નવા વર્ષમાં નવા અને ફેશ લુક સાથે શરૂઆત કરવાથી વધારે સારું વળી બીજું શું હોઈ શકે. જાણો નવો લુક મેળવવાની કેટલીક મહત્ત્વની ટિપ્સ :
૧. પીચ બ્યૂટિ : તમારા ગાલ તથા ફોરહેડને ઉભાર આપવા માટે સોફ્ટ પીચ કલર્ડ બ્લશનો ઉપયોગ કરી શકો છો. તેને દિવસે-રાત્રે કોઈપણ સમયે ઉપયોગમાં લઈ શકો છો.
૨. ગ્લિટર : બોલ્ડ તથા પહોળી ભ્રમર સિલ્વર સીક્વેસ સાથે લોકોનું ઘ્યાન આકષત કરે છે જ્યારે હોલીવુડ સટાર્સ ગ્લિટરી મેહરાબનો શણગારવા માટે ગ્લિટર તથા રંગીન કાજલનો ઉપયોગ કરી શકો છો.
૩. ગ્લોસી ટૂ મેટ : જો તમારો ગમતો શેડ મેટ નથી, તો ચિંતા કરવાની જરૂર નથી, એક ટિશ્યૂનો ટુકડો હોઠ પર મૂકો. ત્યાર પછી પાઉડરથી મુલાયમ બ્રશને હોઠ પર ફેરવો. પછી ટિશ્યૂને દૂર કરો અને લિપસ્ટિક લગાવો.
૪. તેજ કંટ્રરિંગ : તેજ અને સરળ કંટૂરિંગ માટે એક કાર્ડ લો તથા બાંઝરની મદદથી ગાલ પર બ્લડ કરો, જેથી તમે શાર્પ અને પક્કી ચીક્સ મેળવી શકો.
૫. ફ્લેકી સ્કિન : ફ્લેકી સ્કિન તમારી ચમકતી સુંદરતા તથા ફાઉન્ડેશનની ચમકને પણ ફિક્કી પાડી દે છે. જો સ્કિન ફ્લેકી થવા લાગે તો હળવા ઓક્લૂસિવ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. કેટલાક ટીપાં તેલના પણ લગાવી શકો છો. મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે હાઈડ્રેટિંગ સ્પ્રે ચહેરા પર કરો.
૬. ફેધરી આઈલેશિઝ : સુંદર અને જાડી આઈલેશિઝ માટે આંખનો મેકઅપ ખૂબ જરૂરી છે. મસકારા લગાવતા પહેલાં થોડો પાઉડર પાંપણ પર લગાવો, પછી મસકારા લગાવો. તેનાથી તમે ધરી આઈલેશિઝ મેળવી શકો છો. આંખના છેડા પર સફેદ મસકારાનો એક કોટ લગાવો, જે તમારી આંખને અલગ ચમક આપશે.
૭. ન કરો કેક ફેસ મેકઅપ : કેક ફેશ મેકઅપથી બચવા માટે મેક ફિક્સ સ્પ્રેને હેર પર સ્પ્રે કરો. તેને તમારા ઘરે પણ ગ્લિસરીન તથા રોઝવોટરની મદદથી બનાવી શકો છો. તેનાથી મિશ્રણ મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે તથા ચહેરાના ગ્લોને પણ જાળવી રાખે છે.
૮. કંસીલરને હળવું રાખો : જો તમે હેવી કંસીલર લગાવી
રાખ્યું છે, તો તેની મદદથી આંખ નીચેના ડાર્ક સર્કલ્સ ઘટાડી શકાય છે. તેનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો.
૯. લિપસ્ટિક વિના મેકઅપ : જો તમારી પાસે લિપસ્ટિક નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. આઈશેડો તથા લિપગ્લોસની મદદથી તમે એક સારો લિપ કલર મેળવી શકો છો. પહેલાં હોઠ પર લિપગ્લોસ લગાવો. પછી તમારી પસંદનો કોઈ પણ આઈશેડો તેની પર લગાવો.
૧૦. સુંદર અને સ્વસ્થ હોઠ : મહિલાઓ ઘણી વાર મેટ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. હોઠની સુર દૂર કરવા માટે પેટ્રોલિયમ જેલી પણ હોઠ પર લગાવી શકાય છે. તે હોઠને ચમક પ્રદાન કરે છે, સાથે હોઠને શિયાળાની મોસમમાં ડ્રાય થતા પણ બચાવે છે.
૧૧. આંખને વાઈટ આઈલાઈનરથી ઉભારો : આંખને મોટી દેખાડવા માટે વાઈટ આઈ પેન્સિલને આંખ નીચેની આઈલીડ પર લગાવો, તમારા આઈશેડોને પણ વાઈટ આઈલાઈનરના એક સ્ટ્રોકની મદદથી ઉભારી શકો છો જેથી તે આઈશેડોના શેડથી વધારે ડાર્ક ન લાગે.
૧૨. લોંગ લાફ્ટિંગ બ્લશ : ગાલને લાંબા સમય સુધી બ્લશ આપવા માટે કેટલીક સરળ વસ્તુ જેમ કે લિપસ્ટિકનો હળવો શેડ ગાલ પર લગાવી આંગળીની મદદથી ગ્લેંડ કરો.
૧૩. મેળવો વાઈબ્રેન્ટ આઈશેડો : સફેદ પ્રાઈમરની મદદથી તમારા ડલ આઈશેડને ઉભારી શકો છો. તેને પ્રાઈમર લગાવતા પહેલાં લગાવો. ત્યાર પછી આઈશેડો લગાવીને રિંગ ફિંગરની મદદથી પેંડ કરો. તેનાથી તમે સુંદર અને વાઈબ્રેટ આઈઝ મેળવશો.
૧૪. ફિક્સ અનઈવન આઈલાઈનર : આઈલાઈનર આંખના મેકઅપનું એક મુખ્ય અંગ છે. જો અનઈવન આઈલાઈનર સાથે તમને સમસ્યા થાય છે તો તમે મેટલિક બ્રાઉન કે ગ્રે શેડનો ઉપયોગ કરી શકો છો. તે આંખને સ્મોકી લુક પ્રદાન કરશે.
૧૫. કોલર બોનને ઉભારો : કોલર બોનને હાઈલાઈટ કરવા માટે નિયોન શેડનો પણ ઉપયોગ કરી ગાલને વધારે શાઈની બનાવી શકો છો.
૧૬. કાંડું અને ચહેરો એકસમાન : જ્યારે પણ મહિલાઓ મેકઅપનો ઉપયોગ કરે છે, ચહેરો વાઈટ જ હોય છે. તે રીતે પોતાના કાંડાને વાઈટ બનાવવા માટે બીબી ક્રીમ કે ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકે છે.
૧૭. બ્યૂટિફુલ આઈઝ : કાજલ લગાવતા પહેલાં સારું રહેશે કે આંખમાં કોંપેક્ટ લગાવો. તેનાથી કાજલ સારી રીતે લાગશે.


