- કોઠાનું ખડી સાકર નાખીને બનાવેલું શરબત બળબળતી અને બફારો આપતી ગરમીમાં પિત્તનું શમન કરવા ઉપરાંત બારેમાસ પાચન, ત્વચા અને લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડરમાં પણ કામનું છે
ચોમાસું પૂરું થાય અને શિયાળાની ઠંડી બેસે એ બન્ને વચ્ચેનો જે ગાળો છે એમાં અકળાવનારી ગરમી પડે છે. આ સીઝનમાં આકરો તાપ નહીં પણ બફારાવાળી ગરમી બહુ પડે છે. પાચનની સમસ્યાને કારણે પિત્ત અને વાયુના વિકારો આ સીઝનમાં વધે છે. જેમ ઉનાળામાં બપોરે કંઈક ગળ્યું અને ઠંડું પીવાનું મન થાય છે એવું જ આક્ટોબર હીટના ગાળા દરમ્યાન થાય છે. આ સમયે ઉત્તમ પીણું છે બીલીફળ, તળપદી ગુજરાતીમાં કેટલાક એને કોઠું કહે છે. શરીરને ઠંડક આપવા ઉપરાંત એનાથી પાચકઅગ્નિ પ્રદીપ્ત થતો હોવાથી ખોરાકના પાચન માટે પણ ઉપયોગી છે. તડકામાં લૂ ન લાગે એના પ્રિવેન્શન માટે, લૂ લાગી ગયા પછી શરીરમાં પિત્તનું શમન કરવા માટે, બફારામાં ઓછો પસીનો થાય અને શરીરમાં ઠંડક જળવાય એ માટે બીલીફળ વાપરી શકાય.
બીલીફળના ગુણ : બીલીફળ બિયાંવાળું હોય છે. એનું લાકડું સુખડ જેટલું જ પવિત્ર ગણાય છે. એ પૌષ્ટિક અને રુધિરને શુદ્ધ કરનારું છે. રચું ખાવાથી હલકો જુલાબ થાય છે અને પેટની કબજિયાત દૂર થાય છે. કાચા ફળની અંદરનો ગર વાટીને શૂળ પર આપવાથી ઉત્તમ ફાયદો થાય છે. પાકા ફળનો ગર્ભ ખડીસાકર સાથે મેળવીને આપવાથી ઠંડક થાય છે અને જુલાબ રોકે છે. કાચ કળ જલાબ કરે છે અને પાકું ફળ પાણી જેવા પાતળા ઝાડા થયા હોય તો અટકાવે છે.
ચોમાસામાં પાચનશક્તિ મંદ પડવાને કારણે જ ઝાડા થવા, અપચો થવો, મરડો થવો, ઝાડામાં લોહી પડવું જેવી સમસ્યાઓ થતી હોય છે. ગરમી અને પાચનની સમસ્યાઓ માટે બીલીફળનું શરબત લેવું જોઈએ. આ શરબત ખૂબ ઓછી સામગ્રી સાથે વધુ ગુણ આપતું પીણું ગણાય છે.
શરબત કઈ રીતે બનાવવું?
સોડિયમ સાઇઝનું એક બીલીફળ લેવું. એને ફોડીને અંદરનો ગર બેથી ત્રણ ક્લાક માટે બે ગ્લાસ પાણીમાં પલાળી રાખવો. ગર એકદમ પોચો થઈ જાય એટલે એમાંથી બિયાં કાઢીને એને ગ્રાઇન્ડ કરી લેવો, પાણીને ગાળીને એમાં બે ચમચી ખડી સાકર નાખીને ખૂબ હલાવવું. અડધી ચમચી સિંધવ નમક અને અડધી ચમચી વાટેલું જીરું મેળવીને પછી સર્વ કરવું. ગરમીના ઉકેલ માટે જ્યારે કોઈ પીણું પીતા હોઈએ ત્યારે એ અત્યંત ચિત હોવું જોઈએ. જોકે બીલીફળનું શરબત ગરમ કે નાર્મલ ટેમ્પરેચરવાળા પાણીમાં જોઈએ એટલું સ્વાદિષ્ટ લાગતું નથી એટલે થોડુંક ઠંડું પાણી લઈએ તો ચાલે.
ડાયેરિયા, ડિસેન્ટ્રી, કાલેરા : ચોમાસું અને એ ગયા પછીની ગરમીની સીઝનમાં વારંવાર જુલાબ થવા, ડિસેન્ટ્રી થવી, અપચાને કારણે મળે થવો, ચૂંક આવીને મળ આવવો જેવી સમસ્યાઓ + થાય છે. એમાં કોઠાનું શરબત લઈ શકાય. પાચન સારું કરવા માટે કોઠાની ચટણી બનાવીને લેવાનું કહેવાયું છે.
કોલેરામાં ઝાડા-ઊલટી થતાં હોય ત્યારે અધપાકા ફળને આગમાં ભૂંજીને એમાં સાકર અને ગુલાબજળ મેળવીને ખાલી પેટે ખાવાથી ડાયેરિયા અને વોમિટ બન્ને બંધ થાય છે.
અજીર્ણ થયું હોય ત્યારે પાકા ફળના ગરનું શરબત બનાવીને રોજ સવારે લેવાથી પાચન સુધરે છે. પેટમાં વાયુને કારણે ગડગડાટી થયા કરતી હોય તો બીલાનું ફળ અને ગોળ સાથે ખાવાથી વાયુ નીકળી જાય છે અને પેટમાં કફ થયો હોય તો દૂર થાય છે.
બાળકોને પેટમાં આમ થતો હોય તો બીલીનું પાકું ફળ ખવડાવવાથી આમ છૂટો પડે છે. પુખ્ત વયના લોકોને આમસંગ્રહણીની તક્લીફ હોય તો કાચા સૂવેલા બીલાની સાથે વરિયાળી અને સૂંઠનો કાઢો બનાવીને પીવાથી આમ ઘટે છે.
ત્વચા અને લોહીની સમસ્યા : શરીરમાં લોહીનો બગાડ થયો હોય તો પાંચ તોલા ફળનો ગર્ભ લઈ એમાં પાંચથી આઠ તોલા પાણી અને ખડી સાકર નાખીને બે-ત્રણ વાર આપવાથી ફાયદો થાય છે. ત્વચાની તકલીફોમાં ઉત્તમ પરિણામ માટે આ પીણું ઠંડું ન હોય તો સારું.
મોં આવ્યું હોય તો કે પાણીમાં ઉકાળીને પાણી ગાળી લેવું. આ પાણીથી દિવસમાં બેથી ત્રણ વાર કોગળા કરવાથી મોંનાં છાલાં દૂર થાય છે.
ખરજવું, શીત પિત્ત અને ખંજવાળની સમસ્યામાં પણ પાકા ફળનું ખડી સાકરમાં બનાવેલું લેવાથી શરબત લોહીના વિકારો શમે છે. એમાં વિટામિન દ સારાએવા પ્રમાણમાં હોવાથી વર્ણ સુધારે છે. માડર્ન મેડિસિનની પશ્ચિમના દેશો દ્વારા કરવામાં આવેલા કેટલાક અભ્યાસોમાં બીલીફળને આજકાલના લાઈફસ્ટાઈલ ડિસીઝના પ્રિવેન્શન માટે અસરકારક માનવામાં આવ્યું છે. બીલીના પાનથી કાલેસ્ટરોલનું લેવલ કન્ટ્રોલમાં રહે છે. બીલીનો અર્ક અસ્થમા અને શરદી જેવા શ્વસનતંત્રના ડિસઆર્ડર્સમાં ફાયદો કરે છે. એમાં સારી હીલિંગ પ્રાપર્ટીઝ હોવાથી ઝડપથી સોજો ઉતારે છે. પાકા ફળનો જૂસ લેવાથી હાર્ટ- ડિસીઝ અને સ્ટ્રોમાં મદદ થાય છે. શુગર-લેવલ કાબૂમાં રાખવામાં મદદ કરતું હોવાથી ડાયાબિટીઝમાં પણ ફાયદો થો હોવાનું નોંધ્યું છે.


