પાતળી કાયાની ચરબી અને વજન વધારતો આયુર્વેદિક આહાર
આયુર્વેદના ગ્રંથોમાં યુગો પૂર્વે 'અષ્ટૌ નિંદિત' એવા મથાળા હેઠળ મનુષ્યોની આઠ પ્રકારની એવી સ્થિતિ (વેરાઈટી) બતાવી છે. જે નિંદાને પાત્ર છે. એટલે જ તે અધ્યાયનું નામ 'અષ્ટૌ નિંદિતાય' પાડયું છે. આમાં અતિ દૂબળા (પાતળાપણું) પણ એક અનિષ્ટ છે. એટલે કોઈ તમારી ટીકા કરે તો પણ તેની પાછળ શાસ્ત્રીય સમર્થન પણ છે. બીજી બાબત છે તેના પ્રત્યેની તમારી મનોસ્થિતિની, તમે પાતળા છો તેનું એટલું બધું ટેન્શન ન રાખો કે જેથી તમે વધુ પાતળા થઈ જાઓ.
તમે નેચરલી પાતળા છો તેવું માનીને જ આગળ જણાવું તો મનુષ્યમાં ૭ ધાતુઓ છે. જે દેહ (શરીર) ને ટકાવી રાખે છે, ધારણ કરે છે અને તેથી જ તેને ધાતુ કહે છે. આ સાતના નામ, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર છે. આયુર્વેદ એવું દ્રઢપણે માને છે કે આ દરેકની પુષ્ટિ (પોષણ) હમેશાં ક્રમાનુસાર થાય છે. મતલબ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી પાચન બાદ સાર અને કિટ્ટ (મળ) ભાગ બને છે. તે જ ક્રમયી આગળ ચાલતાં ચાલતાં રક્ત, માંસ, વગેરેનું પોષણ થાય છે. એ પ્રમાણે જેમ જેમ ધાતુઓ વધે તેમ તેમ વજન વધી શકે. માણસ જાડો બને કે દેખાય તે માટે સૌથી વધુ અગત્યનો ધાતુ છે મેદ. આ દરેક ધાતુને પાછો પોતાનો જ ધાત્વાગ્નિ હોય છે, જે તેને પાચનમાં મદદ કરે છે, પરંતુ તે બધી ખૂબ સૂક્ષ્મ અને નાજુક વાતો છે અને તે સમજવી અઘરી છે. તેથી તે માથાકૂટમાં તમારે પડવાની જરૃર નથી.
બીજો એક સુસ્પષ્ટ નિયમ પણ આયુર્વેદે બનાવ્યો છે કે 'સમાનૈ : વૃધ્ધિ સર્વેષામ' એટલે કે સમાન દ્રવ્યથી જે તેની વૃધ્ધિ થાય છે. વધુ સ્પષ્ટતા કરું તો રક્તથી માંસની અને મેદથી મેદની વૃધ્ધિ થાય છે.ચ ઈમરજન્સીમાં જ્યારે રક્તનો ક્ષય પેદા થાય ત્યારે તાત્કાલિક લોહી ચડાવવાની પધ્ધતિ આયુર્વેદના આ સિધ્ધાંતને જ અનુમોદિત કરે છે. દર્દીને ખોરાકમાંથી લોહી બને તેટલી રાહ જોવી શક્ય ન હોય તો આવી રીતે સીધું જે તે દ્રવ્ય આપવું પડે છે. માંસથી માંસની વૃધ્ધિ થાય છે એટલે 'માંસાહારી લોકો સશક્ત અને માંસલ હોય છે, પરંતુ જાડા નહીં તમે શાકાહારી છો કે મિશ્રાહારી? જો માંસ વધારવું હોય તો મટનસૂપ કે અન્ય કોઈ પણ માંસાહારનો આયુર્વેદમાં ઉલ્લેખ છે. શાકાહારી પ્રાણીઓમાં વધુ પડતા ખોરાકથીત માંસ કરતાં મેદ વધુ વધે છે. એટલે તે જાડિયા બને છે. હાથી, હિપોપોટેમસ, ભેંસ વગેરે શાકાહારી છે તે યાદ રાખવા જેવું છે. વજન વધારવા માંસાહાર કરવો અનિવાર્ય નથી તેની જાણ હવે તમને થઈ જશે. હા, શરીરગઠન માટે માંસાહાર અનુચિત નથી. આપણા ખોરાકની વા કરું તો ફેટ જેમાં વધુ છે તેવા પદાર્થો ઘી, બટાકા, ઘઉં, (વાનગીઓ), ચીઝ, બટર, દહીં એ તમારા માટે સારો ખોરાક પૂરો પાડશે.
ખજૂરનું નિયમિત સેવન વજન વધારવામાં મોટું કામ કરે છે. તમારા રોજિંદા નાસ્તામાં ખજૂરને અગત્યનું સ્થાન આપશો. વજન વધારવાનો વધુ એક ટૂંકો રસ્તો છે બપોરે ભોેજનમાં (દાળ-ભાતમાં) દહીં નાખીને ખાધા પછી એક-બે કલાક ઊંઘી જવું. મોટે ભાગે નોકેરિયાત બહેનો કરતાં ગૃહકાર્યમાં વ્યસ્ત બહેનો જાડી હોય છે, તેનું કારણ બપોેરની ઊંઘ છે. આયુર્વેદ તેને મેદોવૃધ્ધિનું કારણ માન્યું છે. ઘી-ઘઉંના લોટનો શીરો પણ માફક આવે તેટલો ખાતો. દહીંને આયુર્વેદમાં અભિષ્યંદો ગણ્યું છે. જે શરીરનું વજન વધારનાર ગુણનો મુદ્દો બની શકે છે.
વર્તમાન સમયમાં અમુક નુકસાનકારાક રસ્તાઓ અપનાવીને ફટાફટ વજન વધારતું અને ઘટાડતું એવી એક ફેશન કે ટ્રેન્ડ શરૃ થયો છે, જેનું વૈજ્ઞાાનિક અર્થઘટન જાતે જ કરવું જોઈએ. અમુક સ્ટેરોઈડ્સ ટાઈપની દવાઓ ખૂબ ટૂંકા ગાળામાં વજન વધારતી હોય છે તે સ્પષ્ટ છે અને આધુનિક ચિકિત્સામાં અગત્યના ભાગ સમા સ્ટેરોઈડ્સના જે લાભાલાભ બતાવ્યા છે તેમાં નિર્દિષ્ટ પણ છે, પરંતુ તે ગેરલાભને લાભ ગણવો યોેગ્ય નથી. જરૃર પડયે સ્ટેરોઈડ્સ (અન્ય રોગોમાં) લેવા પડે તો તેમાં પાપ નથી. તે ડોેક્ટર નક્કી કરે તે ચોક્કસ ડોઝમાં લઈ જઈ કહે તેમ ધીમી ધીમે છોડવાના હોય છે અને તે તમે છોડો ત્યાર બાદ વજન પાછું નોર્મલ થઈ જાય છે. આ તેની સામાન્ય સાઈડ ઈફેક્ટ છે. તેને ઈફેક્ટ માનવી યોેગ્ય નથી. ક્રમાનુસારની ધાતુવૃધ્ધિથી વધતુ કુદરતી વજન અને સોજા ચડયા હોય તેવું જાડું દેખાવું તે ભિન્ન વસ્તુ છે. પંજાબીઓ કોઈ પાતળા નથી હોતા. તેઓ સૌથી વધુ ઘઉં ખાય છે અને દક્ષિણ ભારતીયો સૌથી વધુ ચોખા ખાય છે તે મોટે ભાગે જાડા નથી હોતા. ઘઉંનું બધું જ વધુ ખાવ તેવી એક સલાહ છે. હા, ખજૂર અને દહીં એ ટૂંકા બિનતહાનિકારક રસ્તા છે. આયુર્વેદની દવાઓની જ વાત કરું તો નવજીવન રસ બે- બે ગોેળી સવાર-સાંજ લેવાથી શરીરને નવેસરથી ઓપ મળે છે અને અશ્વગંધા લઈ શકો છો. પરંતુ તેનાથી જ જાડુ થઈ જવાશે તેવું માની લેવું યોેગ્ય નથી. કોઈપણ માણસ સુયોગ્ય ખોરાક અને તેના સુયોગ્ય પાચન વિના કુદરતી રીતે જાડો ન થઈ શકે.
બજારમાં મળતાં અનેક લીવર ટોનિકમાંથી કોઈપણ સારી બ્રાન્ડનું સેવન નિયમિત કરી શકાય. સારા પાચન માટે ભોજન બાદ ૨-૧ ગોળી શંખવટી લેશો. આ સિવાય ખોરાકમાં અડદ, શીંગદાણા, કોપરું વધારે દેવું. તેનાથી પણ વજનવૃધ્ધિ થાય છે. હા, આ બધો ખોેરાક બરાબર પચે. શરીરને રસકસ મળે તો જરૃર તેનો લાભ થાય છે.
- ઈશિતા