Get The App

ડાયાબિટિકો માટે અમૃતતુલ્ય આમળાં

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
ડાયાબિટિકો માટે અમૃતતુલ્ય આમળાં 1 - image

- રોજનું એક આમળું શરીરની તમામ મૂળભૂત પોષક જરૂરિયાત પૂરી કરે છે

મેટાબોલિઝમ (ચયાપચય--પાચનતંત્ર)ની પ્રક્રિયા ખોરવાતાં ડાયાબીટીસ(મધુપ્રમેહ) થાય.જીવનને ટકાવવા માટે  જીવંત  કોષોમાં  થતી રાસાયણિક  પ્રક્રિયાની  શૃંખલા એટલે  ચયાપચય. આપણું  શરીર  પૂરતું ઈન્સુલિન ( પેન્ક્રિયાસ-સ્વાદુપિંડ  દ્વારા   તૈયાર   થતું  હોર્મોન) તૈયાર  કરતું નથી  કે  શરીર  તેનો જોઈએ  તેવો  ઉપયોગ  કરતું નથી  ત્યારે લોહીમાં ગ્લુકોઝનું  પ્રમાણ  વધતું  રહે  છે  અને ડાયાબીટીસની સમસ્યા થાય  છે.જે મોટી વયના તથા બાળકોમાં પણ જોવા મળે છે.

 ભારતમાં ડાયાબીટીસના અલગભગ ૭.૭ કરોડ દર્દીઓ છે.ઇન્ટરનેશનલ ડાયાબીટીસ ફેડરેશનના જણાવ્યા મુજબ વિર્શ્વમાં વર્ષ ૨૦૦૦માં ૧૭ કરોડ૧૦ લાખ  ડાયાબિટિક દર્દીઓ હતા.પણ ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા વધીને ૩૬ કરોડ ૬૦ લાખની થવાનો અંદાજ છે.લગભગ ૩૦ ટકા દર્દીઓને શુગર લેવલને કારણે થતા ડાયાબીટીસનાં લક્ષણોની  પણ ખબર હોતી નથી અને ખબર પડે છે ત્યારે તેમની સ્થિતિ ખરાબ  થઈ  ગઈ  હોય  છે. ઊધઈ જેમ ખબર ન પડે તે રીતે લાકડું કોરી ખાય તેમ ધ્યાન ન રાખો તો ડાયાબીટીસ પણ શરીરને અંદરથી કોતરી નાખે છે.

   મોટા ભાગના લોકો અને સંશોધકો પણ  ડાયાબીટીસથી બચવા કે એને નિયંત્રણમાં રાખવા આયુર્વેદ અને વનસ્પતિજન્ય ઔષધિ

તરફ વધી રહ્યા છે.આવી ઔષધિની અસર લાંબા  સમય  સુધી  રહે  છે, તેની  કોઈ આડઅસર ન હોય અને હોય તો નજીવી

હોય તથા એલોપેથીની દવાઓની તુલનાએ  આયુર્વેદિક ઔષધિઓની કિંમતો પણ પરવડે તેવી હોય છે. ડાયાબીટીસના ઈલાજ માટે જડીબુટ્ટીઓનો

ઉલ્લેખ  હોય  ત્યારે  આમળાં (આંબળાં)ને અચૂક યાદ કરવામાં આવે.ભારતીય ઉપચાર  પદ્ધતિ આયુર્વેદની  રસાયણ  શાખામાં આમળાંના ડાયાબીટીસ વિરોધી ગુણોનો ઉલ્લેખ કરાયેલો છે.ભારત સિવાય ઈરાન, થાઈલેન્ડ,જર્મની અને ચીન જેવા દેશોમાં પણ ડાયાબીટીસ તથા અન્ય બીમારીઓ પર એક ઔષધ તરીકે આમળાંનો ઉપયોગ થાય છે.ડાયાબિટિક લોકોને આમળાંથી થતા લાભ વિશે જાણવું રસપ્રદ બની રહેશે.

૧)કાયાકલ્પનું અમોઘ ઔષધ : આયુર્વેદમાં  આમળાંની ગણના  કાયાકલ્પ (પુનથશક્તિ સંચાર)કરનાર સચોટ ઔષધ તરીકે કરાઈ છે.આમળાંમાં ટેનિન્સ અને ફ્લેવોનોઈડ્સ નામનાં બે મહત્વનાં સ્વાસ્થ્યવર્ધક સંયોજન (પોલિફીનોલ્સ)છે.ટેનિન્સમાં ગેલિક એસિડ, મિથાઈલ ગેલેટ, ઈલાજિક  એસિડ  અને  કોરિલૈગિનનો   સમાવેશ  થાય   છે.  તો ફ્લેવોનોઈડ્સમાં ક્વેરસેટીનનો સમાવેશ છે. આ બન્ને સક્રિય પોલિફીનોલ્સને લીધે આમળાં લોહીમાંના ગ્લુકોઝના પ્રમાણને ધટાડે છે.

૨)ડાયાબીટીસ નિયંત્રણથએક અભ્યાસ મુજબ આમળાંમાં ગેલિક એસિડ,કોરિલૈગિન ,ઈલાજિક એસિડ અને ગેલોટેનિન જેવાં મહત્ત્વનાં પોષક તત્વો છે.જે અસરકારક એન્ટીઓક્સિડન્ટ(શરીરને ફ્રિ રેડિકલ્સથી થતી હાનિથી બચાવનાર)તરીકે કામગીરી કરે  છે. પરિણામે આમળાં ડાયાબીટીસ નાથવામાં  ઉપયોગી  બને  છે. હાયપરગ્લાયકેમિઆ (લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અસામાન્યપણ વધુ હોવાની સ્થિતિ), ન્યુરોપેથિક  પેઈન  (સંકેતોનું વહન કરતી ચેતાઓને નુકસાન કરતી પીડા)તથા ડાયાબીટીસને કારણે થતી હ્રદયની   તકલીફોને  આમળાં રોકે છે કે તેને   ઘટાડે છે.અન્ય એક  અભ્યાસ  મુજબ આમળાંનો રસમાંનું  મેટાબોલિક ક્વેરસેટિન લોહીમાંના  ગ્લુકોઝને ઓછો કરે છે અને એ રીતે આમળાં  ડાયાબીટીસને  નિયંત્રણમાં રાખવામાં ઉપયોગી છે.

શરીરના વજનના પ્રતિ કિલોગ્રામે ૭૫ મિ.લી. ક્વેરસેટિનનો  ડોઝ  સાત  દિવસ લેવાથી  બ્લડ  ગ્લુકોઝમાં  ૧૪.૭૮  ટકા  સુધીનો ઘટાડો થાય છે તો શરીરના વજનના 

પ્રતિ કિ.?ગ્રામે ક્વેરસેટિનનો ૫૦ થી ૭૫  મિ.લી.નો ડોઝ ટ્રાઈગ્લિસરાઈડ્સ(હ્રદયની નસોને  બ્લાક  કરતો  પદાર્થ) અને  ટોટલ કોલેસ્ટ્રોલના  સ્તરને સુધારે  છે. આ  બન્ને અભ્યાસ દર્શાવે છે કે ક્વેરસેટિન અસરકારક રીતે ડાયાબીટીસ નિયંત્રણમાં રાખી શકે છે. 

૩)રોગપ્રતિકારક  શકિત  અને  આમળાં :   રોગપ્રતિકારક શકિત અને આમળાંને ગાઢ  સંબંધ છે.સ્વાદુપિંડ(ટાઈપ વન ડાયાબીટીસ)

દ્વારા ઈન્સુલિનનું ઉત્પાદન અને ઈન્સુલિન  (ટાઈપ ટુ)દ્વારા ગ્લુકોઝનું પાચન વધતા જતા પ્રમાણમાં રોગપ્રતિકારક શકિત પર આધાર રાખે છે.

આમળાંમાં નૈસગક સ્વરુપે જ વિટામિન સી,ફાઈબર,ટેનિન્સ,એમિનો એસિડ અને પોલિફીનોલ્સ હોય  છે.આ તમામ તત્વોમાં   સોજા  વિરોધી  તથા  આક્સીકરણ

(આક્સિજનના  રીએક્શનને  કારણે રાસાયણિક પદાર્થમાં થતા ફેરફારની પ્રક્રિયા)વિરોધી ગુણધર્મ છે.જે શરીરની રોગપ્રતિકારક શકિતને મજબૂત કરે છે.    વારંવારની સોજાથી પેનક્રિયાસના બેટા સેલ(કોષ)ને નુકસાન થાય છે.પરિણામે પૂરતા પ્રમાણમાં ઈન્સુલિન પેદા થતું નથી અને છેવટે ડાયાબીટીસ થાય છે.લાંબા સમય સુધી લોહીમાં ગ્લુકોઝ જમા થતો રહે તો રોગપ્રતિકારક વ્યવસ્થા નબળી પડે છે અને ડાયાબિટિક વ્યક્તિ માટે વિવિધ જાતનાં ઈન્ફેકશનનોનું જોખમ વધે છે. આ સ્થિતિમાં આમળાંના સેવનથી રોગપ્રતિકારક શકિત વધુ મજબૂત થાય છે, ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે,ચેપી રોગો તથા  ડાયાબીટીસથી થતી આરોગ્યની સમસ્યાઓ  સામે રક્ષણ આપે છે.

સ્વાદિષ્ટ મુરબ્બા,ચ્યવનપ્રાસ,જ્યૂસ, સૂકવણી કરીને બનાવેલા  મુખવાસ, નમકના પાણીમાં આથીને કે  સીધેસીધા સ્વરુપે ખાઈ શકાય.  આમળાં વિટામિન સીનું પાવરહાઉસ છે.દાહ,પાંડુરોગ,રક્તપિત્ત,અરુચિ,ત્રિદોષ , દમ,ખાંસી,ર્શ્વાસ રોગ, કબજિયાત, ક્ષય, છાતીના રોગ, હ્રદયરોગ, મૂત્રવિકાર એમ અનેક રોગોને નષ્ટ કરવાની શકિત આમળાંમાં  છે. તે વીર્યને પુષ્ટ કરી પૌરુષત્વને વધારે છે, શરીરની  ચરબી ઘટાડી  મોટાપો દૂર કરે છે. માથાના વાળને કાળા,લાંબા અને જાડા રાખે છે.વૃદ્ધત્વને અટકાવે છે.આમ આમળાં અત્યંત સ્વાસ્થ્યવર્ધક છે.                               

સામાન્ય રીતે તે ભારતીય ગુસબેરી તરીકે  ઓળખાય છે તો સંસ્કૃતમાં આ રસાયણ ફળને ગામતરી,ધાત્રી,ગમૃતા કહે છે.દરરોજ એક આમળું  ખાઈએ તો  શરીરની  તમામ 

મૂળભૂત  પોષક જરૂરિયાત પૂરી થઈ જાય એ  તેનો અનુભવસિદ્ધ ગુણ છે.અમૃતમાં તમામ રસ હોવાથી તે અમરત્વ આપે છે જ્યારે આમળાં અને હરડેમાં પાંચ રસ હોય છે. એટલે અમૃત પછીના બીજા સ્થાને આ બન્ને  ફળને ગણવામાં આવે છે.

- મહેશ ભટ્ટ