Get The App

હોમ ડેકોરેટિંગમાં પરંપરાગત ભૂલો ટાળો .

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
હોમ ડેકોરેટિંગમાં પરંપરાગત ભૂલો ટાળો                      . 1 - image

- ડિઝાઇન-ડેકોરેશનની પરંપરાગત ફ્રેમમાંથી બહાર નીકળી ઘરને કંઈક બેનમુન અને અલગપણે સજાવો

આપણામાં કહેવત છે કે ઘર ઉકેલી જુઓ અને વર ઊઘલાવી જાણો. અર્થાત  નવેસરથી મકાન બનાવો અને દીકરાને પરણાવો ત્યારે જ ખબર પડે કે એ બન્ને પ્રસંગ સરળ નથી. વર્ષોના આનંદમય જીવન માટેના સંસ્કાર એવા લગ્ન પ્રસંગ માટે તેની તૈયારીથી  માંડીને  અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જૂના રિવાજો અને આધુનિક ફેશન પ્રવાહનું સૌન ે ખુશ રાખે  એવું સંતુલન  ઊભું  કરવું  પડે  ત્યારે  પરિણયનો પ્રસંગ વર્ષો સુધી સૌ યાદ કરે એ રીતે  બરાબર   પાર પડે!

મકાનનું પણ આવું જ કંઈક  છે.મકાન બનતાં તો બની જાય પણ  પ્રોપર પ્લાનિંગ, યોગ્ય  સગવડો અને  પરંપરાગત વારસો  તથા ઈન્ટિરિયર ડિઝાઇનિંગના નવા કોન્સેપ્ટ વચ્ચેનો સુમેળ   સાધતી  સજાવટ અને  આ  સૌના  કેન્દ્રમાં જીવનભર સુખશાંતિ,સંતોષ સાથે રહેવાની લાગણી  હોય તો તે  મકાનને ઘર  બનાવે છે. રહેવા માટે મકાન  જરૂરી  ખરું પણ મકાન હૃદયના ઉલ્લાસ,આનંદ  અને  પોઝિટિવ એનર્જી માટે ઘર બને એ અત્યંત આવશ્યક છે.આમાં સજાવટ,ડેકોરેશન મહત્વનાં  છે.

આજકાલના જમાનામાં ઘરના ડિઝાઇનિંગ અને ડેકોરેટિંગ માટે  ઊચ્ચ    સ્તરના   નવા  કોન્સેપ્ટ  અન ે  ક્રિયેટિવિટિ   જરૂરી  છે.  ઘરની   સુઘડતા,  સગવડતા અને સજાવટ માટેના  અમુક  પરંપરાગત  ખ્યાલ  અને  વારસા ે એવાં છે કે ઝાઝું વિચાર્યા વગર આપણે  તેને  અનુસરીએ છીએ.પણ,વાસ્તવિક્તા એ  છે   કે ડેકોરેશનના   નિષ્ણાતોના મતે આમાંના મોટા ભાગના ખ્યાલ ભૂલભરેલા છે કે પછી ખામીયુક્ત છે.  ઘરસજાવટમાં  આમાંની  કોઈ ભૂલ તમે ન કરો એ માટે  પ્રસ્તુત માહિતી   માર્ગદર્શક બની રહેશે.

અગત્યની બાબત એ કે પ્રત્યેક  ઘરની  ડિઝાઇન અને ડેકોરેશન  તેમાં  રહેતા  લોકોની   પર્સનાલિટિનો પરિચય છે.  એટલે  ડિઝાઇન  અને ડેકોરેશન  માટેની   પરંપરાગત   ફ્રેમમાંથી  થોડાક  બહાર નીકળી ઘરને   બેનમુન અને કંઈક અલગપણે સજાવો.ડેકોરેશન માટેના આવો થોડોક   ફેરફાર પણ ઘરને  વધુ સારો ઓપ  આપી શકે છે.હા,એ વાત ચોક્કસ છે કે  ઘર વધુ  સુશોભીત  થાય  એ માટેની   તમારી ક્રિયેટિવિટિનો  ઉપયોગ  કરવા  વિશે  કોઈ  પણ  લિખિત નિયમ  નથી.આમ પણ,  સર્જનાત્મકતા    એટલે એક પ્રકારની મુક્તતા! એને  ક્યાં કોઈ  બંધનના  સીમાડા હોય છે!  એ  નક્કી કે ઘર   સજાવટની  કલાને હોય તો બજેટનું કે જગા  (સ્પેસ)નું  બંધન હોય! પણ પાડોશી કે મિત્રના હોમ  ડેકોરેશનની   બેઠ્ઠી કોપી  કરવા  જતાં તમારા ઘર  માટેની  ડિઝાઈનની સ્થિતિ કંસાર કરવા જતાં થૂલી થઈ ગયા જેવી થઈ  શકે છે! ઘર  સજાવટમાં થતી  પણ ટાળવા જેવી ભૂલો આ મુજબ  છે : 

(૧)  પ્રવેશ ખંડની અવગણના :

    કહેવાય છે કે   ફર્સ્ટ ઇમ્પ્રેશન  ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન . એ મુજબ,  ઘરની સમગ્ર  સજાવટની  પહેલી છાપ પ્રવેશ કે  બેઠક રૂમથી   પડે છે.  સાથે એ પણ હકીકત છે કે નવેસરથી આવી છાપ પડે એ માટે બીજી તક મળવી સહેલી નથી.કેમકે એ માટે   બેઠક  રૂમનું  ડેકોરેશન બદલવું પડે. જે મોંઘુ પડે.ડિઝાઇનિંગ અને સજાવટમાં  દીવાનખંડની ઉપેક્ષા  કરાય તે  ઈન્ટિરિયર  ડેકોરેશનની  કોમન  ભૂલોમાંની   એક  છે.એ ટાળીને બેઠક   રૂમને   આકર્ષક બનાવો અને એકાદ પેઇન્ટિંગ  ક ે ફેમિલી ફોટો મૂકીને પર્સનલ  ટચ આપો.

(૨)લાઈટિંગ વ્યવસ્થા :  

ઘરમાં અતિશય   ઝગમગાટભરી કે ઝાંખી લાઈટિંગ એ પણ હોમ ડેકોરેશની કોમન  ભૂલ છે.દરેક રૂમના ઉપયોગ મુજબ જરુરી પ્રકાશ મળી રહે  એવી લાઈટિંગ રાખો.જેમકે, બેઠક  રૂમમાં  વધુ તો બેડ રૂમ માટે ડિમ લાઈટ રખાય.

 (૩)મેચિંગ કોન્સેપ્ટ  : 

  બેઠક  રૂમમાં બધું જ એકબીજાને  મળતું આવે એવું ઈચ્છતા હો તો બે વખત વિચારી જોજો.કેમકે વધારે પડતા મચિંગથી ફનચર,દીવાલોના રંગ,રગ,  પડદા,કાર્પેટ વોલપેપર,પેઈન્ટિંગ બધું એક સરખું,કંટાળો ઊપજે એવું વિવિધતા વગરનું (મોનોટોનસ) અને નીરસ લાગશે. મેચિંગમાં થોડોક વિવેક હોય અને કોન્ટ્રાસ્ટ કલર જેવા વૈવિધ્યથી રૂમ દીપી ઊઠે.

(૪) રૂમની સાઇઝ મુજબ સજાવટ :

   રૂમની  સાઈઝ ધ્યાનમાં લીધા વગરની સજાવટ એ પણ ડેકોરેશમાં થતી અતિ    કોમન  ભૂલોમાંની  એક  ભૂલ  છે.  રૂમ,  બારી બારણાંની લંબાઈ, પહોળાઈ,ઊંચાઈ ધ્યાનમાં લીધા વગર કરેલું   વધારે પડતું ડેકોરેશન હાથી સિવાયના અન્ય  કોઈ ચોક્કસ પ્રાણી પર અંબાડી મૂક્યા જેવું  લાગે.એમ ન થાય એ માટે રૂમની સાઈઝને અનુરૂપ ફનચર,પડદા,કાર્પેટ,રગ, ફૂલદાની,  વૉલ હેંગિંગ્સ  પસંદ  કરો  જેથી  બાર  હાથની  દૂધી  અને  તેર હાથના  બીજ  જેવી  સ્થિતિ  ન થાય.

(૫)પ્રોફેશનાલિઝમનો અતિરેક : 

  હા, આવા  અતિરેકને ટાળો કેમકે ઘર સજાવટમાં થતી કોમન  ભૂલો પૈકીની  સૌથી  ખરાબ ભૂલોમાંની  એક તે  પ્રોફેશનાલિઝમનો અતિરેક!શણગાર,  સુશોભન,સૌન્દર્ય સ્વાભાવિકતાથી દીપી ઊઠે  છે.એ મુજબ સજાવટની  એકે એક બાબત  વ્યાવસાયિક ધોરણે  તૈયાર કરાય તો મકાન ઘર નહીં પણ હોટેલ   એપાર્ટમેન્ટ  બને. એટલે  ડેકોરેશનની ફોર્મ્યુલાને જડની  જેમ  વળગી રહેવાને  બદલે તમારાપણાનો,અર્થાત ઘર વિશેની તમારી દ્રષ્ટિ,પરિવારને સુખશાંતિ,  હૂંફ મળે તેની ઝંખના જેવી લાગણીઓનો ઓપ આપો તો ઘર સાથે ઘરોબો કેળવાય!

(૬) ફેરફારનો  સ્કોપ : 

  પ્રત્યેક રૂમનું ફનચર  અને અન્ય સુવિધા વર્ષો સુધી જેમ છે એમ જ રાખવાનું ભાગ્યે જ કોઇ  પસંદ કરે.  કેમ કે  સમય જવા સાથે આવી વ્યવસ્થા અકારી, અપ્રિય થાય છે.મનની પ્રસન્નતા, ઉલ્લાસ,  આનંદ ઘીમે ઘીમે ઓસરતાં જાય છે અને કંટાળો,  નીરસતા પેદા થાય છે.                      

આવું ન થાય તે માટે ડેકોરેશનમાં સમયાંતરે  વગર ખર્ચે સહેલાઈથી ફેરફાર કરી શકાય એવી શક્યતા રાખો.  સિટિંગ  એરેન્જમેન્ટ, ડાઇનિંગ ટેબલ,બેડ,વોલ હેંગિંગ્સ,પેઈન્ટિંગ   વગેરે એ જ રૂમમાં કે અન્ય રૂમમાં અલગ  રીતે મૂકાય,ખસેડાય તેવો અવકાશ રાખો.   કંઈક નવું,અવનવું,હોય એનાથી અલગ,  વિશેષ મેળવવાની  ઝંખનાને લીધે જ આજે માણસ ફેશન સહિતનાં  તમામ  ક્ષેત્રોમાં  જ્યાં  છે એ સ્તરે પહોંચ્યો છે.અર્થાત ફેરફાર અને  પરિવર્તન એ તેની પ્રકૃતિન ું લક્ષણ છે. એ જ અભિગમ સજાવટમાં હોય તો હંમેશાં ઘરમાં  કંઈક  નવું, અવનવું   લાગશે.

 ડિઝાઇનિંગ અને ડેકોરેશનના મુખ્ય હેતુ  ઉપલબ્ધ જગાના  મહત્તમ ઉપયોગ સાથે  સગવડ અને શણગારનો છે.સમય જવા સાથે અને શહેરીકરણને લીધે મકાનોની રચના બદલાતી ગઈ એમ જે તે સમયની   ફેશન અને માગ મુજબ હોમ ડેકોરેશનમાં પણ વિવિધતા આવતી રહી છે.

એ સ્થિતિમાં  વર્ષો   પહેલાંના સજાવટના કાન્સેપ્ટ નવા સંદર્ભમાં જૂનવાણી લાગે,નવી જનરેશન અને નવા બેકગ્રાઉન્ડમાં ભૂલભરેલા લાગે એ   સ્વાભાવિક છે.તો એ ભૂલો ટાળી પરંપરાને  જાળવતી અને આધુનિકતાને આવકારતી સજાવટ મકાનને પરિવારના સૌ પ્રફુલ્લિત રહે,પ્રસન્ન રહ ે એવું  ઘર બનાવી  શકે!

- મહેશ ભટ્ટ