સોપારી: ગુણોનો ભંડાર .
સોપારીને અંગ્રેજીમાં બેટલ નટ કહેવાય છે.ભારતીય સંસ્કૃતિમાં ભોજન પછી પાન અને સોપારી ખાવામાં આવતી હોય છે. ખાસકરીને બ્રહ્મભોજન પછી પાન-સોપારી આપવું શુભ ગણાતું હોયછે. સોપારી ફક્ત પાનમાં નાખીને ખાવામાં જ નથી આવતી, પરંતુ તેનો ઉપયોગ પૂજા-પાઠ અને વિવિધ રોગોમાં પણ કરવામાં આવતો હોય છે.આર્યુવેદના અનુસાર સોપારીમાં સમાયેલા વિવિધ ઔષધિય ગુણો ઘણા રોગનો ઇલાજ કરવામાં મદદ કરે છે.
મુખના છાલા
મુખમાં છાલા થવા પર સોપારીનું સેવન કરવાથી ફાયદો થાય છે. સોપારી, નારિયલ અને સૂંઠનો કાઢો બનાવીને કોગળા કરવાથી રાહત થાય છે. આ ઉપરાંત સોપારીને મુખમાંના છાલા પર રાખવાથી પણ ફાયદો થાય છે. સોપારી અને ેલચીને બાળી તેનો પાવડર બનાવી મધ સાથે ભેળવી પેસ્ટ બનાવી છાલા પરલગાડવાથી રાહત થાય છે.
ઊલટી
ઊલટીથી રાહત પામવા માટે સોપારીનો ભૂક્કો, હળદર અને સાકર ભેળવી ખાવું.
ખંજવાળ
દાદ, ખંજવાળથી શાંતિ રાહત માટે સોપારીને ઘસીને તે સ્થાને લગાડવાથી ફાયદો થાય છે. ઉપરાંત તલના તેલમાં સોપારીને ઘસીને લગાડવાથી ખંજવાળથી રાહત થાય છે.
દાંતનો દુખાવો
દાંતના દુખાવાથી છુટકારો પામવા માટે લવિંગનો ઉપયોગ મોટા ભાગે કરવામાં આવતો હોય છે. સોપારીને બાળી તેનો ભૂકો કરી દાંત પર ઘસવાથી રાહત થાય છે.
કબજિયાત
સોપારીનું સેવન કરવાથી પેટની સામાન્ય સમસ્યાઓનું નિવારણ થાયછે. કબજિયાતની તકલીફ હોય તો રોજ એક-બે ટુકડા સોપારી ખાવી જોઇએ.
દુખાવામાં રાહત
પીઠન ોદુખાવો, સાંધાનો દુખાવો કે પછી માથાના દુખાવામાંથી રાહત આપવા માટે સોપારીનું સેવન કરવું જોઇએ. સોપારીમાં સમાયેલ ઓષધી ગુણો માંસપેશિઓને દુખાવાથી રાહત આપે છે.
- મીનાક્ષી