Get The App

એક મજાની વાર્તા : વિશ્વાસઘાત

Updated: Jan 24th, 2022

GS TEAM

Google News
Google News
એક મજાની વાર્તા : વિશ્વાસઘાત 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

'કેટલું સુંદર શહેર છે, આધુનિકતાની સાથે, સાથે પરંપરા અને સંસ્કાર પણ જાળવી રાખ્યા છે' દુબઈ ફ્રેમ માંથી ,એક બાજુ વિકાસસીલ દુબઈ, અને એક બાજુ પુરાણું દુબઈ જોતાં, શૈલી બોલી હતી. 'જોજે ,આ સપનોના શહેર માં ખોવાઈ ના જતો'ઈમેલ જોતાં,જોતાં એને ,એ સંવાદ અને દિવસો યાદ આવી ગયા. 'કેટલો બદલાઈ ગયો છે, શ્રીકાંત, અત્યારે' !! અને એ ભૂતકાળ માં સરકી ગઈ. પ્લેન માં , શૈલી દુબઈ જતી હતી. કેટલું જલ્દી, બધુ ગોઠવાઈ ગયું હતું, હજુ એક મહિના પહેલા તો એ શ્રીકાંત ને ઓળખતી પણ નહોતી, અને આજે એ શ્રીકાંત ને મળવા દુબઈ જતી હતી.લગ્નને એક મહિનો થઈ ગયો હતો. લગ્ન ના અઠવાડિયા માં, દુબઈ બોલાવવાનું વચન આપીને, શ્રીકાંત , દુબઈ આવી ગયો હતો અને એણે , એ વચન પાળ્યું હતું.  આવું સરસ ઘર અને શ્રીકાંત જેવો પતિ મળ્યા થી, શૈલી પોતાને નસીબદાર માનતી હતી.

ફરર્ ... પ્લેન ઉડયું, અને સરર્  દુબઈ આવી ગયું.  શૈલી એ થોડી ઘબરામણ અને થોડા એક્સાઇટમેન્ટ સાથે, દુબઈ ની ધરતી પર પગ મૂક્યો. શ્રીકાંત એ શૈલી ને ભેટી ને ,દુબઈ માં એનું સ્વાગત કર્યું. શ્રીકાંત ના સ્પર્શ થી, શૈલી ના અંગ - અંગ માં ઝણ ઝણાટી  વ્યાપી ગઈ. થોડી શરમાઈ ને એ, શ્રીકાંત ના બાહુપાશ માંથી દૂર થઈ. 

દુબઈ ,સોના  ની નગરી .ખૂબ સુંદર શહેર દુબઈ, સ્કાયસ્ક્રેપરસ ,મોટા  રસ્તા અને ચમકતી મોંઘી ગડિયો.. 'આ બુર્જ ખલીફા, આ બુર્જ અલ આરબ હોટેલ,', ટેક્સી માંથી શ્રીકાંત , શૈલીને  બધુ બતાવતો હતો . દુબઈ ના , સતવા એરીઆ માં ટેક્સી આવી, એટલે શ્રીકાંત એ ટેક્સી ડ્રાઈવર ને સૂચના આપી, એ પ્રમાણે ટેક્સી ડ્રાઈવર  એ, ટેક્સી રોકી. એક નાનકડા ફ્લેટ નું તાળું ખોલી ને શ્રીકાંત એ , શૈલી ને વેલકમ કરી. 'પીકચર માં બતાવે છે, એમ ચોખા નો કળશ કે મહેમાનો નું ટોળું તો નથી, પણ તારા સ્વાગત માં હું મારુ હ્યદય  બિછાવું છું'. રોમેન્ટિક અંદાજ માં શ્રીકાંત બોલ્યો. શૈલી, ધીરેથી રૂમમાં પ્રવેશી. 

આંખો માં રાત ના ઉજાગરા સાથે શૈલી ઉઠી, ત્યારે શ્રીકાંત ઓફિસ જવા તૈયાર થઈ ગયો હતો. 'આજે સાંજે ઓફિસમાં , આપણા  લગ્ન ના માન માં, એક નાનકડી પાર્ટી નું આયોજન કર્યું છે. સાંજે છ વાગે તૈયાર રહેજે.' કહીને, શ્રીકાંત નીકળી ગયો.

શ્રીકાંત ના ગયા પછી, શૈલી એ ઘર માં થોડી સાફ સફાઇ કરી , અને એક નાનકડા ખુણામાં બાલગોપાલ ની મૂત પધરાવી ને દીવો કર્યો. ઘર, અગરબત્તી ની ખુશ્બુ થી  મહેકી ઉઠયું. સાંજે શૈલી, ગુલાબી કલર ની સીફોન ની સાડી પહેરી ને તૈયાર હતી. શ્રીકાંત ઓફિસ થી આવ્યો અને, બંને પાર્ટીમાં જવા નિકળી ગયા. 

'વેલકમ, વેલકમ' અને તાળીઓ ના ગડગડાટ સાથે પાર્ટી માં ,બધા એ શૈલી અને શ્રીકાંત નું સ્વાગત કર્યું હતું. સપના જેવા દિવસો હતા. 'વિઝા ની, અને બીજી ફોર્માલિટી પૂરી થતાં જ હું તને અહી પરમેનન્ટ રહેવા બોલાવી લઇસ .' એક વરસ પહેલા , દુબઈ થી છૂટા પડતાં પહેલા, શ્રીકાંતે ,પ્યાર થી શૈલી ને બોલેલ શબ્દો, શૈલી ને અત્યારે યાદ આવી ગયા. છેલ્લા એક મહિના થી, શ્રીકાંત બદલાઈ ગયો હતો. ફોન પર પણ, બરાબર વાત નહોતો કરતો. શ્રીકાંત નું ઈમેલ આઈ-ડી હેક કર્યું, ત્યારે, ઈમેલ જોઈ ને, એના પગ નીચે થી જમીન સરકી ગઈ હતી. દિલ માં ડૂમો ભરાઈ ગયો.

બંધરૂમ, ના બારણાં પર કોઈએ જોર જોર થી ખટખટાવ્યું .  શૈલી બેટા, હું મામા, પ્લીઝ બારણું ખોલ .  

'વરસ પહેલા દુબઈ થી આવી ત્યારે તો ઘણી ખુશ હતી., ખબર નહિ, છેલ્લા એક મહિના થી શું થયું છે? લેપટોપ ખોલી ને બેસી રહે છે, અને રડયા કરે છે.' શૈલી ના પપ્પા એ, ચિંતા જતાવી. 'તમે વાત કરો.''શ્રીકાંત ને પૂછયું, પણ એમને પણ કઈ ખબર નથી.' 'મને,એવું લાગે છે, કે, તમારી જોડે એ, મન ખોલસે.'

 લેપટોપ પર માઉસ નું બટન દબાવતી, શૈલી ના વિચારો આગળ વધતાં હતા. કેટલી ખુશ હતી હું, મમ્મી તો હંમેશા કહેતી, શૈલી, મારી નસીબ લઈને જન્મી છે. મામી ના ,કોઈ સબંધી નો છોકરો શ્રીકાંત., એન્જિનિયર નું ભળેલો અને દેખાવડો. અરેન્જ મેરેજ માં થાય છે, એમ જ, અમારા લગ્ન પરિવાર જનોની સંમતિ થી થયા હતા. બહુ જલ્દી બધુ ગોઠવાઈ ગયું હતું. દુબઈ થી શ્રીકાંત, એક મહિના ની રજા લઈ ને આવ્યો હતો. પહેલી નજર માં જ શ્રીકાંત ને ,આઈ -ટી  એન્જિનિયર ,શૈલી ગમી ગઈ હતી, ચટ્ટ મંગની અને પટ્ટ બ્યાહ થઈ ગયો. શ્રીકાંત ના પરિવાર નું , સમાજ માં ખૂબ નામ હતું. એના પપ્પા એક પોલિટિકલ પાર્ટી ના સદસ્ય હતા.એન્જિનિયર થયાં પછી, શ્રીકાંત એ, એના પપ્પાની જોડે રાજકારણ માં સાથ આપવાને બદલે, દુબઈ માં, એક પ્રાઇવેટ કંપની માં નોકરી શોધી હતી. 

ફરી બારણું ખખડયું, શૈલી તંદ્રા માંથી જાગી.ભૂતકાળ ની વાતો વાગોળતાં , ક્યારે એ ભૂતકાળ માં સરી પડી ,એની ખબર ના રહી.

શૈલી ના મામા એ, શૈલી ના માથે હાથ મૂક્યો, 'શું થયું બેટા?', અને શૈલી ધુ્રસકે, ધુ્રસકે રડી પડી. એનું દિલ ધુ્રસકે ચઢયું. મામાએ, લેપટોપ માંથી, બધા ઈમેલ વાંચ્યા. એમને ચક્કર આવી ગયા.એમણે, માંડ પોતાની જાતને સંભાળી. શૈલીના મામા, મમ્મી,પપ્પા, બધા એ  ચર્ચા કરી. શૈલી ને સમજાવી. 'એમ મુઝાવા થી કાઇ ના થાય, અમે શ્રીકાંત ના ફેમિલી જોડે વાત કરીશું. તને, અમે, દુબઈ મોકલીસું. બધુ સરખું  થઈ જશે. પુરુષ  જાત લાંબો સમય એકલો ના રહી સકે.'   

'હું દુબઈ નથી જવાની.' શૈલીના માં હવે થોડી બોલવાની હિંમત આવી. 'મારી પાસે બધી સાબિતી છે.' હું , જો, પર પુરુષ જોડે સૂઈ ગઈ હોત! તો, શ્રીકાંતએ મને માફ કરી હોત ?' એના આ, ઘાતક સવાલ નો જવાબ કોઈ ની પાસે નહોતો. 'હું હવે શ્રીકાંત જોડે નહિ રહી સકું,' શૈલીની મમ્મી એ ,શૈલી ને સમજાવી, ' છૂટાછેડા, કે તરછોડાયેલી ી નું સમાજ માં કોઈ માન નથી. તું શ્રીકાંત જોડે વાત કર, અને દુબઈ જા. બધુ સરખું થઈ જશે. ' પણ શૈલી એ દુબઈ જવાની, ધરાર,ના પડી દીધી. એના દિલ માં, છેતરાવાનો ડંખ હતો. 

મામા એ સ્વસ્થ થઈ ને કહ્યું, 'તારે છૂટા જ થવું હોય તો, આમ ઢીલી પડે તે, ના ચાલે.નારી તું નારાયણી. તું સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ. એ શું તને ત્યજવાનો હતો!! શ્રીકાંત તારાથી તરછોડાયેલો કહેવાશે. તું એને ત્યજી દે. તું સમાજ ની ચિંતા ના કરીશ. તું સાચી છું, અને હું તારી સાથે છું. તું સમાજ સામે,એને, ઉઘાડો કર. તારા મન માં, જે પણ ગુસ્સો હોય તે, તું એક ઈ-મેલ માં લખ, એ ઈમેલ એની ઓફિસ ના બધા સ્ટાફ ને ફોરવર્ડ કર. શ્રીકાંત એ તારી સાથે વિશ્વાસઘાત કર્યોે છે. બધાની સામે એનું પાપ છતું કર. સમાજ સત્ય નો જ સાથ આપે છે. પછી તો શૈલી એ આસું લૂછયા. એના માં હિંમત આવી. અને, ધમ ધમાઈ ને ઈમેલ માં બધુ લખ્યું

'શ્રીકાંત જોડે, મારે હવે કોઈ સબંધ નથી. એણે પરાઈ ી જોડે સબંધ બાંધ્યા. અહી હું એની રાહ જોતી રહી, અને એ ત્યાં ,દુબઈ માં, એની જ ઓફિસ ની,ી જોડે મજા કરતો રહ્યો., મારી જોડે એની સાબિતી રૂપે આ ઈમેલ છે,અને ફોટા છે. ઈમેલ માં, બંને એ કેટલી નીચતા થી પ્યાર ની વાતો કરી છે. એ ી , મારા પતિ જોડે સૂઈ ગઈ. જે ઘર ને મે ,મંદિર બનાવ્યું , એ ઘર માં એ રહી. એ ી કહેવાને લાયક નથી, એને એક ી થઈ ને, બીજી ી નો સંસાર ભાગ્યો. શ્રીકાંત એ, જાતે એનો સંસાર ફુંકયો છે. એના ગુના ની સજા ઉપરવાળો જરૂર કરશે .જ્યારે હું દુબઈ આવી હતી , ત્યારે આપ સૌએ,મને ખૂબ પ્રેમ અને લાગણી આપી હતી. દેશ થી દૂર ,વિદેશ માં પણ, મને દેશ જેવો અહેસાસ કરાવ્યો હતો.,  દુખ એ વાત નું  છે, કે, ઓફિસ માં તમને બધાને ખબર હતી, છતાં મને જણાવ્યું નહિ. આ સાથે અહી બધા ઈમેલ અટેચ  કરું છું.'  

 ઈમેલ, એણે  કંપની ના દરેક સ્ટાફ ને ફોરવર્ડ કર્યોે.અને રાહત નો  શ્વાસ ભર્યો. 

બીજા જ દિવસે શ્રીકાંત ઈન્ડિયા આવ્યો. 'મારી ભૂલ થઈ ગઈ શૈલી. એ ી એ મને ફસાવ્યો હતો.' શૈલી ની માફી માંગી અને બધુ ભૂલી ને નવી જિંદગી શરૂ કરવાનું કહ્યું. પણ ,શૈલી એ શ્રીકાંત ને લાફો મારી ને કાઢી મૂક્યો. 'હું કોઈ નું એઠું ખાતી  નથી', કહી છૂટાછેડાનાં કાગળો હાંથમાં પકડાવી શૈલી એ બારણું બંધ કરી દીધું. 

 દસ દિવસ પછી, મામા સમાચાર લાવ્યા કે, કંપની માંથી એ ી અને શ્રીકાંત  ને છૂટા કરી દીધા છે. 

- લેખક : રીપા શાહ (અબુધાબી)

Tags :