તાજેતરમાં ૫૦ દેશોના ૨.૫ લાખ સોશ્યલ મીડિયા યુઝર્સ પર કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ ૧૦ ટકા જેટલો ઘટયો છે. તેમાંય અચંબો પમાડે એવી વાત એ હતી કે આ માધ્યમથી દૂર થનારાઓમાં સૌથી વધુ યુવાનો/ યુવતીઓ હતાં. આ વાત તો 'કહતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના' જેવી લાગે. જે પેઢીને એક કલાક પણ સોશ્યલ મીડિયા વિના ન ચાલતું હોય એ જનરેસન તેનાથી અચાનક દૂર થઈજાય એવું સી રીતે બને. જો કે સંબંધિત રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે આ પ્લેટફોર્મ વારંવાર ખલેલ પહોંચાડતી જાહેરખબરો, અવિરત આવતી રહેતી રીલ્સ તેમ જ એઆઈથી પેદા તયેલા કન્ટેન્ટથી કંટાળીને યુવાપેઢી સોશ્યલ મીડિયાતી આઘી ભાગી રહી છે. પરંતુ ખણખોદ કરતાં આ વાત સાવ ખોટી નીકલી. બલ્કે તેના સ્થાને જે રહસ્ય ઉઘડયું તે ખરેખર રસપ્રદ છે. વાસ્તવમાં જેન -ઝેડ (૧૯૯૭ થી ૨૦૧૨ વચ્ચે જન્મેલી પેઢી) ની સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવાની રીત બદલાઈ છે. આવો જાણીએ કે તેઓ હવે સોશ્યલ મીડિયા પર શી રીતે રહે છે.
૧૭ વર્ષના સાગર કહે છે કે અમે હવે રેગ્યુલર પ્લેટફોર્મથી દૂર થયાં છીએ, સોશ્યલ મીડિયાથી નહીં અને ફેસબુક, ટ્વીટર (હવે એક્સ) કે ઈન્સ્ટાગ્રામ પર ન જોનારા અમારા વિશે એમ કહેવા લાગ્યાં છે કે અમે સોસ્યલ મીડિયા પર સક્રિય નથી. પરંતુ અમારા વિશે ધારી લેવામાં આવેલી જીરો પોસ્ટિંગની વાત શતપ્રતિશત ખોટી છે. ઈન્સ્ટાગ્રામની જે પોસ્ટમાં પોસ્ટિંગ ઝીરો ટ્રેન્ડની વાત કરવામાં આવી છે તેને ૨૦૦ લાઈક પણ નથી મળી. હવે તમે જ કહો કે અમે સોશ્યલ મીડિયાથી આઘા રહેતાં હોઈએ તો આવી પોસ્ટને માત્ર આટલી જ લાઈક્સ મળે ખરી? હકીકતમાં અમે અમારા પ્રોફાઈલ પર જોવા મળતી ફીડ પોસ્ટ, એટલે કે મુખ્ય પોસ્ટના સ્થાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વધુ સક્રિય છીએ. અહીં મૂકવામાં આવતી સ્ટોરી ચોેવીસ કલાકમાં ગાયબ થઈ જાય છે. અમને જે સ્ટોરી વધુ ગમે તે હાઈલાઈટ કરીએ. હા, કેટલાંક લોકો પોતાને કૂલ અને રહસ્યમયી દેખાડવા ઝીરો પોસ્ટના ટ્રેન્ડ પર ચાલે છે. પરંતુ ખરેખર તો અમારો ઑરા (માહોલ) બદલાઈ રહ્યો છે. જે કરવાથી અમને મોજ પડે તે અમે અચૂક કરીએ છીેએ. જો અમને તેનાથી પણ વધુ ખુશી આપતું કંઈક મળી જશે તો અમે એ તરફ વળી જઈશું.
આ નવી પેઢી ભલે 'ઝેડ' કહેવાતી હોય. હકીકતમાં 'એવન' છે. આ યુવાનો અને યુવતીઓ ચૂપકે ચૂપકે બધાને ચકરાવે ચડાવી રહ્યાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હવે તેઓ સોશ્યલ મીડિયા પર વધુ ફોક્સ્ડ છે. તેમની પાસે એક નહીં, ત્રણ - ત્રણ અકાઉન્ટ છે. અને આ ત્રણ અકાઉન્ટ રાખવા પાછળની તેમની ગણતરી પણ લાજવાબ છે. તેઓ એક અકાઉન્ટ માતાપતા અને પરિવારજનો માટે, બીજો મિત્રો અને ત્રીજો અજાણ્યાઓ માટે રાખે છેે. અને આ ત્રણે અકાઉન્ટ તેઓ સીફતપૂર્વક સંભાળે છે. તેઓ ફેમિલી અકાઉન્ટમાં મિત્રોેને બ્લોક રાખે છે. જેથી તેમના પરિવારમાંથી કોઈ તેમના નાનપણમાં ફોટા મૂકે અથવા અન્ય એવી કોઈ વાત પોસ્ટ કરે તોય તેમના ફ્રેન્ડ્સ તેમને ટ્રોલ ન કરી શકે. જ્યારે મિત્રો માટેના અકાઉન્ટમાં પરિવારજનોની બાદબાકી રહે છે. અહીં તેઓ દોસ્તીમાં શેર કરી શકાય એવી જ પોસ્ટ મુકે છે. જ્યારે ત્રીજું અકાઉન્ટ ગુસ્સો ઠાલવા કે ટ્રોલ કરવા માટે હોય છે, અને તે પણ બનાવટી નામે. અહીં તેઓ કોઈને પણ બિનધાસ્ત બનીને ટ્રોલ કરે ચે. વળી અહીં તેમને ઓળખ નકલી હોવાથી નોકરી માટે અરજી કરે તોય તેમની ડિજિટલ હિસ્ટ્રીમાં એવું કંઈ જોવા ન મળે જે તેમની છબિ ખરડે.
૧૭ વર્ષીય સાગરે જણાવ્યું તેમ તેઓ ફેસબુક, એક્સ કે ઈન્સ્ટાગ્રામ પર ખાસ સક્રિય નથી રહેતા. તેમણે સોશ્યલ મીડિયા પર સક્રિય રહેવા માટે પ્લેટફોર્મ બદલ્યાં છે અને આ ચે તેમના ગુપ્ત પ્લેટફોર્મ.
સ્નેપચેટ :
અહીં ચેટ અને સ્ટોરીઝ આપોઆપ ગાયબ થઈ જતી હોવાથી જેન-ઝેડ ને વધુ પ્રાઈવસી મળે છે. સાથે સાથે લાઈક્સ અને ફોલોઅર્સનું સ્ટ્રેસ નથી હોતું તે છોગામાં.
રેડિટ :
અહીં તેઓ પોતાની પસંદગીની કમ્યુનિટીમાં સામેલ થઈ શકે છે. પોતાની ઓળખ છૂપી રાખીને કોઈની પણ સાથે પર્સનલ ચેટ કે ઓપનલી ગમે તે ચર્ચા કરી શકે છે.
ડિસ્કોર્ડ :
આ પ્લેટફોર્મ જે તે વ્યક્તિ પોતાનું સર્વર બનાવી શકે. તેના પર નિયમો પણ તેના પોતાના હોય અને અંકુશ પણ પોતાનો. અહીં તેઓ ક્લોઝ્ડ ગુ્રપ પર લાઈવ ચેટ કરી શકે છે. આ નવી પેઢીની સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવાની રીત સદંતરપણે શા કારણે બદલાઈ હશે એવો પ્રશ્ન થવો સહજ છે. આના જવાબમાં આ ક્ષેત્રે ઊંડા ઉતરેલા નિષ્ણાતો કહે છે કે જેન-ઝેડ હવે એકદમ સચેત થઈ ગયું છે.
પોતાને આ મંચ પર કૂ પુરવાર કરવા તેઓ પોતાના ફોટા -વીડિયોને વધુ લાઈક કે કમેન્ટ મેળવવાની પરવા નથી કરતાં. પોતે કેવા દેખાય છે તેની ચિંતા કોરાણે મૂકીને પોતે જેવા છે એવા જ રજૂ થાય છે. આમ કરવા પાછળનો તેમનો તર્ક તદ્ન વ્યાજબી છે. તેઓ કહે છે કે અમે જેવા છીએ એવા જ અમને સ્વીકારવામાં આવે. આ પેઢી પોતાની ડિજિટલ ફૂટપ્રિન્ટ પણ ન રહી જાય એ બાબતે સાવચેત રહે છે. સાથે સાથે તેઓ પોતાની અંગત વાતો જાહેર કરવામાં પણ નથી માનતા. તેો સુપેરે જાણે છે કે આજે તેઓ જે પોસ્ટ કરશે તેની અસર તેમના ભાવિ સંબંધો પર પડી શકે. અલબત્ત, તેમનામાં આવેલા આ બદલાવના અન્ય કારણો પણ છે. જેમ કે.....
કંટાળો - અધીરાઈ :
જેન-ઝેડ માં ધૈર્યનો સદંતર અભાવ હોવાથી તેઓ કોઈપણ કામથી બહુ જલદી કંટાળી જાય છે. હવે તેમને સોશ્યલ મીડિયા પર વારંવાર પોસ્ટ, લાઈક્સ કમેન્ટ્સ જોવાનો પણ કંટાળો આવે છે.
પોતાના વિશે ધારણાઓ બંધાવાના વિરોધી :
કોઈ તેમના વિશે કંઈ ધારી લે, જજ કરે તે આ જનરેશનને બિલકુલ પસંદ નથી. આ કારણે તેમણે લાઈક્સનો મોહ પણ ત્યજી દીધો છે.
અલ્ગોરિધમથી ઉત્સાહ નથી વધતો :
એકસમાન કન્ટેન્ટ પોસ્ટ થતાં હોવાથી ઈન્સ્ટાગ્રામ તેમ જ અન્ય પ્લેટફોર્મની અલ્ગોરિધમ તેમનામા ઉત્સાહનો સંચાલ નથી કરી શકતાં.
મહેનત કરવાનો કંટાળો :
સોસ્યલ મીડિયા પર હવે સૌંદર્યને લગતા કન્ટેન્ટ વધુ ચાલી રહ્યાં છે. અને તે તૈયાર કરવા ખાસ્સી મહેનત કરવી પડે છે. પણ તેમને પરિશ્રમ લેવો નથી.
માનવીય સંપર્કના સ્થાને એઆઈ અને બોટ્સ :
આ પેઢી સોશ્યલ મીડિયા પર અન્ય નેટિઝનો સાથે વાતચીત કરવા આવી હતી. પરંતુ એઆઈ અને બોટ્સને કારણે માનવીય ંસપર્ક ઘટતો ચાલ્યો છે.
- વૈશાલી ઠક્કર


