પૌષ્ટિક તત્ત્વોનો અને ખાસ તો પ્રોટીનનો ભંડાર છેઃ સુકો મેવો
એક તરફ ચૂંટણીની મોસમ જામવાની રહી છે તો બીજી તરફ લગ્નની. આવા ઼ સંજોગોમાં બજારમાં સૂકા મેવાનો ઉપાડ ખૂબ જ વધી ધી જવાનો, લગ્નમાં વાનગીઓમાં સૂકો મેવો છૂટથી વપરાવાનો તો બીજી તરફ ચૂંટણીઓમાં લોકોને ભેટ- સોગાદ આપવા માટે સૂકા મેવાના બોક્સ છૂટથી વહેંચાવાના. સૂકો મેવો ખૂબ જ પૌષ્ટિક આહાર ગણાય છે, પણ એના ભાવ એટલા આસમાને પહોંચેલા હોય છે કે તળિયે બેઠેલા માણસને તો માંડ વરસના વચલા દહાડે ખાવા મળતો હોય છે. તહેવારો પર મીઠાઈ વહેંચવાની પરંપરા તો ખૂબ જૂની છે, પણ હવે મીઠાઈને લોકો મધ્યમ વર્ગની વસ્તુ ગણતા થઈ ગયા છે. દેખાડો કરવો હોય અને માનમોભો દેખાડવો હોય તો મીઠાઈને બદલે સૂકા મેવાનું બોકસ મોકલવું જોઈએ એવો પૈસાદાર લોકો આમાં રાખે છે. જોકે, આ બોક્સ બનાવવામાં ઘણીવાર એવું થતું હોય છે કે વધારે કોલિટીવાળા સૂકા મેવાનો ભાવ લઈ વેપારીઓ હલકી ક્વોલિટીવાળા સૂકા મેવા પેક કરીને મોકલી દે છે. આ રીતે એ વધારે કમાણી કરી લેતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી સૂકા મેવાના ભાવ આસમાને પોં છે. એટલે પૈસાદારોએ પણ અને ખાતા વિચાર કરવો પડે છે.
સૂકો મેવો આપણા દેશમાં હજારો વરસોથી આવતો રહ્યો છે. આપણા દેશમાંય કાજુ જેવા સૂકા મેવાનો મબલખ પાક થાય છે.
અફઘાનિસ્તાનથી કાબૂલી પઠાણો ગધેડા પર લાદીને સૂકો મેવો ભારતમાં લાવીને વેચતા હતા. આ કાબૂલીઓ સંતોષી વેપારી હતા એટલે થોડીક કમાણીમાં સંતોષ માનતા હતા. રવીન્દ્રનાથ ટાગોરની કાબૂલીવાલાની વાર્તા તો ખૂબ જ જાણીતી છે. આજે આવા કાબૂલીવાલા નો નથી જોવા મળતા. ભારતના ભાગલા પડયા એ પછી કાબૂલી પઠાણોનો સુકા મેવાનો વેપાર બંધ થઈ ગયો. આ પછી સૂકા મેવાની આપાત ચાલુ થઈ હતી જે અફધાનિસ્તાન અને ઇરાનથી જ કરવામાં આવતી હતી. આ દેશોમાં અમેરિકાનો ઉમેરો પણ ધર્યો હતો.
અમેરિકાના પિસ્તા અને બદામ ખૂબ મોટા પાયે આયાત થવાના શરૂ થયા. બીજી તરફ અખાતી દેશોમાંથી ખજૂર અને ખારેક ભારત આવવી શરૂ થઈ. ખજૂર અને ખારેકને સહુથી સસ્તી જાતનો સૂકો મેવો ગણવામાં આવે છે. સૂકો મેવો ઉત્તમ જાતનું સત્ત્વ ગણાય છે. સૂકા મેવામાં કાજુ, બદામ પિસ્તા અખરોટ, અંજીર જરદાલુ, ખજૂર, ખારેક, સૂકી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, ચારોળી વગેરેનો સમાવેશ થાય છે. સૂકો મેવો ખૂબ જ પૌષ્ટિક આહાર ગણાય છે. જો નિયમિત રૂપે સૂકા મેવાનું સેવન કરવામાં આવે તો તંદુરસ્તી અકબંધ રહે છે અને મગજ તેમજ યાદશક્તિ તેજ બને છે. ભારતમાં સૂકા મેવામાં કાજુ પુષ્કળ પ્રમાણમાં થાય છે. જ્યારે બાકીનો સૂકો મેવો બહા૨થી આયાત થાય છે. કાજુની નિકાસ કરી એની જગ્યાએ બીજા સૂકા મેવાને આયાત કરવામાં આવે છે. જો પાકિસ્તાન સાથેના સંબંધો સુધરે અને પાકિસ્તાનના રસ્તે સૂકો મેવો આયાત કરવામાં આવે તો ખૂબ સસ્તો પડી શકે એમ છે. તે કે અત્યારે તો સૂકા મેવાના ભાવ આસમાને છે એમ માનીને જ ચાલવું રહ્યું, સૂકા મેવાના વપરાશમાં ભારત ખૂબ જ આગળ પડતું છે. એમાંથ ખારેકનો ઉપયોગ ભારત સિવાય બીજું કોઈ દેશ કરતું નથી. આપણે ત્યાં મીઠાઈ અને બીજી વાનગીઓમાં સૂકા મેવા વપરાય છે. સૂકા મેવામાં અનેક જાત આવે છે, પણ કાજુમાં ગોવાના કાજુ ખૂબ જ વખણાય છે. દેખાવમાં મોટા હોય એવા કાજુ સારા ગણાય બદામમાં મામરો' અને 'અમેરિકન બદામ' સારી ગણાય છે. અફવાનિસ્તાનના મગજ નામે ઓળખાતા પિસ્તા ખૂબ જ મશહૂર છે. અખરોટમાં જેના કોચલા પાતળા અને જલદી તૂટે એવા સોફટ હોય એ અખરોટ સારા ગણાય છે. કિશમિશ લિલાશ પડતી ઝાંયવાળી અને હાલ હોય એ સારી ગણાય છે. નાની-મોટી જાત હોય છે, પણ એના ગુણમાં ખાસ ફરક જોવા નથી મળતો. સૂકા મેવાનો ઉપયોગ મીઠાઈમાં, આઈસક્રીમમાં અને ચોકલેટમાં મોટા પ્રમાણમાં થાય છે. જોકે, આ બધી વસ્તુઓમાં વપરાતા સૂકા મેવા હલકા પ્રકારના હોય છે. બીજા વિશ્વયુદ્ધ પછી મિલિટરીના સૈનિકોને ખાવા માટે એવા ખોરાકની જરૂર પડી જે લાંબા સમય સુધી ટકી શકે, કદમાં વધુ ન હોય અને પૌષ્ટિકતામાં જીવન બચાવી શકનારું હોય ત્યારે મુંબઈના કેટલાંક વેપારીઓએ 'સરવાઇવલ રેશન' નામના ખોરાક બનાવીને લશ્કરમાં આપવાની શરૂઆત કરી હતી. ૧૯૬૫માં લશ્કરના જવાનો માટે સૂકા મેવાના રોટલા બનાવીને મોકલવામાં આવતાં હતાં.
સૂકા મેવામાં કાજુ એક એવી વસ્તુ છે જે ભારતમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. ભારતમાં કાજુની ખેતી દરિયાકિનારે થાય છે. આજે ભારત દુનિયાન ૫૦ ટકા કાજુ નિકાસ કરે છે. કાજુ એ ભારતની પેદાશ નથી. એને પોર્ટુગીઝ લોકો ભારત લાવ્યા હતા. કાજુનો સહુથી વધુ વપરાશ અમેરિકામાં થાય છે. ભારતમાં એકલા કેરળ રાજ્યમાં જ ૨૦ ટકા કાજુ પાકે છે. ગોવાના કાજુ પણ ખૂબ વખણાય છે. દુનિયાના ઘણા મહારાજાઓએ કાજુને શાહી ખાન પાનની ઉપમા આપી હતી. રશિયાનો બાદશાહ ઝાર તો પોતાના જન્મદિવસે પ્રજામાં કાજુ વહેંચાવડાવતો હતો. કાજુ આપણા માટે કમાઉ દીકરો છે. દર વરસે આપણને એ ૧૦૦ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે. કાજુ ગરમ પ્રકૃતિના ગણાય છે એટલે દ્રાક્ષ, ખાંડ કે મધ જેવી ઠંડી વસ્તુઓ સાથે જ એનું સેવન કરવું જોઈએ. કાજુનું પ્રોટીન શરીરમાં ખૂબ જ સહેલાઈથી પચી જાય છે.
બદામને સૂકા મેવાની રાણી ગણવામાં આવે છે, કારણ ક ે કિંમતમાં એ ખૂબ મોંઘી છે. એવું કહેવાય છે કે બદામ ભલે મોંઘી હોય એના શરીરને થતાં લાભ જોઈને એનું સેવન કરવું મોંઘો સોદો નથી ગણાતો. મગજ અને શરીરની શક્તિ માટે બદામ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. બદામ એવા લોકોએ જ ખાવી જોઈએ જે એને પચાવી શકે. ભારતમાં જમ્મુ અને કાશ્મીરમાં સારી જાતની બદામ થાય છે. બદામ ખાવાથી યાદશક્તિ તીવ્ર બને છે એટલા માટે જ કમજોર યાદશક્તિના લોકોને બદામના કોથળામાં માથું નાખીને સૂઈ જાવ એવી સલાહ અપાય છે. જોકે, આ સલાહ પાળવી ખૂબ જ મોંઘી પડી શકે છે. આરબ દેશોમાં એવી કહેવત હતી કે જે માણસ લાંબી સફરમાં બદામ સાથે રાખે તે કદી ભૂખે મરતો નથી. બદામનું અથાણું ખૂબ જ મોંઘું પડે પણ શરીર અને મગજ માટે આ અથાણું ખૂબ સારું ગણાય છે. અમેરિકામાં ઘણા ગુજરાતી કુટુંબોમાં બદામનું અથાણું ખવાય છે. અમેરિકામાં કેલિફોનયાની બદામ ખૂબ જ વખણાય છે. અહીંની લેવર્ડ બદામ પણ ખાવા જેવી હોય છે. ફલેવર્ડ બદામમાં ખારી બદામ, ભુજેલી બદામ, ચીઝ બદામ, ઓનિયન બદામ, લસણવાળી બદામ વગેરે અલગ-અલગ જાતની બદામ વેચાય છે. અમેરિકામાં બદામનું બનેલું બટર પણ ખૂબ વેચાય છે. બદામનો પાક ભલે અમેરિકામાં થતો હોય પણ સ્પેન અને ઈરાનની બદામ સ્વાદમાં ચઢી જાય એટલી મીઠી હોય છે.
બદામની બે મુખ્ય જાત છે. કડવી અને મીઠી. મીઠી બદામ ખાવામાં વપરાય છે. જ્યારે કડવી બદામ તેલ બનાવવામાં, સૌન્દર્ય પ્રસાધનો બનાવવામાં અને બીજા ઉપયોગમાં આવે છે. કડવી બદામ ખાવામાં નથી વપરાતી કારણ કે કયારેક એ ઝેરી પણ નીકળે છે.
બદામની જેમ જ કેલિફોનયાના પિસ્તા ખૂબ વખણાય છે. આ પિસ્તામાં ફેટ (ચરબી)નું પ્રમાણ ઓછું હોય છે. પિસ્તામાં અફઘાનિસ્તાનના પિતા પણ ખૂબ વખણાય છે. કાજુની જેમ જ પિસ્તામાં ખૂબ પ્રોટીન જોવા મળે છે. આજકાલ રોસ્ટેડ પિસ્તા ખાવાનું ખૂબ જ ચલણ છે. સ્વાદ વધારવા માટે પિસ્તાને મીઠામાં પકાવીને ખવાય છે. પિસ્તા સ્વાદમાં ખૂબ જ સારા હોવાથી એનો શરાબ સાથે પણ ઉપયોગ થાય છે.
અખરોટની રચનામાં કુદરતે મગજની બનાવટની કાપી મારી હોય એવું લાગે છે. કાશ્મીરના અખરોટ ખૂબ વખણાય છે. અખરોટનો ઉપયોગ સૂકા મેવામાં ખાદ્ય પદાર્થ તરીકે નથી થતો, પણ જુદી-જુદી મીઠાઈઓ, આઈસક્રીમ, ચોકલેટ અને પેસ્ટ્રીમાં એ ખૂબ જ વપરાય છે. અખરોટના લાકડાંનું ફનચર ખૂબ જ મશહૂર છે. મગજ જેવું દેખાતું અખરોટ મગજ માટે ખૂબ જ ઉપયોગી છે. અખરોટનું તેલ જંતુનાશક તરીકેનું કામ કરે છે. એની છાલમાંથી બનેલું દંતમંજન વા૫૨વાથી દાંતને કુદરતી ચમક મળે છે.
અંજીર એક સ્વાદિષ્ટ ફળ છે, શાક છે અને સૂકો મેવો પણ છે. એમાં રહેલી સાકર અને ખારાશને કારણે એનું ખાદ્ય પદાર્થ તરીકે ખૂબ મહત્ત્વ છે. અંજીરની ચાર જાતો મશહૂર છે. સાધારણ અંજીર, કેપ્રિ ફિગ, સેન પ્રદ અને સ્પર્ના. અંજીરના પાંદડાં પણ પશુઓ માટે પૌષ્ટિક આહાર ગણાય છે. આયુર્વેદમાં અંજીરને શીતલ, મધુર, તૃપ્તિ આપનારું, વાત, પિત્ત અને કફને ખતમ કરનારું ગણાવાયું છે. અંજીરનો જેમ અને મુરબ્બો પણ ખૂબ સારો બને છે. પરદેશમાં અંજીરની શરાબ પણ બને છે.
જરદાલુ સૂકા મેવા તરીકે ખવાય છે.
જરદાલુ આમ તો ફળ છે. જ્યારે એ સૂકાઈ જાય છે ત્યારે સૂકા મેવા તરીકે વપરાય છે. જરદાલુ સમશીતોષ્ણ પ્રદેશનું ફળ ગણાય છે. જરદાલુ એના સ્ વાદ માટે નહિ, પણ વિટામિન 'એ' અને લોહતત્ત્વ માટે ખૂબ જ મશહૂર છે. આ મધુર ફળ 'ક્ષય' અને રોગોમાં ફેફસાના ખૂબ જ જરૂરી છે. અંજીર કરતા પણ પૌષ્ટિક તત્ત્વોમાં જરદાલુ ચઢી જાય એવો સૂકો મેવો ગણાય છે.
સૂકા મેવામાં ખજૂર સહુથી સસ્તો અને સૂકો મેવો ગણાય છે. આયુર્વેદ પ્રમાણે ખજૂર શીતળ, સ્વાદિષ્ટ, મધુર અને સ્નિગ્ધ હોઈ ભૂખને અને લોહીના વિકાર તેમજ રક્તપિત્તને મટાડે છે. ખજૂર બળકારક હોઈ વાયુનો, પિત્તનો મદનો અને રૂપે મૂર્છાનો નાશ કરે છે. ઇરાકની ખજૂર ખૂબ જ સારી ગણાય છે. જ્યારે અરબ દેશોની ખજૂર ખૂબ મશહૂર છે. મુસ્લિમ ભાઈઓ હજયાત્રાએ જાય છે ત્યારે ત્યાંથી પ્રસાદ તરીકે અરબસ્તાનની ખજૂર લેતા આવે છે. ખજૂરની ચટણી પણ આપણે ત્યાં મશહૂર છે. ખજૂરમાં બદામ નાખીને પણ વેચવામાં આવે છે. બદામવાળી ખજૂર ખૂબ જ સ્વાદિષ્ટ ગણાય છે. સીડલેસ એટલે કે ઠળિયા વગરની ખજૂર પણ ખૂબ જ મશહૂર છે. સૂકા મેવાના બાકસમાં ખજૂર મૂકીને એની પડતર ઘટાડવાની કોશિશ કરવામાં આવે છે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં . ખજૂર ખૂબ ખવાય છે.
ખજૂર જેવી જ દેખાતી ખારેક પણ સૂકા મેવામાં વપરાય છે. લગ્નમાં ખારેકનો ખૂબ ઉપયોગ થાય છે. ચૂરણવાળી ખારેક જમ્યા પછી પાચન માટે લેવાય છે. ખારેક એવો સૂકો મેવો છે જેનો ભારત સિવાય બીજે ક્યાંય ઉપયોગ થતો નથી. ખજૂરના ફળને ઉકાળીને સૂકવવામાં આવે એટલે એ ખારેક બની જાય છે. ખારેકનો ઉપયોગ પ્રસાદમાં અને દવા તરીકે પણ કરવામાં આવે છે.
કિશમિશ એટલે કે સફેદ દ્રાક્ષ અને કાળી દ્રાક્ષ સૂકા મેવા તરીકે વપરાય છે. જોકે, આ બન્ને કાજુ કે પછી બદામ જેવા સૂકા મેવા સાથે મેળવીને ખાવામાં આવે છે. આપણે ત્યાં આઈસક્રીમમાં કાજુ-દ્રાક્ષની ફલેવર ખૂબ જ મશહૂર છે. કાળી દ્રાક્ષ પેટના રોગો માટે ખૂબ મશહૂર છે. કાળી દ્રાક્ષનો ઉપયોગ કરી બ્લેક કરન્ટ નામની આઈસક્રીમની ફલેવર બનાવાઈ છે, જે સ્વાદના શોખીનોમાં ખૂબ જ મશહૂર છે. જ્યારે બ્લેક કરન્ટ નામની પેસ્ટ્રીની ફ્લેવર પણ ખૂબ જ મશહૂર છે. કિશમિશ લોહીને શુદ્ધ કરવાનો ગુણ ધરાવે છે.
સૂકો મેવો જો મર્યાદિત પ્રમાણમાં ખાવામાં આવે તો તંદુરસ્તી સુધારે છે. જોકે, જે લોકોમાં ચરબી વધારે હોય એમણે બદામ, કાજ ુ ન ખાવા જોઈએ. જો આ સૂકા મેવાને ફાંકડા ભરીને ન ખાવામાં આવે તો એના પોષણથી તંદુરસ્તી અને આયુષ્ય સારા ર હે છે. એટલે જો સૂકો મેવો ખાવાની ગુંજાશ ન હોય તો લગ્નમાં કે ભેટમાં જ્યારે પણ સૂકો મેવો મળે એનું સેવન કરી લેવું જોઈએ. ખાવામાં ચટાકેદાર વસ્તુઓ પાછળ પૈસા ખર્ચવાને બદલે એટલી જ કિંમતનો સૂકો મેવો ખાઈ લેવાય તો આગળ જતા કામ આવે છે કેમ કે 'ખાયા પિયા સંગ ચલેગા, બાકી રહા તો જંગ છિડેગા !'