Get The App

સાડીથી સુંદરતા.. .

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
સાડીથી સુંદરતા..                                            . 1 - image

- સાડી પહેરવાની અને ખરીદવાની કેટલીક ટીપ્સ

સાડી  એ  ભારતીય   નારીનો પારંપારિક અને માનીતો પોશાક છે. છવાર ના ખૂબસૂરત કાપડના મોહથી કોઇ પણ નારી બચવા પામી નથી રોજ જીન્સ અને સલવાર-કમીઝ પહેરીને ફરતી નારી ચોક્કસ પ્રસંગે સાડી પહેરવાનું જ પસંદ કરે છે. લગ્ન પ્રસંગે સાડી અને આભૂષણો પહેરી મહાલતી નારી લગ્ન પ્રસંગની શોભામાં અભિવૃધ્ધિ કરે છે એ વાત સાથે સૌ કોઇ સંમત થશે.

સાડીનો ઇતિહાસ સાડીના જેવોજભાતીગળ છે. ભારતના દરેક પ્રાંતની સાડીની ડિઝાઈન, કાપડ અને પહેરવાની પધ્ધતિમાં વિવિધતા જોવા મળે છે. - ગરવી ગુજરાતણસાડીનોપાલવઆગળ લઇ તેને કમર પર ખોલે છે. પારસી બાનુઓ પણ આ જ પ્રમાણે સાડી પહેરે છે. મહારાષ્ટ્રીયન નારીઓ નવ વારની સાડીને કછોટો મારી પહેરે છે જ્યારે બંગાળની નારીની સાડી પહેરવાની ઢબ ઘણી અલગ છે એ જ પ્રમાણે ભારતના દરેક પ્રાંતની નારીઓની સાડી પહેરવાની ઢબ અલગ હોય છે એજ પ્રમાણે કપડામાં, ડિઝાઇનમાં પણ ઘણો

તફાવત જોવા મળે છે. વેલ, સાડીતમે ગમેતેઢબથી પહેરો પરંતુ સાડી પહેરવાની એક કળા છે જે દરેક નારીએ સાધ્ય કરવી જરૂરી છે. અવ્યવસ્થિત રીતે અને શોભે નહીં તેવી સાડી પહેરવાથી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકાઇ જવાની શક્યતા છે. પારંપારિક બનારસી, કાંજીવરમ, બ્રોકેડ, કાશ્મીરી ભરત, પારસી ભરત અને ઝરદોસી કામ કરેલી સાડીમાટે પ્રખ્યાત એવા 'સુરૂચિ સાડી'  તરફથી સાડી ખરીદવા તેમજ પહેરવા અંગેકેટલીક ટીપ્સ આપવામાં આવી છે. ફેશનપરસ્તનારીને આ ટીપ્સ જરૂરઉપયોગી સાબિત થશે. 

કેવી સાડી ખરીદવી?

ભારે શરીર ધરાવતી ીઓએ જ્યોર્જેટ, સિફોન, કે ચિશ્નોનની સાડી ખરીદવી મૈસુર સિલ્કની સાડી પણ નારીનો સુંદરતામાં વૃદ્ધિ કરે છે  અને  પાતળી હોવાનો આભાસ ઉત્પન્ન કરેછે. ઼ ઠીંગણી નારીઓએ નાનીબોર્ડરવાળી કેબોર્ડર વગરની સાડી પસંદ કરવી. આ પ્રકારનો બાંધો ધરાવતી નારીઓએ મોટી બોર્ડરવાળી સાડી ખરીદવાનોમોહકરવો નહીં કારણે મોટીબોર્ડર વધુ ઠીંગણા હોવાનો આભાસ ઉત્પન્ન કરે છે.

પાતળીપરમારોએઓર્ગેન્ઝા, સૂતરાઉ, ટીશ્ય અને ટસર સાડી પસંદ કરવી. આવી સાડીઓ શરીર સ્થૂળ હોવાનો આભાસ ઉત્પન્ન કરે છે.

સ્થૂળ કાયા ધરાવતી મહિલાઓએ મોટી પ્રિન્ટ ધરાવતી સાડીઓથી દૂર રહેવું. નાજુકપ્રિન્ટ તેમને નાજુકદેખાવ અર્પશે.

ભીને વાન સુંદરીઓએ મરૂન, લીલા, ઘેરા ગુલાબી જેવા ડાર્ક રંગની સાડીઓ પસંદ કરવી.

સાડી પહેરવાની ટીપ્સ

ઓફિસમાં સાડી પહેરવી હોયતોપાલવતેમજ પાટલી પર પીનલગાડો. આ રીતે સાડી પહેરવાની સ્માર્ટલાગશો તેમજ વારેવારે પાલવખસી જવાની કે પાટલી બગડી જવાનો ડર રહેશે નહીં. - બહાર જતી વખતે કે કોઇ સમારંભમાં જતી વખત માત્ર સાડીના પાલવની કિનારી પરજપીન લગાડો.બાકીનો છેડો તમારા હાથ પર રાખો. હા, આવી સાડીનો પાલવ આકર્ષક હોવો જોઇએ એ વાત ધ્યાનમાં રાખો. હા, સમારંભ કે પાર્ટી દરમિયાન તમે ગુજરાતી, બંગાળી કે મધુબાલા સ્ટાઇલની સાડી પહેરવાનો અખતરો કરી શકો છો.

સૂતરાઉ, ટીગ્યુ કે કાંજી કરેલી સાડીની ઇી કરવી જરૂરી છે. તેમજ સાડી પહેરતી વખતે તેની પાટલીને હાથથી દબાવી વ્યવસ્થિત ગોઠવવી જોઇએ.

પીનને ખભાના પાછલા ભાગ પર લગાડવાથી સાડી વ્યવસ્થિત રહેશે અને પીન દેખાશે પણ નહીં. સાડી નીચે પહેરેલો ચણિયો ઘેરવાળો ન હોય એ વાતનું પણ ધ્યાન રાખવું.

આટલીટીપ્સ ધ્યાનમાં રાખવાથી સાડી પહેરતા મુશ્કેલીનો અનુભવ નહીં થાય અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશો તે નફામાં.

 

કેવા ફિગર પર, કયા અવસરે કેવી સાડી શોભી ઊઠે?

સાડીમાં કોઈ પણ સ્ત્રીનું સૌંદર્ય દીપી ઊઠે છે અને તે વધુ પ્રભાવશાળી અને ગરિમાયુક્ત લાગે છે. સાડી શરીરની ઊણપ ઢાંકવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. તમારા શરીરના બાંધા અને રંગને અનુરૂપ સાડી જ ખરીદવી જોઈએ. જે મહિલા સ્થૂળ કાયા ધરાવતી હોય કે મેદસ્વી હોય તેણે જૉર્જેટ, શિફોન તથા મૈસુર સિલ્ક સાડી પહેરવી જોઈએ. આ પ્રકારની સાડીઓ સ્ત્રીના સૌંદર્યને નિખારે છે તેમ જ તેને સ્લિમ દેખાવ આપે છે. જે સ્ત્રીની ઊંચાઈ ઓછી હોય તેણે નાની બોર્ડરવાળી કે બોર્ડરવિહોણી સાડી પસંદ કરવી જોઈએ તથા બને ત્યાં સુધી જાડી બોર્ડરવાળી સાડી પહેરવાનું ટાળવું જોઈએ, કારણ કે જાડી ભાતવાળી સાડીથી તે ઠિંગુજી લાગી શકે છે.  પ્રિન્ટેડ સાડી ખરીદતી વખતે જાડી ભાતવાળી સાડી ખરીદવાનું ટાળવું જોઈએ તથા ઝીણી ભાત પસંદ કરવી જોઈએ, કારણ કે ઝીણી ભાત તમારા દેખાવને નમણાશ બક્ષે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે ઊજળી ત્વચા ધરાવતી સ્ત્રી પર કોઈ પણ સાડી શોભી ઊઠે છે, પણ વધુ પડતાં ખૂલતા રંગવાળી સાડી ઘણી વખત સૌંદર્યને ડલ બનાવી મૂકે છે. સામી બાજુ ભીનો વાન ધરાવતી યુવતીઓ ઘેરા રંગની એટલે કે મરૂન, લીલો કે ઘેરો ગુલાબી રંગ વધુ પસંદ કરે તો તેમનું સૌંદર્ય આ રંગની સાડીમાં વધુ જાજરમાન લાગે છે. 

સાડી પહેરતી વખતે આટલી વસ્તુ ધ્યાનમાં રાખો.

તમે ઓફિસમાં સાડી પહેરીને જતાં હો તો એને યોગ્ય રીતે પિન-અપ કરો. એનાથી એ સ્માર્ટ અને શિસ્તબધ્ધ દેખાય છે તથા પિન-અપ કરેલી સાડી કોઈ તકલીફ નથી આપતી.

કૉટન, ટિશ્યુ કે સ્ટાર્ચ કરેલી કોઈ પણ સાડીની યોગ્ય ઇસ્ત્રી થયેલી હોવી જરૂરી છે. સાડી ખરીદી હોય એ સમયે જે રીતે ગડી વાળેલી હોય એવી જ રીતે હંમેશાં એ રહે એટલી કાળજી એને લાંબું આયુષ્ય આપશે.

લગ્નસમારંભ કે અન્ય પ્રસંગે તેમજ ગરમીના દિવસોમાં કાળા રંગની સાડી પહેરવાનું ટાળવું.

વધુ પડતી ટાઈટ કે સખત રીતે પહેરેલી સાડી લાંબો સમય સુધી એક જ અવસ્થામાં નથી રહેતી તેમ જ ચાલવામાં પણ તકલીફ પડે છે. એટલે બને ત્યાં સુધી વધુ પડતી સખત સાડી બાંધવાનું ટાળવું.