાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. લવિંગમાં યૂજેનોલ નામનું એક તત્વ હોય છે. જે એન્ટી બેકટેરિયલ, એન્ટી ઓક્સીડિન્ટ અને એન્ટી ઇન્ફલેમેટરી સમાયેલા હોય છે. જે સ્વાસ્થય માટે લાભદાયક પુરવાર થયા છે. સામાન્ય રીતે તે દાંતના દુખાવામાં અસરકારક સાબિત થયું છે. તેમજ તેના સેવનથી શરદી-ઉધરસમાં પણ રાહત થતી જોવા મળી છે. તેના સેવનથી શરીરની સામાન્ય બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે. ઉપરાંત તેમાં આર્યન, પ્રોટીન, પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ જેવા પદાર્થો પણ સમાયેલા હોય છે. 

લવિંગના સેવનના ફાયદા

સાંધાના દુખાવામાં રાહત

રોજ સવારે નયણા પેટે લવિંગ ચાવવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. લવિંગના તેલથી સાંધા પર દિવસમાં એક વખત માલિશ કરવાથી દુખાવો હળવો થાય છે. 

પેઢાને મજબૂત બનાવે તેમજ ઓરલ હેલ્થ માટે ગુણકારી

દાંતના દુખાવામાં લવિંગનું તેલ પેઢામાં ઘસવામાં આવે છે જેથી રાહત થાય છે. તેમજ દાંતની વચ્ચે લવિંગ દબાવવાથી પણ દુખાવો હળવો થાય છે. લવિંગમાં એન્ટીબેકટેરિયલ ગુણો હોવાથી તે બેકટેરિયાનો નાશ કરીને રાહત આપે છે. ઓરલ હેલ્થ માટે પણ તેનો ઉપયોગ કરવામા ંઆવે છે.તેના સેવથી દાંતના દુખાવાને ઓછો કરવાની સાથેસાથે શ્વાસની દુર્ગંધ બૂર કરવામાં મદદ કરે છે. 

પાચન ક્રિયા

નબળી પાચનક્રિયાને સુધારવા માટે વિંગનું સેવન લાભકારી નીવડે છે. તેના સેવનથી ઇમ્યૂનિટી બૂસ્ટર તરકે કામ કરે છે. કોરોા રાળમાં તણ લવિંગનો કાઢો અને ચામાં નાખીને સલાહ આપવામાં આવી હતી.પેટની સામાન્ય તકલીફો જેવી કે ગેસનો ભરાવો,અપચો અને સોજામાં રાહત આપે છે.  

માથાના દુખાવામાં

માથાના દુખાવાથી રાહત પામવા માટે  લવિંગનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. ફક્ત તેનું સેવન નહીં પરંતુ તેના તેલના માલિશથી પણ માથાના દુખાવામાં રાહત થાય છે. બદામ અને ઓલિવ ઓઇસ સાથે લવિંગનું તેલ ભેળળીને એક તેલ તૈયાર કરવામાં આવે છે જે માથાના દુખાવાથી છુટકારો આપે છે. 

સોજામાં રાહત

લવિંગમાં યૂજોનોલ અને ફ્લેવોનાઇડ જેવા તત્વો સમાયેલા છે. જે શરીરના કોઇ પણ હિસ્સાના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. તેમાં સમાયેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ યૂિરિક એસિડથી થતી તકલીફોમાં રાહત આપે છે.

એન્ટીઓક્સીડન્ટસ

લવિંગમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપુર પ્રમાણમાં  સમાયેલું હોય છે. જે ઓક્સીડેટિલ અને ફ્રી રેડિકલ્સથી લડવામાં  મદદ કરે છે. જેથી હૃદય રોગ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. 

બ્લડ સુગર

ઘણા સંશોધનના અનુસાર, લવિંગ ઇન્સ્યુલિનમાં સુધારો કરીને બ્લડ સુગરને નિયંત્રણમાં લાવવામાં મદદ કરે છે. તેથી ડાયાબિટીસના દરદીઓ તેનું સેવન કરે તો ફાયદો થાય છે. 

શ્વાસની તકલીફ

લવિંગમાં એન્ટી માઇક્રોફોેબિયલ ગુણ સમાયેલા હોય છે. જે શ્વાસને લગતી બ્રોન્કાઇટીસ અને અસ્થમા જેવી તકલીફમાં રાહત આપે છે. 

લિવરને સુરક્ષિત રાખે

લવિંગમાં લિવરને સુરક્ષિત રાખવાના ડિટોક્સિફાઇ કરનારા ગુણ હોય છે. જે લિવરને સુધારવામાં ઉપયોગી થાય છે.  

- જયવિકા આશર