ઘરની સ્વચ્છતા માટે સરળ તરીકા
Updated: Sep 18th, 2023
ઘરને સ્વચ્છ રાખવા માટે ગૃહિણીઓ સખત મહેનત કરતી હોય છે, તેમજ સફાઇના મોંઘાદાટ પ્રોડક્સ ખરીદતી હોય છે. તેવામાં સમયઅને પૈસા બન્નેની બરબાદી થતી હોય છે. અહીં સરળ ઉપાયો જણાવામાં આયા છે જેની સહાયતાથી ઘરને ચમકીલું અને સ્વચ્છ રાખી શકાય છે.
ઓલિવઓઇલથી કિચન કેબિનેટ સાફ કરવી
લાકડાની કિચન કેબિનેટ પર ઘણા ડાઘા પડી જતા હોય છે. તેવામાં ઓલિવ ઓઇલનો ઉપયોગ ફાયદાકારક બને છે. ઓલિવ ઓઇલ લાકડાને ચમકાવવાનો એક સાર ોવિકલ્પ છે.
શેવિંગ ક્રીમ
શેવિંગ ક્રિમની મદદથી ઘરની કાર્પેટ અને ેબાથરૂમનો શાવર ગ્લાસ સરળતાથી સાફ કરી શકાય છે. તેની મદદથી કારની સીટનું ફેબ્રિક અને કાર સીટને સારી રીતે ચમકાવી શકાયછે.
લીંબુ
માઇક્રોવેવ સાફ કરવા માટે લીંબુનો ઉપયોગ કરી સખાય છે. એક કપ પાણીમાં લીંબુના ટુકડા નાખીને માઇક્રોવેવ ઓવનમાં ગરમ કરવા માટે મુકવા અનેપછી મુલાયમ કપડાથી લુછી નાખવું.
જેથી માઇક્રોવેવમાં ખાદ્યપદાર્થની ગંધ આવતી દૂર થાય છે. તેમજ પહેલાની જમે જ માઇક્રોવેવ ચમકીલું થાય છે.
મીઠું
ઘણી વખત વાસણનેસાફ કર્યા પછી પણ ચિકાશ રહી જતી હોય છે. તેવા ચીકણા વાસણમાં મીઠું ભભરાવી તે સુકાઇ જાય ત્યા ં સુધી રહેવાદેવું. પછી તે વાસણને ઘસીને સાફ કરવાથી ચીકાશદૂર થશે. બટાટા
કાચને સાફ કરવા માટે પાણી અને કાગળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત બટાટાને સમારીને કાચ પર રગડવાથી સાફ કરવાથી કાચ ચમકે છે.
બેકિંગ સોડા
બેકિંગ સોડાનો ઉપયોગ ક્લિનિંગ માટે કરી શકાય છે. બેકિંગ સોડા, વાસણ ધોવાનો સાબુ, લીંંબુના રસનું મિશ્રણ કરી બ્રશની મદદથી પ્લાસ્ટિકની બાલદી, મગ તેમજ અન્ય પ્લાસ્ટિકના વાસણ સાફ કરવાથી નવા જેવા થાય છે.
ટામેટાનો સોસ
તાંબા-પીત્તળના વાસણને સાફ કરવા માટે ટામેટાના સોસનો ઉપયોગ કરી શકાય છે. ટામેટાના સોસને ૧૦-૧૫ મિનીટ માટે વાસણ પર લગાડીને રાખવું. ત્યારક પછી તેને ઘસીને ગરમ પાણીથી ધોવા.
સરકો
વોશ બેસિનની સફાઇ માટે સરકાનો ઉપયોગી છે. એક ટિશ્યુ પેપરને સરકામાં ભીંજવીને સ્ક્રબથી ઘસવાથી સાફ થઇ જાય છે.
સફેદ સરકો
સફેદ સરકો પણ પ્લાસ્ટિકની વસ્તુઓ પરથી ડાઘ દૂર કરવા માટે ઉપયોગી છે.
બે કપ સફેદ સરકાને પાણી સાથે ભેળવવું. આ મિશ્રણમાં સ્પોન્જ બોળીને પ્લાસ્ટિકની બાલદી, મગ તેમજ અન્ય વાસણો પર ઘસીને ધોઇ નાખવાથી નવા જેવા થઇ જાય છે.
- મીનાક્ષી તિવારી