- સિનેતારીકાઓ આપે છે બ્યુટી ટિપ્સ
આંતરિક તેમજ બાહ્ય સુંદરતા મેળવવા માટે નિયમિત ભોજન અને વર્કઆઉટ જરૂરી છે. જોકે આજકાલ મહિલાઓ જાગૃત થઈ ગઈ છે. કારણ કે તેઓ જાણે છે કે દરેક વયની મહિલાઓ માટે ત્વચા અને શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો ચહેરો નિસ્તેજ અને ફિક્કો પડી જાય છે. એમાં પણ ગ્લેમર વર્લ્ડમાં સુંદર ચહેરાનું આગવું મહત્ત્વ છે. આઉટડોર શૂટિંગ, મેકઅપનો પ્રયોગ અને અનિયમિત ભોજનશૈલીથી ત્વચા ડલ થઈ જાય છે. આવી સ્થિતિમાં અભિનેત્રીઓ ત્વચાની કાળજી કઈ રીતે રાખે છે એ જાણીએ.
આલિયા ભટ્ટ
અભિનેત્રી આલિયા ભટ્ટ ગરમીના દિવસોમાં ડિટોક્સ વોટરનો અધિક પ્રયોગ કરે છે. ખાસ કરીને લીંબુ પાણી. આનાથી તેનું વજન કન્ટ્રોલમાં રહેતું હોવાનું એનો અનુભવ છે. આ ઉપરાંત ડિટોક્સ વોટરથી પાચનશક્તિમાં સુધારો થાય છે. અને શરીર સ્ફૂર્તિલુ રહે છે. તે કોઈ પણ પ્રકારનાં ડાયેટ ચાર્ટને અનુશરતી નથી. બે કલાકના અંતરાળે તે થોડું થોડું ખાવાનું પસંદ કરે છે. આ ઉપરાંત શુગર, ફેટ અને કાર્બોહાઈડ્રેટ ઓછું લેય છે. અઠવાડિયામાં ચાર થી પાંચ દિવસ તે વર્કઆઉટ કરે છે. જેમાં મેડિટેશનનો પણ સમાવેશ થાય છે. આનાથી મગજ શાંત રહે છે. તેને અધિક મેકઅપ કરવાનું આમ પણ પસંદ નથી.
કરીના કપૂર
કરીનાને ત્વચાની જાળવણી માટે ઘરેલું નુસખા અપનાવવાનું પસંદ છે. એમાં પણ તે મધથી ચહેરાની મસાજ કરે છે. જેનાથી ત્વચા મુલાયમ અને ચમકતી રહે છે. આ ઉપરાંત તે ખુશ રહેવાનું પસંદ કરે છે. એનું માનવું છે કે ખુશ રહેવાથી સુંદર દેખાવવામાં મદદ મળે છે. તે નિયમીત વર્કઆઉટ કરે છે. જેમાં યોગ, સ્વિમિંગ, જોગીંગનો સમાવેશ થાય છે. બોડી ક્લીનિંગ માટે શાવર જેલનો પ્રયોગ કરે છે.
કેટરીના કૈફ
કેટરીનાની ત્વચા એકદમ નાજુક હોવાથી તે પોતાની ત્વચાની વિશેષ કાળજી રાખે છે. શૂટિંગ ન હોય ત્યારે તેને મેકઅપ કરવાનું પસંદ નથી. તે ભોજનમાં ઓઈલ અને ઓછાં મસાલાવાળો જ ખોરાક લેવાનું પસંદ કરે છે. એમાં પણ બાફેલા શાકભાજીને વધુ મહત્ત્વ આપે છે. ચહેરોને તરોતાજા રાખવા માટે તે મિનરલ મડ માસ્કનો ઉપયોગ કરે છે. કારણ કે એનાથી ત્વચા પર જામેલો મેલ સરળતાથી દૂર થઈ જાય છે. કેટરીના એક એવી અભિનેત્રી છે જે મેકઅપ વિના પણ સુંદર લાગે છે. તે પોતાના પર્સમાં લીપબામ અને મોઈશ્ચરાઈઝિંગ સન બ્લોક ક્રિમ અચૂક રાખે છે.
શ્રધ્ધા કપૂર
શ્રધ્ધા કપૂર પોતાની ચમકતી ત્વચાનું શ્રેય તેના માતા-પિતાને આપે છે જો કે એ જણાવે છે કે સુંદર ત્વચા મને વરદાનમાં મળી છે પણ એની કાળજી રાખવી એ ખરેખર મારા માટે પડકાર ભર્યું છે. તે ત્વચાને તરોતાજા રાખવા માટે દરરોજ પીચ અને સ્ટ્રોબેરીનું સેવન કરે છે તેમજ ત્વચાને ક્લિન્ઝીંગ મિલ્કથી સાફ કરે છે. આ ઉપરાંત તે નિયમિત યોગ અને મેડિટેશન કરે છે. જેથી સ્વસ્થ રહી શકાય.
અદા શર્મા
ફિલ્મ 'કેરલા સ્ટોરી' ની અભિનેત્રી. અદા શર્મા ફિટ રહેવા માટે મોસમી ફળો તેમજ લીલા શાકભાજીનું સેવન કરે છે. તે ચહેરાની સુંદરતા માટે પપૈયા અને બદામનો ફેસપેક લગાવે છે. તેમજ ત્વચાવે ટેન થતી રોકવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તે એન્ટિબાયોટિક સાબુનો પ્રયોગ કરે છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણની ત્વચા જન્મથી જ સુંવાળી છે. તે મેકઅપ કરતાં પૂર્વે સનસ્ક્રિન લગાવવાનું ભૂલતી નથી. તે મોટાભાગે એસપીએફ વાળું જ મોઈશ્ચરાઈઝર વાપરવાનું પસંદ કરે છે. તે હંમેશા સન ગ્લાસિસ પહેરીને જ બહાર નિકળે છે. જેથી કરીને સૂર્યના તેજ કિરણોથી આંખોને ક્ષતી ન પહોંચે. રાત્રે સૂતાં પહેલાં તે ચહેરા પર ફેસવૉશ કરી મોઈશ્ચરાઈઝર લગાવીને સૂવે છે. ગરમીની ઋતુમાં તે અધિક માત્રામાં લિક્વિડ ડાયટ લે છે. તેનું કહેવું છે કે હેલ્ધી અને બેલેન્સ ડાયેટ હંમેશા ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખે છે. દીપિકા એક બેડમિન્ટન પ્લેયર હોવાથી નિયમિત કસરત કરવાના મહત્ત્વને સારી રીતે સમજે છે.


