Get The App

કોટનની થેલીઓ શું ખરેખર પર્યાવરણ-પ્રેષક છે? .

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
કોટનની થેલીઓ શું ખરેખર પર્યાવરણ-પ્રેષક છે?                           . 1 - image

જ્યારથી પ્લાસ્ટિકની થેલીઓ વિરોધી ઝૂંબેશો શરૂ થઈ છે અને અનેક દેશોમાં પ્લાસ્ટિકની થેલીઓ ઉપરાંત અન્ય ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારથી કોટનની, એટલે કે સુતરાઉ થેલીઓનો ઉપયોગ કરવાનું ચલણ વધ્યું છે. આજે બજારમાં કંઈકેટલીય જાતની કોટનની થેલીઓ આસાનાથી મળે છે. આવી થેલીઓના ઉત્પાદનમાં કેટલીક બ્રાન્ડ પણ જોડાઈ છે. અને તેનો વપરાશ કરનારાઓ એમ વિચારીને હરખાય છે કે તેઓ પર્યાવરણની સુરક્ષામાં વત્તાઓછાં અંશે પણ પોતાના ફાળો આપી રહ્યાં છે. પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસના ચોંકાવનારા પરિણામો મુજબ આપણે જેને ઈકો-ફ્રેન્ડલી બેગ્સ માનીએ છીએ તે પણ આપણી પૃથ્વી માટે હાનિકારક જ છે.

ડેનમાર્કના ખાદ્ય અને પર્યાવરણ મંત્રાલયે કરેલા એક અભ્યાસ અનુસાર કોટનની એક થેલી બનાવવાથી પૃથ્વીને થતી હાનિ દૂર કરવા તેનો ઓછામાં ઓછો ૨૦,૦૦૦ વખત ઉપયોગ કરવો જોઈએ. આનો અર્થ એ થયો કે સુતરાઉ કાપડમાંથી બનાવેલી એક થેલી ૫૪ વર્ષ સુધી ઉપયોગમાં લેવી રહી.

પર્યાવરણવિદો કહે છે કે કોટનની થેલીઓ બનાવવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. અને પર્યાવરણને બચાવવા સાથે તેનો નિકાલ કરવાનું આપણે ધારી લીધું છે એટલું સહેલું નથી. આ વાત સમજવા એક સાવ સહેલો પ્રયોગ કરી જૂઓ. જો તમે ઘરના કચરામાંથી ખાતર બનાવી રહ્યાં હો તો તેમાં કોટનની એક થેલી નાખી જૂઓ. 'દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.'

વળી વિવિધ બ્રાન્ડ કોટનની થેલીઓ પર પોતાના લોગો (નામ) છાપે છે તે પીવીસી આધારિત હોય છે. તેને રિસાઈકલ કરવાનું અસંભવ છે. આવી સ્થિતિમાં તમે જ વિચારો કે એક તરફ કોટન બેગ પર્યાવરણને હાનિ પહોંચાડે અને બીજી તરફ તેના ઉપર છાપવામાં આવેલા લોગો માટે ઉપયોગમાં લેવાયેલા રસાયણો પર્યાવરણને થેલી કરતાં પણ વધુ નુકસાન પહોંચાડે તો કોટન બેગ ઇકો-ફ્રેન્ડલી કેવી રીતે થઈ? તેથી આપણને એ ભ્રમણામાંથી બહાર આવવું રહ્યું કે સુતરાઉ કાપડમાંથી બનાવેલી થેલીઓથી પર્યાવરણને નુકસાન નહીં થાય.

નિષ્ણાતો કહે છે કે પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાનને ખાળવા કોટનની અનેક પેટર્નની થેલીઓ બજારમાં મૂકાઈ. પરંતુ તે સંખ્યાબંધ બ્રાન્ડ માટે પ્રચાર-પ્રસારનું માધ્યમ બની ગઈ.