શિયાળાની મોસમમાં પણ સ્ટાઇલિશ લુક અપનાવો
ટ્રેન્ડી લુક.. હોટ સ્ટાઈલ... દરરોજ ખાસ દેખાવાની ઇચ્છા.. આ જ તો ફેશન વર્લ્ડ છે. જ્યાં રોજેરોજ નવી સ્ટાઈલ હોય છે. દરેક ઋતુનો અલગ અંદાજ હોય છે. ફરી એક વખત ઋતુ બદલાઈ છે અને નવી ફેશન આવી ગઈ છે. હવે શિયાળાની ફેશનનો અર્થ માત્ર ગરમ કપડાં પહેરવા એવો નથી રહ્યો. જો તમે ફેશન એક્સપર્ટની સલાહ માનો તો આ મોસમમાં પણ ફેશનેબલ અને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો. બસ એના ફેશનમંત્રને અપનાવો અને બની જાઓ ફેશનેબલ અને સ્ટાઇલિસ્ટ...
- શિયાળાની ઋતુ બ્રાઈટ અને હળવા રંગોની છે. તેથી આવા કલરના પોશાકને તમારા વોર્ડરોબમાંથી બહાર કાઢો અને પહેરવાનું શરૂ કરી દો.
- આજકાલ વિન્ટર સિઝનમાં લાંબો કોટ ફેશનમાં છે તેથી તેને તમારા વોર્ડરોબમાં જરૂર સામેલ કરો. આનાથી તમને સ્માર્ટ લુક મળશે તેમ જ ફોર્મલ, કેઝ્યુઅલ અને પાર્ટી દરેક લુક માટે યોગ્ય પસંદગી સાબિત થશે.
- આવા લાંબા કોટને તમે ઘેરા રંગની લેગિંગ્સ સાથે પહેરશો તો તમારો દેખાવ કંઈક ઓર જ લાગશે.
- જો તમારું શરીર સ્થૂળ હોય તો પણ તમે સિલ્ક કે સાટિન જેવા પાતળા ફેબ્રિકનો કોટ સિલેક્ટ કરી શકો છો.
- એક કરતા વધુ પ્રિન્ટસ કમ્બાઈન કરીને પહેરો. જે સ્ટાઇલિશ લાગશે. જેમ કે ચેક્સને ફલોરલ પ્રિન્ટ સાથે અથવા સ્ટ્રાઈપ્સને ગ્રાફિક પ્રિન્ટ સાથે મિક્સ- મેચ કરીને પહેરી શકાય છે.
- ચેક્સ હમણા ઘણા સમયથી ફેશનમાં છે અને આ વર્ષે શિયાળામાં પણ રહેશે. તેથી હળવા રંગોના ચેક્સ પ્રિન્ટવાળા ડ્રેસીસ જરૂર ખરીદો.
- ચેક્સ પ્રિન્ટમાં બધા જ પ્રકારના પાશોક સારા લાગે છે જેમ કે ડ્રેસ, જેકેટ, શર્ટ, સ્કર્ટ, ટાઈટ્સ અથવા ટ્રાઉઝર્સ વગેરે.
- જો તમે ચેક્સ પ્રિન્ટવાળા કપડાં પહેરવા માગતા ન હો તો તેનો પ્રયોગ બેગ, પર્સ, બેલ્ટ વગેરે એસેસરીઝમાં કરી શકાય.
- લેયરીંગને તમારું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવો. એ સ્માર્ટ તો લાગે જ છે અને ઠંડી હવાથી તમને રક્ષણ પણ આપશે.
- લેયરીંગ માટે તમે થોડા કલરફુલ લેગિંગ્સ અને જેકેટ્સ ખરીદીને તમારા વોર્ડરોબમાં સામેલ કરો. એ તમારા સિમ્પલ ડ્રેસને પણ કલરફુલ લુક આપશે.
- બ્લેક એન્ડ વ્હાઈટનું કોમ્બિનેશન ટ્રાય કરો. એની સાથે કલરફુલ શ્રગ અને સ્ટોલ પહેરો અને બ્રાઈટ કલરની એસેસરીઝ જેમકે પર્સ, ફૂટવેયર, ઇયરરિંગ્સ બેલ્ટ્સ દ્વારા સ્ટાઇલિશ લુક આપો.
- લેયર્ડ ટોપને શોર્ટ સ્કર્ટ અને બેલ્ટની સાથે ટીમ કરીને પહેરો. બોટમ વેયરની રીતે કોન્ટ્રાસ્ટ કલરના ટાઈટ્સ પહેરી શકાય. બ્રાઈટ કલરની એસેસરીઝથી આઉટફિટને હાઈલાઈટ કરો. એ ફેમિનાઈન લુક આપશે.
- ટ્રાન્સપેરેન્ટ ફેબ્રિકને બ્રાઈટ કલર અને પ્રિન્ટ સાથે લેયર કરીને પહેરો જેનાથી સુંદર અને સ્ટાઇલિશ લુક મળશે.
- શિયાળામાં ફલોરલ પ્રિન્ટસ પણ ફ્રેશ લુક આપે છે. તેથી વાઈબ્રન્ટ ફલોરલ પ્રિન્ટવાળા ડ્રેસીસને તમારું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવો.
- જો તમે ફલોરલ પ્રિન્ટવાળા ડ્રેસ પહેરવા માગતા હો તો એસેસરીઝ બને ત્યાં સુધી ઓછી જ પહેરવી.
- આજકાલ જમ્પ સૂટ પણ ફેશનમાં છે તેથી ઇવનિંગ વેયર માટે સિકવેંડ જમ્પ સૂટ પહેરો. પરંતુ ઓફિસ અથવા દિવસ દરમિયાન પહેરવા માટે પ્લેન અથવા પ્રિન્ટેડ જમ્પ સૂટ સિલેક્ટ કરો એની સાથે ક્રોપ્ડ જેકેટ કમ્બાઈન કરો.
- ફૂટવેયરમાં આજકાલ ગ્લેડિયેટર્સ અને સ્ટિલેટોઝ ફેશનમાં છે તેથી તેને તમારા સ્ટાઈલ અપડેટમાં જરૂર સામેલ કરો.
- આમ તો બ્લેક કલર બધી સીઝનમાં ચાલે છે અને ફેશનવર્લ્ડનો મનપસંદ કલર છે અને શિયાળામાં એ વધારે સુંદર લાગે છે તેથી બ્લેક કલરના આઉટફિટ્સને તમારા વોર્ડરોબમાં સામેલ કરો.
- બ્લેક સાથે પીળો, પર્પલ, ગુલાબી વગેરે બ્રાઈટ કલરના જેકેટ, ફૂટવેયર અથવા સ્ટોલ પહેરો. એ તમને ડિફરન્ટ લુક આપશે.
- સ્કિન ટાઈટ ડ્રેસીસ હવે આઉટ ઓફ ફેશન છે તેથી એવા ડ્રેસ પહેરો જે કમ્ફર્ટેબલ હોય.
- શિયાળામાં ઘેરા રંગ સુંદર લાગે છે. પર્પલ, સફાયર, બ્લુ, રૂબી રેડ, ટરકોય જેવા બ્રાઈટ જ્વેલ ટોન્સ આ સિઝનની હોટ ચોઈસ છે તેથી તેને તમારા ફેશનવર્લ્ડમાં સામેલ કરો.
- જો તમારો ડ્રેસ બ્રાઈટ કલરનો હોય તો જ્વેલરી કોન્ટ્રાસ્ટ રંગની પહેરો આમપણ આજકાલ મેચિંગ જ્વેલરીનો ટ્રેન્ડ નથી.
- વધારે સ્ટાઈલિશ લુક માટે સ્લીવલેસ અથવા નૂડલ સ્ટ્રેપ ગાઉન સાથે ફર જેકેટ, ફેધર શ્રગ કે સ્ટાઈલિશ સ્ટોલ પહેરી શકાય.
- ફ્યુઝન લુક માટે બ્રાઈટ કલર્સ સાથે ઇન્ડો-વેસ્ટર્ન ટ્રાય કરો જેમ કે સિગારેટ પેન્ટ સાથે કુર્તી અને લોન્ગ કે એ લાઈન સ્કર્ટ સાથે કોર્સેટ પહેરી શકાય.
- સાડીઓ તો ઓલટાઈમ ફેવરિટ છે જ. જો ઇન્ડિયન લુક અપનાવવા ચાહો તો એક-બે એથનિક સાડીઓ પણ તમારા વોર્ડરોબમાં જરૂર રાખો.
- જો શિયાળામાં મેકઅપની વાત કરીએ તો સ્મોકી આંખો સુંદર લાગે છે તેથી આંખોને નશીલો લુક આપવા માટે આંખોની બન્ને પાંપણ પર તેમજ નીચે બ્લેક કાજલ લગાવો. હવે કાજલને ઘેરા રંગના આયશેડો સાથે બ્લેન્ડ કરો. ડાર્ક ગ્રીન, ગ્રે અને બ્લુ સ્મોકી આયઝ માટે પરફેક્ટ શેડ છે. હવે લિક્વિડ આયલાઈનરથી આંખોને પરફેક્ટ શેપ આપો અને છેવટે મસ્કરાના બે-ત્રણ કોટ લગાડો અને મેળવો સ્મોકી લુક.
- હિમાની