Get The App

મેકઅપ કરો મોસમ મુજબ .

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
મેકઅપ કરો મોસમ મુજબ                             . 1 - image

મેકઅપ એક કલા છે, એ વાત બરાબર છે, પણ સમય, પ્રસંગ અને મોસમ મુજબ તેમાંય ફેરફાર કરવો જરૂરી છે અને એટલે જ તેના વિશેની માહિતી હોવી જોઈએ. ''મેકઅપ વરસાદની મોસમનો હોય કે શિયાળાની સાંજ માટેનો અથવા આકરા તાપવાળા ઉનાળાનો, તેના રંગઢંગ જુદા જ હોય છે. પછી ભલે ને એ શેડ્સની વાત હોય કે ફોર્મની.'' આવું કહે છે મેકઅપ એક્સપર્ટ ઉર્વશી દવે.

ઉર્વશીની જણાવ્યા અનુસાર, ''મેકઅપ કરતાં પહેલાં ત્વચાને સારી રીતે માઈલ્ડ ફેસ વોશથી સાફ કરો. ડીપ ક્લીંઝિંગ માટે ત્વચા પર કાચું દૂધ અથવા મલાઈ પણ લગાવી શકાય છે.

મલાઈ લગાવ્યા પછી પાંચ મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો. પછી ત્વચાને સાફ કરો. ત્વચા નિખરી ઊઠશે.''

બ્યૂટી એક્સપર્ટ ઝબીન અબ્બાસ કહે છે કે, ''ઉનાળામાં નેચરલ, વરસાદમાં સોફટ અને શિયાળામાં ડાર્ક અને શિમરી મેકઅપ કરવો જોઈએ. યોગ્ય પ્રકાશમાં જ મેકઅપ કરવો, જેથી તેમના રંગો બરાબર બ્લેન્ડ કરી શકાય. દિવસ દરમિયાન કન્સીલરનો ઉપયોગ ત્યારે જ કરો, જ્યારે ત્વચા પર નિશાન ઘેરા હોય, નહીંતર રાતના સમયે જ કન્સીલર લગાવવો જોઈએ.'' સલિલ કારખાનિસ મોસમ મુજબના મેકઅપ સંબંધિત લેટેસ્ટ ટ્રેન્ડ વિશે જણાવે છે. ચાલો, જોઈએ:

 શિયાળામાં મેકઅપ

- શિયાળામાં ત્વચા વહેલી ડ્રાય થઈ જાય છે એટલા માટે મેકઅપ લગાવતાં પહેલાં સહેજ સ્ક્રબિંગ કરો, જેથી ડ્રાય સ્કિન અને મૃત કોશિકાઓ નીકળી જાય. પછી મોઈશ્ચરાઈઝર લગાવો. ઘેરા અને ચમકીલા શેડ્સવાળા કોસ્મેટિક્સ લગાવો.

- મેકઅપ બેસ ક્રીમી જ લગાવો. ટ્રાન્સલૂસેન્ટ પાઉડરનો પ્રયોગ કરો, પણ કોમ્પેક્ટનો નહીં.

- આઈ મેકઅપ ડાર્ક કરો. આઈશેડો જેમ કે બ્રાઉન મેટાલિક ઓલિવ, ડાર્ક બ્લ્યૂ, ગોલ્ડ, ગ્રે, પર્પલ, ચારકોલ, ગ્રીન વગેરે લગાવો. આઈલાઈનર લિક્વિડ બ્લેક અથવા બ્રાઉન લગાવો. મસકારાનો હેવી ટચ આપી શકાય છે. કલર્ડ મસકારા જેમ કે નેવી, બરગન્ડી, ઓબર્ન વગેરે શેડ્સનો પ્રયોગ કરી આઈલેશિઝને ઊંડાણ આપી શકાય છે.

- બ્લશર ક્રીમી લો, નેચરલ લુક આપશે. ફેર સ્કિન પર પિંક ટોન, ડાર્ક અને ટેન સ્કિન પર ડીપ બ્રાઉનિશ, રોઝ, પ્લમ, ગોલ્ડન, બ્રાઉન, લાઈન સ્કિન પર બ્રોન્જ અને બ્રાઉનના બદલે પેસ્ટલ એપ્રિકોટ, પેલ પિંક, મીડિયમ સ્કિન પર બ્રાઉનિશ પિંક, બોલ્ડ કોરલ, ડીપ સ્કિન પર ડીપ રેડ, ડાર્ક એન્ડ ડીપ બ્રોન્જ કલર લગાવો. બ્લશરને ગાલ પર લગાવો. હળવા હાથે હેરલાઈન સુધી બેન્ડ કરો.

- લિપકલર વોર્મ શેડ્સવાળા વાપરો. રેડ, બ્રાઉન, પ્લમ, મરૂન, કોપર, રસ્ટ, કોરલ, ઓરેન્જ, સિલ્વર, ગોલ્ડન, બોન્જ જેવા મેટાલિક કલર્સથી હોઠને આકર્ષક બનાવી શકાય. ક્રીમી અને ગ્લોલી લિપસ્ટિકથી હોઠને વધુ ચમકદાર બનાવો. સ્પાર્કલ લિપગ્લોસનો પણ પ્રયોગ કરી શકાય.

- સ્પાર્કલ ફેસ પાઉડરનો ટચ આંખ, ગાલ અને શોલ્ડર્સ પર લગાવો.

- નેલ ઇનેમલ પણ મેટાલિક શાઈનવાળા વાપરો. બ્રોન્જ, ડાયમન્ડ, મોકા, વાઈન, લાઈલેક, પ્લમબેરી, અંબર વગેરે વાપરો.

- હેરસ્ટાઈલમાં પરિવર્તન કરવા માટે પર્મ, કર્લ, રોલર સેટિંગ અથવા સ્ટ્રેટનિંગ કરો.

- હેર કલરિંગ માટે રેડ, કોપર, બરગન્ડી, ચેસ્ટનેટ, રિચ મોહગની જેવા બોલ્ડ કલરી પસંદગી કરવી.

- ફન્કી લુક માટે વેવી એન્ડ સ્પાઈક કટ અથવા એસિમેટ્રિકલ અથવા ફ્રિંજ કરાવો.

ઉનાળાનો મેકઅપ

- ઉનાળામાં પરસેવાને લીધે મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેતો નથી આથી ઓઈલ ફ્રી અને પાઉડર ફોર્મવાળા પ્રોડક્ટ વાપરવા. મેકઅપ ટકાવી રાખવા આઇસિંગ કરો.

- પહેલાં ચહેરાને ખૂબ ઠંડા પાણીથી ધુઓ. પછી બરફના ટુકડાને કોટન કપડા પર રાખી આખા ચહેરા પર ઘસો.

- એના પછી સ્કિન ટોનર અથવા ઓસ્ટ્રિંજન્ટ લોશન લગાવો, જેથી રોમછિદ્રો બંધ થઈ જાય.

- એવો મેકઅપ બેસ વાપરો જેમાં મોઈશ્ચરાઈઝિંગ અને સનસ્ક્રીન પણ હોય.

- ફાઉન્ડેશનમાં થોડું ઠંડુ પાણી અથવા મોઈશ્ચરાઈઝર મિક્સ કરી તેને લાઈટ કરો.

- પછી કોમ્પેક્ટ અથવા લૂઝ પાઉડરનો પ્રયોગ કરો. કોમ્પેક્ટ અથવા પાઉડરનું રીટચિંગ જ્યારે જ્યારે પરસેવો આવે ત્યારે ત્યારે ઉપયોગ કરવો.

- આઈ લોંગ લાસ્ટિંગ મેકઅપ માટે પહેલાં પ્રેસ્ડ પાઉડરને આઇલિડ પર લગાવો, જેથી વધારાનું તેલ શોષાઈ જાય. પછી આઈશેડો લગાવો.

- આંખોને ડ્રામેટિક લુક આપવા માટે ફ્યૂશિયા વાયોલેટ, એપલ ગ્રીન, એકવા બ્લ્યૂ, લવેન્ડર, ટરકોઝા, યલો અને પેસ્ટલ શેડ્સની પસંદગી કરો.

- આઈલાઈનર અને મસકારા વોટરપ્રૂફ જ લગાવો.

- પછી પાઉડર બ્લશ લગાવો. પહેલાં ગાલના ઉપસેલા ભાગે લગાવો. પછી બ્રશ વડે બ્લશને ઉપર-નીચે ફેલાવતાં જઈને હેરલાઈન સુધી લઈ જાવ. બ્લશ કલર્સ પીચ, બ્રાઉન, રોઝ, પેલ પિંકનો ઉપયોગ કરો.

- હોઠ પર કૂલ કલર્સ, પિંક, રોઝ, મોવ, બેસ, બેરી, પ્લમ, પીચ વગેરે લગાવો. પહેલાં એક શેડ ડાર્ક લિપલાઈનરનો ઉપયોગ કરો, પછી એક શેડ લાઈટ લિપસ્ટિક લિપબ્રશથી લગાવો.

- ફ્રેશ ફ્રૂટી ફલેવર્સવાળા લિપગ્લાસ જેમ કે, લાઈમ, સ્ટ્રોબેરી, પીચ વગેરેનો પ્રયોગ પણ કરી શકાય છે.

- ચાંદલો સ્ટિકર અથવા લિક્વિડ બંને લગાવી શકો છો.

- બ્રોજિંગ પાઉડર અથવા ડાર્ક શિમરનો પ્રયોગ હાઈલાઈટ કરવા માટે આખા ચહેરા પર, ચીકબોન્સ પર, સિલ્મ ફેસ બતાવવા માટે અને નાકની બંને બાજુ નાની બતાવવા માટે કરો. સ્ટ્રેપલેસ ડ્રેસ પહેરતી વખતે ખભા પર શિમર ઇફેક્ટ આપી શકાય છે.

- સોફટ સુગંધવાળા પરફ્યુમ અને ડિયોડરન્ડ જેમ કે, જાસ્મીન, લવેન્ડર, રોઝ વગેરેને પલ્સ પોઈન્ટ પર લગાવો. પરફ્યુમનો લાઈટ સ્પ્રે આખા શરીર પર અને હેવી સ્પ્રે ગરદન, બગલ અને કાંડાની આજુબાજુ કરો.

- હેરસ્ટાઈલ ઊંચી બાંધો. વાળ છુટ્ટા ન રાખો. સાંજે વેટ લુક માટે ક્યારેક સ્ટાઇલિશ હેર જેલ અથવા સ્પ્રેનો પ્રયોગ કરો.

- લાંબા વાળ માટે વાયોલેટ, કોપર, રેડ, ચેસ્ટનેટ, ગોલ્ડન બ્લેન્ડ, મોહગની જેવા હેર કલર્સના સ્ટ્રોક કરીને તેમને આકર્ષક બનાવી શકો છો. શોર્ટ હેરને ટ્રેન્ડી લુક આપવા માટે ગોલ્ડન અને વાયોલેટ સ્ટ્રોક્સ આપી શકાય છે.

- નેલ ઇનેમલમાં ઇન્ડિગો, વાઈન, બ્રાઉન, પ્લમ, પિંક વગેરે શેડ્સ લગાવી શકાય.

- ગ્લેમરસ લુક માટે બોડી ટેટૂ, નેલ આર્ટ કરાવો. લાઈટ કૂલ કલર્સવાળા ડ્રેસિસ પહેરો.

વરસાદમાં મેકઅપ

- વરસાદમાં ટીપાંમાં મેકઅપ પલળી જવાનો ભય રહે છે. એવા સમયે લિક્વિડના બદલે ક્રીમી અને પાઉડર ફોર્મવાળા, રેનબો કલર્સના કોસ્મેટિક્સનો પ્રયોગ કરો તો સોફટ લુક દેખાશે.

- મેકઅપ બેસમાં ફાઉન્ડેશનની જગ્યાએ કોમ્પેક્ટ પાઉડર જ લગાવો.

- આઈ મેકઅપ ક્રીમી ન કરો, નહીંતર તે વહી જશે. પાઉડર ફોર્મવાળા શિમર અને પેસ્ટલ શેડ્સવાળા આઈશેડોનો પ્રયોગ કરો. બ્રાઉન, પિંક, બેસ, બ્લ્યૂ, પર્પલ શેડ વરસાદમાં પણ સરળતાથી ટકી રહે છે.

- કાજળ ન લગાવો. મસકારા અને આઈલાઈનર વોટરપ્રૂફ હોય તેવા જ લગાવો. તેમનો શેડ બ્લેક,  બ્રાઉન, ગ્રીન અને બ્લ્યૂ હોઈ શકે છે.

- બ્લશર લાઈટ જ લગાવો. ક્રીમ ફોર્મવાળા બ્લશર લાંબા સમય સુધી ટકી રહે છે. બ્લશર લગાવ્યા પછી ટિશૂથી તેને દબાવો, તેથી વધારાનું બ્લશર નીકળી જશે અને બાકીનું સેટ થઈ જશે. લાઈટ પીચ, કેંડી પિંક અને બ્રાઉન્ડ એન્ડ સોફટ કોરલ લગાવો.

- આઈબ્રો પર આઈબ્રો પેન્સિલનો પ્રયોગ ન કરો. તેના બદલે થોડું હેર જેલ આઈબ્રો બ્રશ પર લઈને લગાવો પછી આઈબ્રોને યોગ્ય આકાર આપો.

- લિપસ્ટિક લોંગ લાસ્ટિક અને નોન ટ્રાન્સફરવાળો જ લગાવો. ક્રીમી અને ગ્લોસીની જગ્યાએ પાઉડર મેટ ટોન અને ક્રીમ મેટ ટિન્ટવાળી  લિપસ્ટિકનો જ પ્રયોગ કરો. જેમ કે, રોઝ, બેરી, મોવ, બેસ, બ્રાઉન, અંબર, કોરલ વગેરે.

- નેલ ઇનેમલમાં પિંક લાઈટ, મોવ ગ્રે, વ્હાઈટ, લાઈટ બ્રાઉન અને ગ્રીન શેડનો પ્રયોગ કરી શકાય છે.

- મોનસૂનમાં વાળ મોટાભાગે વિખરાયેલા રહે છે એટલે તેમને દરરોજ ક્લીન કરો અને સહેજ વેટ લુક આપવા માટે સ્ટાઇલિશ પ્રોડક્ટનો પ્રયોગ કરો. પછી બ્લ્યૂ, વાયોલેટ, પિંક, ઓરેન્જ, યલો, ગોલ્ડન કલર્સના સ્ટ્રોક્સ લગાવો.

નયના