બધી ઋતુઓમાં શિયાળો સૌથી શ્રેષ્ઠ મોસમ ગણાય છે. છતાં જ્યાં શિયાળામાં કાતિલ ઠંડી પડે છે એ પ્રદેશના લોકોે આ ઋતુને સૌંદર્યની શત્રુ ગણે છે. ખરી વાત તો એ છે કે શિયાળામાં પણ સૌંદર્યની માવજત લેતા આવડે તો આ ઋતુને મન મૂકીને માણી શકાય. ઋતુઓનું પરિભ્રમણ આપણી ચામડી, શરીર અને કાર્યક્રમમાં ઘણો ફેરફાર લાવે છે. બદલાતી ઋતુઓ સાથે ત્વચામાં સ્વાભાવિક રીતે જ પરિવર્તન થાય છે. આથી બદલાતી ઋતુઓની સાથે સાથે જુદા જુદા પ્રકારની પ્રસાધન સામગ્રીનો ઉપયોગ જરૂરી છે.
શિયાળામાં ત્વચાનું શુષ્ક થવું એક સમસ્યા છે. શરીરનું તાપમાન સામાન્ય રહે અને ત્વચામાં તૈલીય તત્ત્વોનું પ્રમાણ સરખું રહે તે માટે સારા ક્રીમ અને મોઈશ્ચરાઈઝીંગ લોશનનો ઉપયોગ હિતાવહ છે. સ્નાન કરતાં પહેલાં શરીર પર સરસવ, કોપરેલ, બદામ, તલના તેલની ૨૦ મિનિટ સુધી માલિશ કરો. જેથી રક્ત પરિભ્રમણ બરાબર થશે, અને ત્વચા તૈલીય, ચમકદાર અને મુલાયમ બનશે. ે માલિશ કરતા પહેલા તેલને થોડું ગરમ કરી લો અને તેમાં થોડી હળદર ઉમેરો. આથી ત્વચાની ચમક વધશે. સ્નાન કર્યા બાદ હાથ, પગ, ચહેરા અને ગરદન પર ક્રીમ અથવા મોઈશ્ચરાઈઝર લગાડવું જોઈએ. જોે ત્વચા વધુ તૈલીય હોય અને ખીલ હોય તો ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાડવું જોઈએ. ચહેરાની ત્વચા શરીરની અન્ય ત્વચાથી ભિન્ન હોય છે. ચહેરા પર ઋતુઓંનો પ્રભાવ તરત દેખાય છે. ચહેરાની ત્વચા સૂકાઈને ફાટવા લાગે છે. પણ તેનો ઉપયોગ સરળ છે. દરરોજ ક્રીમને ૨૦ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો ે ત્યારબાદ ટીશ્યુ પેપર વડે સાફ કરી દો. કારણ કે ૨૦ મિનિટ બાદ ક્રીમ વ્યર્થ થઈ જાય છે. ઉપરાંત અઠવાડિયામાં એકવાર કોઈ સારા બ્યુટીપાર્લરમાં જઈ સંપૂર્ણ ફેશિયલ કરાવો. શિયાળામાં ચહેરાનું સૂકાપણું દૂર કરવાનો આ સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. દિવસમાં ત્રણ ચારવાર ગ્લીસરીન અથવા ઓઈલયુક્ત સાબુ વડે ચહેરાને સાફ કરવો જોેઈએ. શિયાળા માટે પિયર્સ સાબુ ઉત્તમ છે. આ રીતે ત્વચાને પોષણ મળે છે અને ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. સામાન્ય રીતે ત્વચા ચાર પ્રકારની હોય છે. સામાન્ય ત્વચા, તૈલીય ત્વચા, શુષ્ક ત્વચા અને રૂક્ષ ચીકણી ત્વચાને અનુરૂપ સૌંદર્ય પ્રસાધનો તથા ઘરેલું ઉપચાર કરવા જોઈએ. બજારમાં મળતાં ઘણાં ખરાં કોલ્ડક્રીમ ચીકણા હોવાથી હાથે પગે આ ક્રિમ લગાવ્યા બાદ શરીરે ધૂળ ચોંટે છે. ચામડી ચીપચીપ લાગે છે. આ સમસ્યાનો ઉકેલ એન્ટિ એજિંગ અને વિટામીન ઈ ધરાવતાં ક્રીમમાં મળી રહે છે. આ ક્રિમ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે પણ રક્ષણ આપે છે. તેમ જ શિયાળામાં શરીરનો જે ભાગ ખુલ્લો રહે તેને ઠંડા પવનથી થતી અસરથી બચાવે છે.
સામાન્ય ત્વચા માટે
સામાન્ય ત્વચા માટે મોઈશ્ચરાઈઝર સૌથી ઉત્તમ છે. ચહેરાને પણ ધુઓ ત્યારબાદ મોઈશ્ચરાઈઝર લગાવો. નહાતા પહેલાં ચહેરા પર કોપરેલ તેલને થોડું ગરમ કરી તેમાં ચપટી હળદર ઉમેરી તેની પેસ્ટ બનાવી પાંચ મિનિટ સુધી રાખો. આ પેસ્ટ હાથપગ પર લગાવી શકાય. ત્યારબાદ ગરમ પાણી વડે સાફ કરો.
તૈલીય ત્વચા માટે
આ પ્રકારની ત્વચા પર શિયાળાની અસર ઓેછી થાય છે. જો ચહેરા પર વધુ તૈલીય ક્રીમનો ઉપયોગ કરવામાં આવે તો ખીલ થવાનો ભય રહે છે. તેથી રાત્રે સૂતી વખતે ગ્લીસરીન, લીંબુ તથા ગુલાબજળને સમાન માત્રામાં મિશ્ર કરી આ મિશ્રમ લગાડવું જોઈએ. આ મિશ્રણ હાથ પગ ઉપર પણ લગાવી શકાય. આનાથી ત્વચાનો રંગ ઉઘડે છે અને ડાઘ પણ દૂર થાય છે.
શુષ્ક ત્વચા
આ પ્રકારની ત્વચા પર શિયાળાની ખૂબ માઠી અસર થાય છે. ચહેરા તથા હાથ પગની ત્વચા ફાટી જાય છે અને ક્યારેક તેમાંથી લોહી પણ નીકળે છે તથા બળતરા થાય છે. આ પ્રકારની ત્વચા માટે કોઈપણ સારી કોલ્ડક્રીમ દિવસમાં ત્રણથી ચાર વાર લગાડવી જોઈએ તથા અઠવાડિયામાં એકવાર બદામના તેલનું ફેશીયલ કરાવવું જોઈએ. ઉપરાંત ઘરેલું ઉપાયમાં છાંયડામાં સુકવેલા લીમડાના પાનને વાટી પાવડર બનાવો. એક ચમચી શુદ્ધ ઘીમાં એક ચમચી લીમડાનો પાવડર તથા અડધી ચમચી હળદર ઉમેરી ધીમી આંચ પર થોડું ગરમ કરો અને આ લેપ દિવસમાં એકવાર લગાવો. આનાથી ત્વચા સુંદર અને સ્વસ્થ બનશે.
હોઠનું ફાટવું
શિયાળામાં હોઠ ફાટી જવાથી ખૂબ તકલીફ થાય છે. હોઠને વારંવાર થૂંક વડે ભીનું ન કરો. દિવસમાં ત્રણથી ચાર વાર સુગંધી વિનાની તથા રંગહીન વેસેલીન લગાવો. રાત્રે સૂતી વખતે શુદ્ધ ઘી અથવા કોપરેલનું તેલ લગાડી શકાય.
પગની ત્વચા
પગની ત્વચા ફાટી જવાથી ખૂબ તકલીફ થાય છે . પગના તળિયા અને આંગળાની વચ્ચે ખૂબ બળતરા થાય છે અને ખંજવાળ આવે છે. આના માટે કોકમના તેલની માલિશ સૌથી ઉત્તમ છે. બીજી રીતમાં દિવેલને થોડું ગરમ કરી પગને મોટા વાસણમાં રાખી તેના પર દિવેલની લગભગ અડધા કલાક સુધી ધાર કરો. ત્યારબાદ મોજાં પહેરી લો. અઠવાડિયામાં એકવાર બ્યુટી પાર્લરમાં જઈ પેડીક્યોર કરાવો.
વાળમાં ખોડો
શિયાળામાં વાળ શુષ્ક થઈ જાય છે અને વાળમાં ખોડો પણ થઈ જાય છે. આના માટે કોપરેલ, સરસવ અથવા તેલના તેલમાં લીમડાનાં પાન નાંખી તેલને બરાબર ગરમ કરો. ઠંડુ થયા બાદ તેને બોટલમાં ભરી લો. એક એક દિવસના અંતરે આ તેલની વાળમાં માલીશ કરો. વાળમાં શેમ્પૂ કર્યા બાદ કંડીશનર અવશ્ય કરો. દહીં, કોફી અને લીંબુના રસનું મિશ્રણ બનાવી થોેડીવાર સુધી વાળમાં લગાવી રાખી મૂકો. ત્યારબાદ વાળન ેધુઓ. વાળને અધિક ગરમ પાણી વડે ધોેવા ન જોઈએ. બ્યુટી પાર્લરમાં જઈને અઠવાડિયામાં એકવાર 'હોટ ટોવેલ' ટ્રીટમેન્ટ લો.
શિયાળામાં મેકઅપ
ત્વચા શુષ્ક થઈ જવાથી મેકઅપ ખૂબ ડ્રાય થઈ જાય છે અને દેખાઈ આવે છે. આથી ફાઉન્ડેશન લગાવતાં પહેલાં ચહેરા પર કોલ્ડક્રીમ લગાવો. ત્યારબાદ ઓઈલ બેઝ ફાઉન્ડેશન લગાવી સ્પંજ વડે બરાબર ફેલાવો. ફાઉન્ડેશન બાદ કોમ્પેક્ટ પાવડર લગાવો. ફરી સ્પંજની મદદથી ચહેરા પરનો પાવડર સરખો કરો. ત્યારબાદ બ્લશઓન, આઈ-મેકઅપ અને ચાંદલો કરો. હોેઠ પર પહેલાં કોલ્ડક્રીમ લગાવી પછી લીપસ્ટિક લગાવો. શિયાળામાં મેકઅપ ઓઈલ બેઝવાળું જ ખરીદો.
શિયાળામાં ડાર્ક રંગના કપડાં પહેરવાંર જોઈએ. ઘાટો રંગ સૂર્ય રંગના કિરણોનું શોષણ કરી કત્વચાને વિટામીન ડી આપે છે. હુંફ વધારે છે. પુરુષો પણ આમાંની માફક આવે એ ટીપની અજમાયશ કરી શકે છે.
- નયના


