એક મજાની વાર્તા : તે ડેટામાં હું ક્યાં હતી? .
- સંકલન: પ્રતિભા ઠક્કર
- મિ. મહેતાએ સાનિયાને બોલાવીને કહ્યું, 'તમારો પ્રોજેક્ટ જોતા લાગે છે કે તમે આ પોસ્ટ માટે યોગ્ય છો. પણ વધુ સ્પષ્ટતા મેળવવા માટે અમે AI ની મદદ લઈશું જે તમારી પસંદગી નક્કી કરશે. તમારો ડેટા જોઈ હવે પછીનું તમારી કાર્યક્ષમતા નક્કી કરાશે.'
મહેતા કોર્પોરેશનની ઓફિસમાં આજે સાનિયાના ઇન્ટરવ્યૂનું છેલ્લું સ્ટેજ હતું.
કંપનીના એથીક્સ હેડ તરીકે સાનિયાનો પ્રેઝન્ટેશન ટેસ્ટ એક્સેલન્ટ રહ્યો હતો. સાનિયાને આ પોસ્ટ માટે આશા હતી. એ એકદમ ઉત્સાહમાં હતી. ઇન્ટરવ્યૂમાં એક નવું જ પરિમાણ ઉમેરાયું હતું. આ ઇન્ટરવ્યૂ AI દ્વારા લેવાવાનો હતો.
મિ. મહેતાએ સાનિયાને બોલાવીને કહ્યું, 'તમારો પ્રોજેક્ટ જોતા લાગે છે કે તમે આ પોસ્ટ માટે યોગ્ય છો. પણ વધુ સ્પષ્ટતા મેળવવા માટે અમે AI ની મદદ લઈશું જે તમારી પસંદગી નક્કી કરશે. તમારો ડેટા જોઈ હવે પછીનું તમારી કાર્યક્ષમતા નક્કી કરાશે.'
સાનિયાએ હસતા હસતા જવાબ આપ્યો, 'ચાલો જોઈએ કે કંપનીની નીતિવિષયક બાબતો AIને કેટલી સમજાય છે!'
એ જ ક્ષણે AI નો રોબોટિક અવાજ આવ્યો, 'વિશ્લેષણ શરૂ......... સફળતાની સંભાવના - ૮૭%.
સજેશન : હાયર કરો, પણ મોનિટરિંગ જરૂરી.'
મિ. મહેતાએ સહમતિમાં માથું હલાવ્યું.
સાનિયાએ ધારદાર નજરે પૂછયું, 'મારા સ્કોરમાં ઘટાડો શા માટે? કોઈ ચોક્કસ કારણ?'
AI : 'મુખ્ય કારણ - લીડરશીપ માટે ભૂતકાળના સ્ટેટેસ્ટિકલ ડેટા પર આધારિત ઇતિહાસ બતાવે છે કે મહિલાઓની સફળતાની સંભાવના ઓછી હોય છે.'
સાનિયાએ ગુસ્સાના ટોનમાં પ્રતિકાર કરતા વળતો સવાલ કર્યો, 'તો તમે એવું કહો છો, કે હું સ્ત્રી છું એટલે મારી સફળતાની શક્યતા ઓછી છે?'
AI : 'હા, એલ્ગોરીધમ ઐતિહાસિક ડેટા પર આધારિત હોય છે.'
'ઐતિહાસિક છે, પણ અપડેટેડ નથી લાગતું! અને લૈંગિક ભેદભાવથી ભરેલુ લાગે છે. અત્યાર સુધીના સમયમાં સ્ત્રીઓને કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર યોગદાન આપવાની ખાસ તક જ નથી મળી, તો ડેટા પર આધારિત AIનો ગ્રાફ સ્ત્રીઓને સક્ષમ ન બતાવે તે સ્વાભાવિક છે. AI પોતાના દરેક નિર્ણય નો આધાર પૌરાણિક ડેટા અને માન્યતાઓ પર મૂલવશે, તો ભવિષ્ય બનાવશે કે ભૂતકાળ ફરી લખશે?'
AI થોડું શાંત થયું. 'આવી વિસંગતતાઓ અમે સુધારી રહ્યા છીએ.'
મિ. મહેતા થોડા અકળાયા, અને બોલ્યા: AI ઓબ્જેક્ટિવ છે.'
'તો પછી એ પેઢિગત ભેદભાવ કેમ બતાવે છે? ઈન્ટેલિજન્સનો અર્થ માત્ર ડેટા જ છે ?... સમયોચિત્ત ન્યાય નહીં?'
અધ્યતન ટેકનોલોજી રોજ એ જ પુરાણા ધોરણો લોકો સમક્ષ મુકશે તો ભવિષ્યનું શું? સાનિયા દ્રઢતાથી પૂછયું
મિ. મહેતા દ્વિધામાં મુકાયા.
સાન્યા બોલી આજનું મશીન પણ માન્યતાઓમાં ફસાઈ શકે છે, એ બતાવવું એ એક માણસનું કામ હોય છે.
આપણી પાસેની મશીનરી સમય સાથે ધીરે ધીરે અપડેટ થઈ રહી છે.
તો આવા મહત્વના નિર્ણય લેતા સમયે AI પર ૧૦૦% આધારિત રહેવું કેટલું યોગ્ય છે?
થોડીવાર માટે ચેમ્બરમાં ખામોશી છવાઈ ગઈ.
AI એ ફરી અપડેટેડ સજેશન આપ્યું - 'સફળતાની સંભાવના ૯૯.૬%. જેન્ડર બાયસ ન્યુટ્રલાઈઝ્ડ.'
ઇન્ટરવ્યૂ પૂરો થઈ ગયો હતો પણ વાસ્તવિક સંવાદ હવે શરૂ થયો.
સાન્યા બોલી, 'AI પાછળ દોડતી નવી જનરેશને સમજવું પડશે કે આ ઉપયોગ પણ સમજી વિચારીને કરવાનો રહે. ખાસ તો સ્ત્રીઓના જીવન અને કારકિર્દીના વિકાસ સંબંધિત ઉપલબ્ધ માહિતી હજુ જૂની છે. ઘણા AI મોડેલ એવા છે કે કે જે સ્ત્રીઓની વ્યાપારિક ક્ષમતાને જુના અથવા પરંપરાગત દ્રષ્ટિ કોણથી રજૂ કરે છે. દાખલા તરીકે સ્ટાર્ટઅપમાં મુખ્યત્વે મેન લીડરશીપનું ઉદાહરણ લેવાતું હોય છે.'
મિ. મહેતા એ સંમતિ સુચક હકાર કર્યો.
સાનિયા આજે વિચલિત થઈ ગઈ હતી એમણે પોતાની વાત દ્રઢતાપૂર્વક આગળ ચલાવી. 'સ્ત્રીઓના વ્યાપારિક યોગદાનને માત્ર ગૃહઉદ્યોગ એટલે કે પાપડ, અથાણા હેન્ડીક્રાફ્ટને લગતી ચીજોમાં મર્યાદિત રાખવામાં આવે છે.
અને ધારો કે કંપનીનું કામ હોય તો સ્ત્રીઓને માત્ર સહાયક રૂપમાં જ જુએ છે, કોઈ નિર્ણય લેનાર લીડર તરીકે નહીં.
માણસ હોય કે મશીન સમયની સાથે તાલમેલ હોવો જોઈએ, તોજ તટસ્થતા જળવાય.
મિ. મહેતા સાનિયાની વાતમાં સહમત થયાં અને અને થોડા સમયમાં જ સાનિયાની લીડરશીપ હેઠળ AI અપગ્રેડેશનનો નવો પ્રોજેક્ટ હાથ ધર્યો. અને સ્ત્રીઓની પરંપરાગત ભૂમિકાઓમાંથી ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રવેશને દર્શાવતા પ્રોજેક્ટનું નામ આપ્યું - 'સ્વયમ્' - રોલ ટુ રાઇટ્સ