એક મજાની વાર્તા : ખરા ટાણે .
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
ના એમ થોડું પણ મરવાનું નહીં
ચીલ્લો ચાતરતા ડરવાનું નહીં
કદર બદર તો સમજ્યા ઠીક છે
મન મારીને કંઈ કરવાનું નહીં
- પ્રતિભા ઠક્કર
'આ આજકાલની બાયુંના નખરાય વધતા જાય છે. પેલાનો જમાનો તો કોઈ જમાનો હતો કેવી સંસ્કારી ીઓ હતી ત્યારે..'
'ઓલા પ્રવીણાબેનની છોકરીની ખબર! એણે કેસ કર્યોે કે એને નામ, જાતિ, ધર્મ બધામાંથી મુક્તિ જોઈએ.'
દેખાદેખીમાં આજકાલની છોકરીઓ ઈજ્જત-આબરૂ નેવે મૂકી દયે છે.
ઘરે શ્રાવણના સત્સંગ પછી બધી ીઓ વાતોએ વળગી હતી. માધવી ઓફિસેથી આવીને હજુ ફ્રેશ થતી હતી ત્યાં જ એના સાસુએ ફરમાન કર્યું,
'પ્રસાદ વહેંચવાનો છે તો માધવી મદદ કરજે તો.'
માધવી આજે ખૂબ થાકી હતી પણ કંઈ બોલી નહીં. મૂંગે મોઢે પ્રસાદ વહેંચવા લાગી. શારદામાસી માધવીનું મોઢું જોઈ પ્રસાદ મોઢામાં મુકતા બોલ્યા,
' હોવ રાણીને મજા નથી આવતી કે શું પ્રસાદ વહેંચવામાં ?'
હવે માધવીને લાગ્યું કે કઈક તો બોલવું જ પડશે, એ બોલી,'ના રે માસી, આ તો શું પીરિયડ્સ છે તો થોડી તબિયત સારી નથી'
આટલું સાંભળી બધી સત્સંગી ીઓ પ્રસાદ સામે જોઈ ને મોઢું બગાડવા લાગી. માધવીના સાસુ કમલાબેન માધવી સામે ઠપકાના ભાવે બોલ્યા,'માધવી પહેલા ન કહેવાય આખો પ્રસાદ અભડાવી દીધોે તે.'
માધવી કહે,
'ઓહ મમ્મી આનાથી પણ પ્રસાદ અભડાઈ જતો હશે? મને તો એમ જ હતું કે ઘરડા સાસુથી જ ઘરમાં આભડછેટ લાગતી હશે, સાચું ને શારદામાસી !'
શારદાબેન તો પ્રસાદનો પડીયો મૂકીને ઉભા થઇ બહાર નીકળી ગયા.
ધીમે ધીમે બધી જ ીઓ પણ એને અનુસરતી બહાર નીકળી ગઈ. બધો પ્રસાદ વધી પડયો. કમલાબેન રડમસ જેવા ચહેરે બેસી રહ્યા.
માધવીને ખબર હતી કે હવે ઘરમાં ઘમાસાણ મચવાનું છે પણ આ વખતે એ મનોમન નક્કી કરીને બેઠી હતી કે પરિસ્થિતિ સામે લડી લેવું છે. સાંજ પડી એટલે સૂરજ અને એના પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા. ઘરનું વાતાવરણ તંગ જોઈ એમની ખબર પડી ગઈ કે નક્કી કંઇક થયું છે. માધવી સૂરજને કહેતી હતી ત્યાં જ એ બોલ્યો,'આ ઘરની રકઝકમાં મને ઇનવોલ્વ ન કર તમારી સાસુ-વહુની લડાઈમાં હું કંઈ ન કરી શકું.'
માધવીને લાગ્યું કે એના લગ્નજીવનના પાંચ વર્ષ કડળભુસ કરતાં તૂટી પડયા. પોતાનું સમર્પણ, મહેનત, ઘર ને સૂરજ માટે નોકરી કરવા છતાં આટલું ખેંચાવું એ બધુંું જાણે વ્યર્થ ગયું. માધવીએ સૂરજને સમજાવવાનું માંડી વાળ્યું કે આ સાસુ-વહુની લડાઈ નથી, પણ પોતાના વિચારો અનુસરવાની લડાઈ છે.
સૂરજના પપ્પા વિનોદભાઈ આમ સુલજેલ વ્યક્તિ. માધવીને લગ્ન પછી નોકરી ચાલુ રાખવાની તરફેણમાં પણ એ જ હતા. વિનોદભાઈ જાણતા હતા કે માધવી નોકરી અને ઘર વચ્ચે પીસાઈ રહી છે. એ કમલાબેનને પણ સમજાવતા કે નોકરી કરતી વહુ પાસેથી તમે ઘર સંભાળવાની આશા રાખો એ જ ખોટું. પણ કમલાબેન આ વાત સમજી ન શકતા. એમને થતું આપણે ક્યાં માધવીના પૈસાની જરૂર છે! પણ એક ી હોવા છતાં એ સમજી ન હતા શકતા કે માધવી પૈસા માટે નહીં પોતાના અસ્તિત્વ માટે, પોતાના આનંદ માટે નોકરી કરતી હતી. એને ઘરની ચાર દીવાલોમાં જ જીવન નહતું વિતાવવું પોતે આટલા વર્ષ ભણી તે એને વ્યર્થ નહતા જવા દેવા. એક્ઝિક્યુટિવ મેનેજરના સ્થાનને શોભે એવી હતી આમ પણ માધવી. પણ એના સાસુની અપેક્ષા એ ઘર સંભાળે એવી હતી, વળી એ એવું પણ ઇચ્છતા કે માધવી એમની બધી ધામક પ્રવૃતિઓમાં સાથ આપે. સૂરજ માધવીને સપોર્ટ કરતો પણ એ ઘરની બાબતમાં હંમેશા અલિપ્ત રહેતો. અતિ ધામક સાસુ ને નોકરી વચ્ચે માધવી પીસાઈ જતી. એની પાસેથી પણ આવી ધામકતાની આશા રાખવામાં આવતી. હવે માધવીની સહનશીલતાની હદ આવી ગઈ હતી.
સવારમાં ઉઠીને માધવીએ નાસ્તાના ટેબલ પર જ વાત છેડી,'સૂરજ મારાથી બેવડી જિંદગી નહીં જીવી શકાય. હું બિન ઘરેલુ ને અધામક છું. અત્યાર સુધી હું મન મારીને પણ આ બધામાં જોડાતી, હવે મારાથી નહીં થઈ શકે. હું સબંધ તોડવાની વાત નહીં કરું પણ જો તમને લાગતું હોય કે હું આ ઘરને લાયક નથી તો હું માનભેર ઘરથી જતી રહીશ. બાકી મારાથી આવી છેતરામણી જિંદગી નહીં નીકળે. સારી અને સંસ્કારી દેખાવાની દોડમાં હું મારા વિચારો ને મન બંનેને મારી ન શકું. તમને લાગતું હશે કે આવડી નાનકડી વાતમાં આ શું વળી ઘર છોડવાની વાત કરું છું! પણ વાત ભલે નાની હોય પરંતુ મારા માટે બહુ મોટી વાત છે. મારે આજે જ નિર્ણય લેવાનો છે કે બધાને સારું લગાડવા હું ખોટુ જીવન જીવવાનું ચાલુ રાખું કે એક વખત બધાને ખોટું લાગશે પણ પછીથી હું વાસ્તવિક જીવન જીવીશ, જેમાં કંઈ ખોટું નહીં હોય. ને મમ્મી તમે જ કહો છો ને કે જે મનમાં હોય એવું જ બહાર હોવું જોઈએ તો બોલો હવે મારે શું કરવું? મને તમારા કોઈ કામ માટે અભાવ નથી પણ હું કમને એમાં જોડાઈને પીસાવા નથી માંગતી.'
સૂરજને લાગ્યું કે પોતાનું તટસ્થ રહેવું ભૂલભરેલું છે. એણે કહ્યું, 'માધવી આજથી તને તારું મન ન માને એ બધા કામમાંથી છૂટી..' હવે એના મમ્મી કમલાબેનની કશું બોલવાની હિંમત ન ચાલી.
- હિના મેરખીભાઈ દાસા (જૂનાગઢ)