સૌંદર્ય સમસ્યા - સુરેખા મહેતા
- હું 19 વર્ષની યુવતી છું. મુલતાની માટીનો ઉપયોગ ખીલ માટે ફાયદાકારક છે કે નહીં તે જણાવશો.
હું ૧૯ વર્ષની યુવતી છું. મુલતાની માટીનો ઉપયોગ ખીલ માટે ફાયદાકારક છે કે નહીં તે જણાવશો.
એક યુવતી (રાજકોટ)
*મુલતાની માટીના ઉપયોગથી ખીલમાં ફાયદો થાય છે. જ્યારે ખીલ થાય ત્યારે મુલતાની માટીનો ભૂક્કો બે ચમચા, એક નાનો ચમચો લીંબૂનો રસ, એક નાનો ચમચો ચણાનો લોટ,અને ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવવી. ખીલયુક્ત ત્વચા પર અઠવાડિયામાં બે વખત લગાડવું.
હું ૨૬ વર્ષની યુવતી છું.થોડા સમયથી મારા વાળ સફેદ થવાની શરૂઆત થઈ છે. અકાળે વાળ ધોળા થવાથી ચિંતા થાય છે.મારા વાળને ધોળા થતા અટકાવવા માટેના ઉપચાર જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
*વાળ અકાળે ધોળા થવાના ઘણા કારણ હોય શકે છે.માનસિક તાણ,કોઇ દવાનું લાંબા સમય સુધી સેવન થતું હોય, અપૂરતી નિંદ્રા,અસમતોલ આહાર,વાતાવરણમાં વધતા જતા પ્રદૂષણની પણ વાળ પર વિપરીત અસર થાય છે.આ કારણોમાંથી તમને ક્યા કારણો લાગુ પડે છે તે જાણી તેને સુધારવાના પ્રયત્ન કરો.
એક મુઠ્ઠી લીમડાના પાનને વાટી ચટણી જેવું બનાવો. તેમાં એક ચમચી આમળાનો રસ, બદામનું તેલ, અને થોડા ટીપાં લીંબુનો રસ ભેળવી વાળમાં લગાડો.
હું ૩૨ વર્ષની યુવતી છું. મારી પાસે ઘણી લિપસ્ટિકો છે. પરંતુ હું લિપસ્ટિક ભાગ્યે જ લગાડું છું. થોડા સમય પહેલાં મેં લિપસ્ટિક લગાડી તો હોઠ પર મને ઇરિટેશન થઇ ગયું. ત્યાર બાદ તે લિપસ્ટિક તો મેં ફેંકી દીધી પરંતુ મારે એ જાણવું છે કે લિપસ્ટિકની એક્સપાયરી ડેટ કઇ રીતે સમજવી. આપણને કઇ રીતે ખબર પડે કે લિપસ્ટીક ખરાબ થઇ ગઇ છે.મારી આ સમસ્યાનું નિરાકરણ કરશો.
એક મહિલા (મુંબઇ)
લિપસ્ટિકમાં ભેળવાતી ડાયથી તમને એલર્જી થઇ હોય તેવું લાગે છે. જૂની થયેલી લિપસ્ટિકની આડઅસર થતી જોવા મળે છે. લિપ્સિટક જૂની થઇ હોય તો તેનો ંરગ ઊડી જાય છે ેટલે કે ઝાંખો પડી જાય છે.તેમજ તેની ચમક ઓછી થઇ જાય છે. તેની વાસમાં ફરક પડી જાય છે. તેમજ લિપસ્ટીકમાનું મોઇશ્ચરાઇઝની અસર હળવી થઇ જાય છે.તમે ઊચ્ચગુણવત્તાયુક્ત લિપસ્ટિક વાપરો તેમજ લિપસ્ટિકનો સંગ્રહ કરો નહીં.
ઊનાળામાં લિપસ્ટિક ઓગળતી લાગે તો ફ્રિજમાં રાખી દેવી.
હું ૨૯ વરસની મહિલા છું. હાલ મેં ડાયટિંગ કરીને ૧૦ કિલો જેટલું વજન ઉતાર્યું છે. વજન ઊતરવાથી શરીર ઘણું હલકું લાગે છે. પરંતુ સાથેસાથે એક તકલીફ એ થઇ કે મારા શરીર પર સ્ટેચ માર્કસ પડી ગયા છે. ખભ્ભા,સાથળ તથા અન્ય જગ્યાએ સ્ટ્રેચમાર્ક થઇ ગયા છે. મેં બજારમાં મળતા એન્ટી-સ્ટ્રેચ મારકસ ક્રિમ વાપરી જોયાં પરંતુ કોઇ ફાયદો થતો નથી. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.
એક યુવતી (વડોદરા)
*તમારા શરીર પરનો મેદ ઓછો થયો જેને માટે ત્વચા તૈયાર ન હતી. સ્ટ્રેચ માર્કસ પડવાનું કારણ ત્વચાનું સંકોચાવું તથા ત્વચાનું ખેંચાવું આ બંને ક્રિયા દરમિયાન ત્વચા પર સ્ટ્રેચ માર્કસ પડે છે. જો તમારી ત્વચા વધુ પડતી રૂક્ષ અને ડિહાઇડ્રેટેડ થઇ ગઇ હોય તો પણ ચામડી પર સ્ટ્રેચ માર્કસ પડે છે.સમય જતાં આ નિશાન ધીરે ધીરે આછા થતા જાય છે. તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ પૂરું પાડો તેમજ કોકો બટર અને વિટામિન ઇ નું મિશ્રણ લગાડવું. કોપરેલ અથવા બદામના તેલના માલિશથી પણ ફાયદો થશે.આ ઉપરાંત તમારી ત્વચાને મેળ ખાતો મેકઅપ કરશો તો સ્ટ્રેચ માર્ક્સ છૂપાવી શકશો.
ઢીંગણી વ્યકતિએ કેવા પોશાક પહેરવા જોઇએ જેનાથી તે આકર્ષક લાગે તે જણાવશો
એક યુવતી (નાસિક)
*રંગબેરંગી ડ્રેસ પહેરવા કરતાં એક જ રંગનો ડ્રેસ પહેરવો.
મોટી પ્રિન્ટવાળી ડિઝાઇન પસંદ કરવી નહીં.
સિલ્ક,શિફોમ જેવી સાડીઓ વધારે સારી લાગે છે. જીન્સ પણ તેઓને શોભે છે.
આછા હળવા રંગ વધુ સારા લાગે છે.
ભારેખમ ઘરેણાં પહેરવા નહીં તેમજ ઓછી પહોળાઇનો બેલ્ટ પહરવો.
ત્વચા માટે વરદાન સમાન હીંગ
મસાલા તરીકે વપરાતી હીંગના ગુણો અનેક છે, જેમાંના એક ત્વચા માટે કેવો ફાયદો આપે છે તે જણાવામાં આવ્યું છે. જો તમારો ચહેરો નિસ્તેજ થઇ ગયો હોય, ખીલની સમસ્યા હોય, તેમજ ચહેરા પર ડાઘ-ધાબા હોય તો હીંગના ઉપયોગથી લાભ થાય છે.
હીંગના વિવિધ ફેસપેક
ખીલ દૂર કરેનારો ફેસપેક
ચહેરાને કુરૂપ કરતા ખીલને દૂર કરવા માટે હીંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી બનાવેલો ફેસપેક ફક્ત ખીલ જ નહીં પરંતુ તેના ધાબાને પણ દૂર કરે છે.
મુલતાની માટી, હીંગ અને ગુલાબજળ ભેળવીને ઘટ્ટ પેસ્ટ બનાવવી. સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. હીંગથી ચહેરા પરના છિદ્રો પણ સાફ થઇ જશે.
ચહેરા પર ચમક લાવવા
જે લોકોનો ચહેરો નિસ્તેજ થઇ ગયો હોય તેમના માટે આ પેક ફાયદાકારક છે.
અડધા ટમેટાનો મિક્સચરમાં ગર બનાવવો તેમાં એક નાનો ચમચો હીંગ ભેળવી પેસ્ટબનાવી ચહેરા અને ગરદન પર લગાડવી. ટમેટામાં લાઇકોપિન અને વિટામિન સી સમાયેલું છે જે ચહેરાને ચમકીલો કરે છે તેમજ ત્વચાની આંતરિક સફાઇ કરે છે.
કરચલી અને ફાઇનલાઇન્સને દૂર કરે
ચહેરા પર ફાઇનલાઇન્સ દેખાવાની શરૂઆત થઇ ગઇ હયો તો આ પેક લાભ આપશે.
એક ચમચો મુલતાની માટી, અડધો ચમચો હિંગ અને જરૂરિયાત પ્રમાણે ગુલાબજળ ભેળવીને ઘટ્ટ પેસ્ટ બનાવવી. પેસ્ટ સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો. અઠવાડિયામાં બે વખત કરવાથી કરચલીઓ ઓછી દેખાશે.
ત્વચાની રૂક્ષતા દૂર કરી લચીલી બનાવે છે
વધતા પ્રદૂષણ અને તાણના કારણે ત્વચા રૂક્ષ, નિસ્તેજ થઇ જાય છે. પરંતુ હીંગ આવી ત્વચાને મુલાયમ અને લચીલી કરે છે.
થોડા દૂધમાં ગુલાબજળ અને નાની અડધી ચમચી હીંગ ભેળવવી અને પેક બનાવવું. ચહેરા પર નિયમિત લગાડવાથી ફાયદો થાય છે.