ફાયદાકારક ફટકડી .
મુખ દુર્ગંધ દૂર કરવી હોય કે વધતી વયની અસરને ઓછી કરવી હોય તો ફટકડી ઉપયોગી બને છે. ફટકડીમાં સમાયેલા ઓષધી ગુણ સ્વાસ્થ્ય અને ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ફટકડીનું રસાયણ નામ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે. ફટકડીમાં એન્ટીબાયોટિક, એન્ટીઓક્સીડન્ટ અને એન્ટીઇફ્લેમેટરી ગુણ સમાયેલા હોય છે. આફટર શેવથી લઇને ઇજા અને ખીલને દૂર કરવામાં મદદ કરે છે.
પેઢાને મજબૂત રાખે
દાંત-પેઢાને મજબૂત રાખવા તેમજ દાંતના દુખાવા પર રાહત આપવા માટે ફટકડીનો ઉપયોગકરવામાં ાવતો હોય છે. પેઢાના દુખાવાને શાંત પામવા માટે ફટકડીના પાણીથી કોગળા કરવાથી રાહત થાય છે.
સાંધોનો દુખાવો
સાંધાનો દુખાવામાં તે ઉપયોગી છે. ફટકડીમાં ઇન્ફ્લેમેટરી ગુણા સમાયેલા હોવાથી તે દુખાવામાં રાહત આપવા અસરકારક છે. દુખાવા તેમજ સોજાને ફટકડીના પાણીથી સાફ કરવું. પગમાં સોજો હોય તો એક ટબ ગરમ પાણીમાં ફટકડી ભેળવી પગને ડુબાડી રાખવા.
કફ
કફની સમસ્યામાં ફટકડી ફાયદાકારક સાબિત થાય છે. એવામાં દિવસમા ંબે વખત ફટકડીના પાણીના કોગળા કરવાથી ગળું સાફ થવાની સાથે ઉધરસમાં પણ રાહત થાય છે.
પરસેવાની દુર્ગંધ દૂર કરે
ગરમીમાં વધુ પરસેવો વળતો હોવાથી કપડામાંથી પરસેવાની દુર્ગંધ આવવી સામાન્ય છે. પરસેવાવાળા કપડાંને ફટકડીનાપાણીમાં ભીંજવવાથી પરસેવાની દુર્ગંદ દૂર થાય છે.
એન્ટી એજિંગ
ચહેરા પર અકાળે દેખાતી કરચલીઓને દૂર કરવા માટે ફટકડી એક સરળ ઉપાય છે. ફટકડીને ભીની કરી ચહેરા પર ગોળાકાર મોશનમાં મસાજ કરતા હોય તેમ રગડી. ૨ મિનીટ સુધી કરવું અને ૩૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો.
માઉથવોશ
ફટકડીનો ઉપયોગ માઉથવોશ માટે પણ કરી શકાય છે. એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે, ફટકજી દાંત પર જામેલી પરતને દૂર કરવાની સાથેસાથે લાળમાં ઉપસ્થિત બેકટેરિયાને નષ્ટ કરવામાં પણ મદદ કરે છ.ે તેથી એમ કહી શકાય કે ફટકડીને માઉથવોશની માફર ઉપયોગમાં લઇ શકાય છે. જોકે એક વાતનું ધ્યાન રાખવું કે ફટકડીના પાણીના કોગળાકરવા તેને પીવું નહીં.
ખીલ
ખીલથી રાહત પામવા માટે ફટકડીનો ઉપયોગ ફાયદાકારક નીવડે છે. ફટકડીમાં એન્ટ્રિજેન્ટ ગુણ સમાયેલા હોય છે જે રોમ છિદ્રોમાં કસાવ લાવવાનું કામ કરી શકે છે. રોમ છિદ્રો મોટા હોવાને કારણે ખીલ થવાનું જોખમ અધિક રહે છે.ખીલ પર ફટકડીની પેસ્ટને લગાડવાથી ખીલમાં રાહત થાય છે.
ફટકડીના ભુક્કા અથવા તો પાવડરમાં ગુલાબજળ ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી બે-ત્રણ મિનીટ સુધી મસાજ કરવો. સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો.
ઇજા થવા પર
ફટકડીમાં ઘાને ભરવાનો ગુણ પણ સમાયેલોછે. તેથી જ નાના-મોટા ઘાને સાફ કરવા માટે તેમજ ભરવા માટે ફટકડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
ચહેરા પરના ડાઘ-ધાબા દૂર કરવા
ફટકડીને ભીની કરી ચહેરા પર હળવે હાથે રગડવી અને ત્રણ થી પાંચ મિનીટ સુધી લગાડી રાખીને ચહેરો ધોઇ નાખવો.
બ્લેક હેડસ
બ્લેકહેડ્સ અને વ્હાઇડહેડ્સની તકલીફ દૂર કરે છે. એક ચમચો ફટકઢીનો ભુક્કો અખવા પાવડર લઇને જૈતૂન અથવા કોપરેલ તેલમાં ભેળવી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ પર લગાડી સ્ક્રબ કરવાથી બ્લેકહેડ્સ તેમજ વ્હાઇટ હેડસ નીકળી જાય છે.
ફટકડીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
* ફટકડીને રોજ ચહેરાપર લગાડવાથી ત્વચા રૂક્ષ થવાની શક્યતા રહે છે.
* કોઇ પણ ચીજનો અતિરેક અંતે તો નુકસાનકારક જ સાબિત થાય છે.
* ફટકડી લગાડતી વખતે અને પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોવો જરૂરી છે.
- જયવિકા આશર