Get The App

છાશ નિખારે ત્વચા અને વાળની સુંદરતા

Updated: Oct 3rd, 2022

GS TEAM

Google News
Google News
છાશ નિખારે ત્વચા અને વાળની સુંદરતા 1 - image


સામાન્ય રીતે છાશનો ઉપયોગ આહારમાં થતો હોય છે. મોટા ભાગના પરિવારોમાં બપોરના ભોજન પછી છાશ નિયમિત પીવામાં આવતી હોય છે. કોઇ પણ પ્રકારમાં છાશનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે તો પણ ફાયદો જ થતો હોય છે. છાશમાં કાર્બોહાઇડ્રેટ પ્રચુરમ ાત્રામાં સમાયેલું હોય છે. આ ઉપરાંત તેમાં વિવિધ વિટામિન્સ પણજોવા મળે છે. 

એટલું જ નહીં, છાશ ગુડ બેકટેરિયાથી ભરપુર હોય છે. તેમાં પ્રોટીન, પોટેશિયમ, ફોસ્ફરસ, લેક્ટિક એસિડ અને કેલ્શિયમ સમાયેલા જોવા મળે છે. 

સામાન્ય રીતે લોકો એમ માનતા હોય છે કે, છાશનો ફાયદો આહારમાં સમાવેશ કરીને જ મેળવી શકાતો હોય છે. પરંતુ છાશનો ઉપયોગ ત્વચા અને વાળ પર લગાડવાથી સુંદરતામાં વધારો થાય છે. 

ચમકીલી ત્વચા

છાશ એક ઉમદા મોઇશ્ચરાઇઝર છે. જે ચહેરાની ત્વચાને હાઇડ્રેટ કરે છે. તેનામાં કુદરતી જ એસ્ટ્રિજન્ટ  ગુણ સમાયેલા હોય છે. સાથેસાથે તેની એસિડિક કમ્પોઝિશન તેને અસરદાર ટોનર બનાવે છે. 

છાશ, ચણાનો લોટ,કાકડીનો રસ અને ચપટી હળદર ભેળવીને પેસ્ટ બનાવવીય આ પેસ્ટને ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાડી ધોઇ નાખવું. 

ખીલથી રાહત

યુવાપેઢીમાં ખીલની સમસ્યા સામાન્ય છે. તેને દૂર કરવા માટે બટરમિલ્ક મદદરૂપ થાય છે. છાશમાં પણ દહીંની માફક બ્રોબાયોટિક ગુમ સમાયેલા હોય છે, જે સ્કિન પર બેકટેરિયલ ગ્રોથને સીમિત કરીને ગુડ બેકટેરિયાસને વધારે છે. સ્કિન સેલ્સની ગ્રોથની રફતારને પણ વધારે છે, જેથી ત્વચા વ્યવસ્થિત રીતે શ્વાસ લઇ શકે છે અને ખીલમાં રાહત થાય છે. 

ડાઘ-ધાબા દૂર કરે

એક ચમચો સંતરાની છાલનો પાવડર અને ત્રણ થી પાંચ ચમચા છાશ ભેળવી પેસ્ટ બનાવવી. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાડવું. સુકાઇ જાય પછી ધોઇ નાખવું. 

વધતી વયની અસર

આ કુદરતી પીણામાં એન્ટિ ઓક્સીડન્ટસની ભરમાર જોવા મળે છે. જે ફ્રી રેડિરલ્સની ગ્રોથને ઓછી કરે છે. તેના મોઇશ્ચરાઇઝના ગુણને કારણે ડ્રાઇ સ્કિનમાં નવી તાજગી આવે છે. 

વધતી વયના કારણે ત્વચા લબડી પડતી હોય છે. તેને ટાઇટ કરવા માટે છાશ ઉપયોગી છે. ેછાશને ઓટમીલ સાથે ભેળવીને ચહેરા પર લગાડવાથી એજિંગના નિશાન આછા થાય છે, તેમજ ચહેરાને યુવાન લુક આપે છે. 

 સનટેન 

તડકામાં જવાથી સનટેનની તકલીફ વધતી હોય છે. તેને દૂર કરવામાટે છાશ ફાયદાકારક છે. છાશ અને એલોવેરાને ભેળવીને સનટેન પર લગાડવાથી ત્વચાને મુલાયમ કરે છે. તેમજ ટેનિંગની અસર દૂર થાય છે. છાશમાં સમાયેલું પ્રવાહી એસિડ અને એલ્ફા હાઇડ્રોક્સી એસિડ સ્કિન એક્સફોલિએટ કરે છે.  તે ડેડ સ્કિન સેલ્સને દૂર કરીને ત્વચામાં નિખાર લાવે છે. જેથી ટેનિંગની અસર દૂર થાય છે. 

વાળનો ગ્રોથ વધારે છે

વાળનો ગ્રોથ વધારવા માટે છાશ, બેસન અને ઓલિવ ઓઇલ ભેળવીને પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટથી વાળના મૂળમાં મસાજ કરવો. ૪૦ મિનીટ પછી શેમ્પૂ કરવું. વાળ મુલાયમ થાય છે, વાળમાંનો ખોડો દૂર થાય છે તેમજ વાળનો ગ્રોથ વધે છે. 

આ હેરમાસ્ક પ્રોટીનથી ભરપુર હોય છે. જે સ્કેલ્પને હાઇડ્રેટ કરે છે તેમજ વાળને મજબૂત કરે છે ઉપરાંત વાળની લંબાઇ વધારે છે. 

ક્લિન્ઝર

બટર મિલ્કનો ઉપયોગ ક્લિનઝર તરીકે પણ કરી શકાય છે. ત્વચા પરથી મેલ દૂર કરે છે અ્ને મૃત ત્વચાને દૂર કરે છે. છાશનો ઉપયોગ ક્લિન્ઝર તરીકે કરવાથી બેકટેરિયાના ગ્રોથને કાબુમાં રાખી શકાય છે. 

છાશ, જૈતુનનું તેલ, બદામનું તેલ અને ગુલાબજળ ભેળવીન મિશ્રણ તૈયાર કરવું. આ મિશ્રણમાં કોટન બોલ અથવા પેડ ડુબાડીને ચહેરા પર ફેરવવું. 

૧૦-૧૫ મિનીટ પછી ગરમ પાણીથી ચહેરો ધોઇ નાખવો.

 ત્વચા નિખાર

એક ચમચો છાશમાં એક ચમચો મધ ભેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડવું. ૨૦-૩૦ મિનીટ પછી ચહેરો ધોઇ નાખવો. ચહેરાની ત્વચા નિખરે છે. 

- સુરેખા

Tags :