* મારા પપ્પાની ઉંમર ૫૫ વર્ષ છે. તેમની કિડની ફેલ થઈ ગઈ છે. અમે ડાયલિસિસથી પરેશાન થઈ ગયા છીએ. શું આ ઉંમરે તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે?
* મોટાભાગના લોકો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તેમની ઉંમર કેટલી છે. આ પ્રક્રિયા તે તમામ માટે યોગ્ય છે, જેને એનેસ્થેસિયા આપી શકાય છે અને કોઈ એવી બીમારી ન હોય કે જે ઓપરેશન પછી વધી જાય જેમ કે કેન્સર વગેરે. ગંભીર હૃદય રોગ, કેન્સર કે એઈડ્સ હોય તો તેમના માટે ટ્રાન્સપ્લાન્ટ સલામત અને અસરકારક નથી. બાકીની દરેક વ્યક્તિ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે, જેના શરીરમાં સર્જરીની અસર સહન કરવાની ક્ષમતા હોય.
* કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી કઈ સાવચેતી રાખવી જોઈએ?
* આ કોઈ બીજાની કિડની છે તેથી જ્યાં સુધી શરીર આ નવી કિડની સ્વીકારી ન લે ત્યાં સુધી અચૂક દવા લો. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી નીચેની સાવચેતી રાખો :
* સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
* ધૂમ્રપાન છોડો.
* પૌષ્ટિક ભોજન લો.
* વજન ઘટાડો.
* સંક્રમણથી બચવા જરૂરી ઉપાય કરો.
* એવા સ્થળ કે વ્યક્તિથી દૂર રહો, જેનાથી સંક્રમણ થવાનો ડર રહે.
* બીમારી ન હોય તો ડૉક્ટરની સલાહ વિના દવા ન લો.
* જ્યારે પણ કોઈ ડૉક્ટર પાસે ઈલાજ કરાવવા જાઓ તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે જરૂર જણાવો.
* મારા પતિનું તાજેતરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે. હું જાણવા ઇચ્છુ છું કે નવી કિડની કેટલાંય સમય સુધી ચાલે છે?
* તે ક્યા ડોનર પાસેથી લીધી છે તેની પર નિર્ભર છે કે કિડની કેટલી ચાલશે. કિડનીનું બ્લડ ગુ્રપ અને ટિશ્યૂ કેટલી સારી રીતે મેચ થાય છે? જે વ્યક્તિએ કિડની મેળવી છે તેની ઉંમર કેટલી છે અને તેનું સ્વાસ્થ્ય કેવું છે?
૮૦-૯૦ ટકા લોકોની ૧ વર્ષ સુધી.
૭૦-૮૦ ટકા લોકોની ટ્રાન્સપ્લાન્ટના પાંચ વર્ષ સુધી.
૫૦ ટકા લોકોની ૧૦ વર્ષ સુધી.
* ભારતમાં કિડની કોણકોણ દાન કરી શકે છે?
* બીજા અંગની જેમ કિડની દાન કરવી પણ શક્ય છે. જીવિત વ્યક્તિ એક કિડની દાન કરી શકે છે કારણ કે જીવિત રહેવા માટે માણસને એક કિડનીની જરૂર પડે છે. લીવિંગ ડોનેશન કહેવામાં આવે છે. જે લોકો કિડની દાન કરવા ઇચ્છે છે તેની સાવચેતીપૂર્વક તપાસ કરવામાં આવે છે, તે નિશ્ચિત કરવા માટે કે તે વ્યક્તિ દાન કરવા અને કિડની કાઢવા જરૂરી ઓપરેશન માટે ઉપયુક્ત છે.
લીવિંગ ડોનેશન નજીકના સંબંધીમાંથી આવે છે કારણ કે તેમનું બ્લડ ગુ્રપ અને રેશા સમાન હોવાની શક્યતા વધારે હોય છે.
જ્યારે કોઈ મૃત વ્યક્તિ, જેને બ્રેન ડેડ જાહેર કરી હોય. તેની પાસેથી કિડની મેળવી શકાય છે તે તેને ડિઝિઝડ્ કેડાવર ઓર્ગન ડોનેશન કહેવામાં આવે છે.
* શું કિડની મેળવનારી વ્યક્તિનું બ્લડ ગ્રુપ અને ડોનરનું બ્લડ ગુ્રપ સમાન હોવું જોઈએ?
* હા, આદર્શ સ્થિતિ તો આ જ છે, પરંતુ જો બ્લડ ગ્રુપ મેચ ન થાય તો કોઈ અન્ય ડોનર સાથે એક્સચેન્જ કરી શકો છો, જેનું બ્લડ ગુ્રપ તેના પ્રાપ્તકર્તા સાથે મેચ થતું નથી, પરંતુ ઈનકંપેટિબલ કિડની ટ્રાન્સપ્લાન્ટના લીધે ડોનર અને મેળવનારનું બ્લડ ગુ્રપ અલગ અલગ હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે.
પહેલાં એ સમસ્યા હતી કે અસમાન બ્લડ ગ્રુપવાળી વ્યક્તિની કિડની મેળવનારની સામાન્ય પ્રતિરોધક ક્ષમતા પર હુમલો કરીને તેના જીવને જોખમમાં મૂકે છે, પરંતુ હવે એબીઓ ઈનકંપેટિબલ ટ્રાન્સપ્લાન્ટ નામના ઈમ્યુન કંડિશનિંગ પ્રક્રિયા દ્વારા પ્રાપ્તકર્તા અન્ય બ્લડ ગુ્રપવાળા દાનકર્તાની કિડનીને ગ્રહણ કરવામાં સક્ષમ બની શકે છે.
* કિડની ટ્રાન્સપ્લાન્ટ કેમ જરૂરી છે?
* કિડનીનું મુખ્ય કાર્ય નકામા પદાર્થને યુરિનમાં ફેરવીને તેમને શરીરની બહાર કાઢવાનું છે. જો કિડની પોતાની ક્ષમતા ગુમાવી દે તો નકામા પદાર્થ શરીરમાં એકત્ર થવા લાગે છે, જે જીવન માટે જોખમી છે.
સંક્રમણના લીધે કિડની ખરાબ થઈ જાય કે કિડની ફેલ થઈ જાય તો કોઈ સ્વસ્થ વ્યક્તિમાંથી બીમાર વ્યક્તિમાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી છે. જે લોકોની કિડની બિલકુલ કામ ન કરતી હોય કે ખૂબ ઓછું કામ કરતી હોય તેમને પણ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપવામાં આવે છે.
* ડાયગ્નોસિસથી ખબર પડી છે કે મારા પતિની કિડની ખૂબ જ નુકસાનગ્રસ્ત છે. હું જાણવા ઇચ્છુ છું કે કિડની ફેલ્યર શું હોય છે?
* કિડની ફેલ્યર ત્યારે થાય છે જ્યારે તમારી કિડની તમારા રક્તમાંથી અચાનક નકામાં પદાર્થને ફિલ્ટર કરવાનું બંધ કરી દે છે. જ્યારે તમારી કિડની ફિલ્ટર કરવાની ક્ષમતા ગુમાવી દે છે, શરીરમાં નકામા પદાર્થ જોખમી સ્તરે એકત્ર થઈ જાય અને તમારા રક્તમાં રસાયણનું સંતુલન ખોરવાય છે.
એક્યૂટ કિડની ફેલ્યરને એક્યૂટ રીનલ ફેલ્યર પણ કહેવામાં આવે છે. આ સ્થિતિ કેટલાંક કલાક કે કેટલાક મહિનામાં વિકસે છે. વધારે બીમાર લોકોમાં કિડની ફેલ્યર થોડાઘણા કલાકોમાં જ થાય છે.
કિડની ફેલ્યર તેને કહેવામાં આવે છે, જ્યારે કિડની પોતાની સામાન્ય પ્રવૃત્તિને પાંચ ટકાથી પણ ઓછી કરી શકે છે. તેને એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ કહેવામાં આવે છે. આ સમસ્યાનો ડાયલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સામનો થઈ શકે છે.


