એક મજાની વાર્તા : કઠપૂતળી
- સંકલન: પ્રતિભા ઠક્કર
- pratibhathakker@yahoo.com
'બિંદણી અરે ઓ બિંદણી! ક્યાં છે? શું કર્યા કરે છે, અહીં રહે ને, મને કોઈ કામ પડે તો..? '
'આવુ છું આવુ છું. જરા ખમો'
'તું મને ખમવાનું કહીશ? તારાથી જલ્દી નથી અવાતું?'
'અરે દોડતી આવું છું, બિંદજી. ચુંદડી જેવા રંગનો ચાંદલો નહોતો મળતો!'
' આટલી લાજ કાઢીને તો ફરે છે, મારા સિવાય બીજું જોવાનું કોણ તારો ચાંદલો? શણગાર જરૂરી કે તારો બિંદ?'
રૂઆબદાર બિંદ એનો સાફો સરખો કરતો, મૂછને વળ ચડાવતો અરીસામાં પોતાને જોતો હતો. એકાએક એનું ધ્યાન ગયું કે એના સાફાની કલગી એની જગ્યા પર નથી. એણે તો બૂમાબૂમ ચાલુ કરી દીધી.
હમણાં કઠપૂતળીઓનું જીવન બદલાઈ ગયું હતું. કેટલાંય દિવસથી કોઈએ એમને ખેલ કરવા બહાર કાઢયાં જ નહોતાં! એક બંધ કમરામાં દરેકને કોઈને કોઈ સહેલી અને સખા મળી જ ગયા હતા. એમને તો બસ પોતાની જ દુનિયામાં રમ્યા કરવાનું. એ લોકો આ નવી જિંદગી પોતાની રીતે જીવવા લાગ્યા.
બધાં પાત્રોમાં એક આપણાં બિંદ અને બિંદણી પણ હતા. થયું એવું કે બિંદણીનો બિંદ, ખેલ કરતા કરતા સાચો બિંદ જ બની બેઠો હતો. બિંદણીની સામે એ જુએ, તો એ શરમાતી, ધીમું ધીમું મરકતી. બિંદ બધું સમજી ગયો હતો. શું? હા, એ જ જે આપણે બધાં સમજી ગયાં ! બિંદણી તો પ્રેમના બંધનમાં બંધાઈ ગઈ હતી. ભગવાન જાણે લગ્ન બંધન તો હતું કે નહીં?
પણ બિંદ કહેતો, ધમારો સાફો લાવજે ને?ધ
બિંદણીને ક્યારેય એવો વિચાર આવે જ નહીં કે'હું કેમ આપું?'
એ બિંદણી હતી, બિંદનું સુખ જાણે એના જ હાથમાં હતું. એના નામનો ચાંદલો, એના નામની ચૂડી, એના નામની ચુંદડી... ઓહો, આખું જીવન એના નામનું થઈ ગયું. બિંદણીને તો અણસારો પણ નહોતો કે એનો બિંદ એના આવા વર્તનથી કેવો પોરસાય છે!
બિંદ એની પોતાની સગવડ માટે બધા હક્ક બિંદણી પર જતાવવા લાગ્યો. હવે તો એને આદત પડી ગઈ હતી. એ તો બધું બિંદણીને જ કહેત
'તું મારા બીજી જોડ કપડાં લાવ, પાઘડી સરખી કર, મૂછો સરખી કરવા નાની કાંગસી લાવ, મારા માટે આ અને મારા માટે....'
હરખપદુડી કઠપૂતળી દોડી દોડીને બધું કામ કરતી. એ વિચારતી કે 'હું ન કરું તો કોણ કરે?' શું બિંદ પણ નહીં? હા, બિંદ પણ નહીં. બિંદ શા માટે કરે?બિંદ એ બિંદ છે. એને ખબર છે કે તે પુરુષ છે. એ હકક કરીને ી પાસે માંગે છે. એની પાસે તો એવું માણસ છે જ ે એની ઈચ્છા-અનિચ્છા, માંગણી, જરૂરિયાત બધાનું ધ્ યાન રાખે છે. જાગતા કે ઉંઘતા પણ, એના બિંદનો અવાજ આવે તો બિંદણીના પગ દોડવા જ માંડે છે.
બિંદણી પણ જાણે છે. એ ી છે. એણે સદાય બિંદની મરજી મુજબ ચાલવું એ તો એની પહેલી ફરજ છે. બિંદ કહે કે 'નાચીએ' તો એ તૈયાર,' થોડું ફરવા જઈશું?' પેલી ઢિંગલી તૈયાર! બિંદ કહે કે ચા પીવી છે, ઉત્સાહી બિંદણીને પણ ચાની સોડમ યાદ આવી જતી. એને પણ આમ તો આવી આદત જ પડી ગઈ હતી. એના માટે બિંદ જ એના માટે એક કેન્દ્ર બની ગયો હતો, કારણ એ માનતી હતી કે તો જ હું પ્રેમ કરું છું એમ કહેવાય. અપેક્ષા રહિતનો પ્રેમ!
એને કોઈ વાર લાગી આવતું કે બિંદ મને બીજું કંઈ વિચારવા જ નથી દેતો! પણ ભોળી બિંદણી, એને ખબર જ નહોતી પડતી કે આ ચક્રાવાતમાંથી અલગ કેમ થાય? જરાક કંઈક ખટકતું પણ અંતે તો બિંદ નજર સામે આવે તો એ ઘેલી ઘેલી થઈ જતી. કંઈ સૂઝ ન પડે એટલે એ જે ચાલતું તેં ચલાવ્યા કરતી.
એમ કરતાં કરતાં બિંદણીને છાતીમાં કોઈ કોઈ વાર કંઈક ભરાવો થતો હોય એમ લાગ્યું. એને 'ડૂમો' કહેવાય એવી એને ખબર જ નહોતી! કોણ જાણે કેમ, પહેલા તો ખુબ રડવું આવ્યું. રડતાં રડતાં એ એક વાર ઊંબરા આગળ બેસી પડી. બેઠા બેઠા એ બોલતી ગઈ, બોલતી ગઈ. ઉંબરો પણ સાંભળતો ગયો, ક્યારેક તો ઉંબરાના હોંકારાનો ભણકારો પણ એને સંભળાયો. એ અઢેલીન ે બેસી ગઈ. નાની મોટી, સુખ દુ:ખની વાતો એના મોઢે આવવા લાગી. ઉંબરો બધું સાંભળે છે એ ભૂલીને પણ ખુબ બોલી. સારું હતું કે બિંદ બીજાઓ દ્વારા એના એક વખતના પ્રદર્શનની યશગાથા સાંભળતો બેઠો હતો. એને ત્યારે તો બિંદણીનો ખ્યાલ જ ન આવ્યો. એકલી પડેલી બિંદણીને સારું થયું ને કે ઉંબરો મળી ગયો. એ દિવસે ઉંબરો પણ પલળી ગયો ત્યાં સુધી બિંદણી એના સંવેદનની પીંછીથી એના જીવનનું ચિત્ર ઉપસાવતી રહી. .
આજ સુધી ક્યારેય ન બન્યું હોય એવું બની ગયું હતું.
બિંદણી ખુબ બોલી. એણે કહ્યું,'એ પોતે બની હતી એક કુશળ પણ કરચલીવાળા હાથથી. એનાં માથે ભૂખરા થયેલા વાળ એની પીઢતા બતાવતા હતા. એનું મોં ઓછું જોવા મળતું. કારણ એ મને ચત્તી ઊંધી કરી ટેભા મારીને મને કપડાં પહેરાવતી. જ્યાર ે એણે મારી આંખો દોરી ત્યારે પહેલો મેં એનો ચહેરો જોયેલો. મને ખ્યાલ છે ત્યાં સુધી એનાં જેવો જ મોટો ચાંલ્લો એણે મારા કપાળ પર બનાવ્યો. મને ગમ્યો હતો હં! પણ આ શું? બૂમબરાડા સાથે એક પૌરુષી અવાજ આવ્યો. મને લાગ્યું કે એનો સોયવાળો હાથ જરા ધૂ્રજી ગયો અને મને સોય વાગી. મારાથી ઊંહકારો નીકળી ગયો. હજુ કંઈ વિચારું એ પહેલા તો ધબાધબ કોઈ લાકડીથી એને કોઈ મારી રહ્યું હતું.
'આખો દા'ડો પૂરો થવા આવ્યો હજુ એક જ કઠપૂતળી બનાવી છે? આમ કરશો તો ઘર કેમ ચાલશે?'
મારા માટે શબ્દો પશ્ચાદ હતા અને એ ધબાધબ પડતા ઢીકા પાટુ, એ મુખ્ય અવાજ હતા. સોયની અણી વાગે ત્યારે સીસકારા ે કરી નાખતી હું મૂઢ થઈને જોતી જ રહી. આ કેમ કશું ઊં કે આં, ચૂં કે ચાં કરતી નથી? ધન્ય છે એ બાઈને! પેલો પરાક્રમી તો આગ ઓકીને જતો રહ્યો. પેલી બાઈનું ઊનું આંસુ મારા હોઠ ઉપર પડી ગયું. દેખાય છે ને? ત્યાં જાણે શીતળા નીકળ્યા પછી ખાડો રહી જાય એમ ખાડો છે.'
એને લાગ્યું કે ઊંબરાએ જરા આંખ ખેંચીને જોવા પ્રયત્ન કર્યો. બિંદણીને ગમ્યું કે કોઈએ એનામાં રસ લીધો. એણે ધીરેથી ઉંબરા પર હાથ મૂક્યો. એને નવાઈ લાગી. જાણે એનું હૃદય ધબક્યું હોય એવું એને લાગ્યું. એના ભ્રમ પર એ હસી પડી. છતાંય ઉંબરો વહાલો તો લાગ્યો જ હતો. એણે ફરી હાથ મૂક્યો. એને વાતાવરણમાં મૌન આવકાર હોવાનો ભાસ થયો. એન ું મન હળવું થયું. એ થોડી આરામથી બેઠી.
ઊંબરાને તો કોઈ વાંધો નહોતો, કારણ એની પાસે કોઈ રોકાતું જ નહોતું, બિંદણી એની જોડે વાત કરે તો એને પણ ગમતું. બિંદણીને પણ સારું લાગ્યું તો એણે ઉંબરા જોડે વાત કરી, તો પેલો 'ડૂમો' દૂર થયો હોય, એવું લાગ્યું. એ થોડી હળવી થઈ એટલે ઉંબરાને એણે પૂછયું. 'તારું કોઈ મિત્ર છે?'
ઉંબરાએ ઉદાસી સાથે કહ્યું. ધકેમ લોકો એવું માને છે કે મારી પાસે નહીં બેસવાનું. હું જતાં આવતાં બધાંને જોઉં છું. પણ કોઈ અહીં રોકાય તો ને? એક નાનકડો મુન્નો કાયમ મારી પાસે ઊભો રહી જતો. પણ એની મમ્મી એને ઊઠાડી જ દેતી. કહે,
' ઉંબરામાં કંઈ ઊભું રહેવાતું હશે?'
હું અળખામણો થઈ જાણે અધવચ્ચે પડયો હોઉં એવું લાગી રહ્યું છે. બિંદણી બોલી ઊઠી.
'ના, ના, એવું ના કહેશો. હું તમારી જોડે રોજ વાત કરીશ ને?'
ઉંબરાએ નિરાંતનો શ્વાસ લીધો અને આશાભરી નજરે બિંદણી સામે જોયું.
બિંદણી આજે સાતમા આસમાને હતી, હળવી થઈ ગઈ હતી ને? એને મન થયું કે આજે ખુલ્લી હવામાં ઘૂમી આવું. કેવાં સરસ પારિજાત છે, જરા વીણતી આવું. ફૂલ પર બેઠેલા પતંગિયાં પણ શું કોઈ વાત એની જોડે કરતાં હશે? હા, ચોક્કસ. એટલે જ તો ફૂલ કેવાં મરક મરક હસતાં લાગે છે? એનેય ગોિ કરવાનું મન થવા માંડયું. એ ફરી ઉંબરા પાસે આવી. એકલો અટૂલો ઉંબરો પણ રાહ જ જોતો હતો. પણ હવે તો ક્રમ બની ગયો, બિંદણી આવી સુખદુ:ખની વાતો કરતી, ક્યારેક આંસુ સારતી તો ક્યારેક ખીલખીલ હસતી.
બિંદ સહન ન કરી શક્યો, એક દિવસ ઊંબરો ઓળંગવા માટે એણે ગુસ્સે થઈને અબોલા લઈ લીધા.દિવસો સુધી આવું ચાલ્યું. ભોળી બિંદણીને આદત પડી ગઈ હતી, બિંદના સામ્રાજ્યમાં જીવવાની. એને અડવું અડવું લાગ્યું. એનો બિંદ મોં ફૂલાવીને જાતે છાપું લઈ આવતો. પોતાના કપડા અલમારીમાંથી જાતે જ કાઢી લેતો. એવું નહોતું કે એ વખતે બિંદણી કામ ન કરતી હોય. પણ એ તો ય સોરાતી. એનો બિંદ કેમ એને કામ ચીંધતો નથી! કેમ કંઈ બોલતો નથી! બિંદ જોડેનો જાણે સંપર્ક તૂટી ગયો. ભાવવિશ્ચ તો જુદા જ હતા ને? જો સંપર્ક પણ તૂટી જાય તો એનો બિંદ, એનો રહેશે ખરો? પ્રેમનો દરિયો ઊમટયો. એનાં મોજાંમાં એક ધ્સકું અથડાઈને કિનારે ફંગોળાયું.
બિંદણી પ્રેમમાં ખૂબ તડપી. બિંદણીને થયું કે પોતાની જ ભૂલ છે, એ ખૂબ પસ્તાઈ, કેમ એ ઉંબરા જોડે વાતો કરતી હતી? એણે તો બિંદને માત્ર પ્રેમ જ કરવાનો હતો! આમ જુઓ તો એને ક્યાં દુ:ખ હતું? બિંદ પણ એને ક્યાં કોઈ તકલીફ આપતો હતો.?એના માટે જે કરતી હતી એ જ તો મારી ફરજ નહોતી?
એ બિંદને જ ખૂબ પ્રેમ કરવા લાગી છે એવું મનને એણે સમજાવ્યું. એનાથી ફરીથી ભૂલ નહીં થઈ જાય એવું મન મક્કમ કર્યું. ફરી ડૂમો ન ભરાય એમ જીવવાનો પ્રયત્ન કરવા લાગી. આમ તો બિંદણીને જીવનમાં બીજું શું જોઈએ? બિંદણી અબોલ રહેતી, ચહેરા પર એકધારું સ્મિત રહેતું. આંખમાં ક'દિ આંસુ આવે તો પણ સ્મિત રેલાતું રહેતું, રોજના સૂરજ જેવા ચાંદલાની જેમ એનું સ્મિત પણ એનો શણગાર હતું.
તમે માનશો?, બિંદણી તો ખૂબ જ સુખી હતી! એને ઘણી વાર દુ:ખ લાગતું કે મારો પોતાનો આગવો કોઈ ખેલ ક્યારેય નહીં? પણ બિંદણી તો બિંદણી હતી બસ, એમાં બધું આવી ગયું. એ આંખના આંસુને ગળી લેતી. મોં પર સદાય સ્મિત રાખતી. ઉંબરે તો લગીરેય ઊભી ન રહેતી. બિંદણી અનેક સુખી સ્ત્રીઓમાંની એક હતી. -
- અચતા દીપક પંડયા