ઘણી વાર મહિલાઓને બધાની જવાબદારી પોતાના શિરે લઈ ફરવાની ટેવ હોય છે. આવી જવાબદારી મનના કાર્યને આધિન છે. આ મન કાર્ય કરવા અત્યધિક્તીવ્રતામાં પ્રવૃત્તિમય હોય છે તેથી મન માનસિક સંઘર્ષમાં દરિયાની લહેર માફક મોજાં ઉછળતાં૨૧ જ રહે છે.
આખરે માનસિક તનાવના કારણે વધુ દબાણ રહે છે, અદમ્ય ઇચ્છાનું દમન અને મનની કુષ્ઠાગ્રસ્ત સ્થિતિ, મનુષ્યની માનસિકતાને દૂષિત કરે છે અને કોઈ પ્રબળ આઘાત લાગવાથી મગજનું નિયંત્રણ શરીરના સ્રોત જ્ઞાાનતંતુની નાડી પર રહેતું નથી. સાથે સાથે સ્મરણશક્તિ પણ કેટલોક સમય બંધ થઈ જાય છે.
અપગતા સ્મૃતિરિતિ અપસ્માર :
અર્થાત્ સ્મરણશક્તિની વિકૃતિ થવાના કારણને અપસ્માર કહે છે. સ્મરણશક્તિ, બુધ્ધિ અને મનના વિભ્રમથી બિભત્સ ચેષ્ટાયુક્ત થતાં અને ક્યારેક અંધકારમાં ડૂબતા હોય તેમ જ્ઞાાન શૂન્યને અપસ્માર કહે છે. આના બે ભેદ માનવામાં આવે છે.
(૧) ક્ષુદ્ર : જેનો દસ સેકંડથી ત્રીસ સેકંડ સુધી વેગ ચાલુ રહે છે.
(૨) તીવ્ર : જેનો અપસ્માર કે હિસ્ટીરિયાનો ખેંચનો વેગ બેથી પાંચ મિનિટ સુધી ચાલુ રહે છે. આને હિન્દી ભાષામાં 'મિરગી' કહેવાય છે. મિરગીના ખેંચનો વેગ અચાનક અને ક્યારેક ઓચિંતો પડી જાય છે. આ રોગનો વેગ પડવાના કારણે રોગી પોતાની ચેતનાની સુધ-બુધ ખોઈ નાખી અને એકાએક ધડામ દઈ પડી જાય છે.
આયુર્વેદમાં સ્ત્રીઓને થવાવાળો અપસ્મારને 'યોષાપસ્માર' કહે છે. યોષા અર્થાત્ સ્ત્રી અને અપસ્માર અર્થાત સ્મરણશક્તિનો નાશ થવો. હિસ્ટીરિયા માટે આયુર્વેદમાં 'અપતન્ત્રક' શબ્દ ઉપર્યુક્ત છે. એપી લેપ્સી મિરગી રોગનું નામ છે જેને અપસ્માર કહે છે અને જ્યારે હિસ્ટીરિયા ફિટ અથવા તે બીમારીને યોષા પસ્માર અથવા અપતંત્રક રોગ કહે છે. આ બન્ને રોગ અલગઅલગ છે અને બંને રોગમાં ઘણો જ તફાવત છે. જેને સારી રીતે જાણી સમજી લેવો જોઈએ. જેનાથી ચોક્કસ નિદાન કરી શકાય.
મિરગી- આ મિરગીનો વેગ અચાનક પડે છે. રોગી આવેલા વેગને સંભાળી શકતો નથી, કાપેલા વૃક્ષની જેમ એકાએક ધડામ કરી પડી જાય છે. જેના કારણે રોગી એકલો હોય કે ઘણી જ ભીડમાં હોય તો પણ વેગ (આંચકી) આવે છે. આવા દર્દી નિદ્રામાં સૂતેલા હોય તો પણ વેગ આવે છે. આંખો ઉપર ચઢી જાય છે, ગળું વાંકું થઈ જાય છે. દાંતનું બત્રીસીનું ચોકઠું ચુસ્ત બંધ થઈ જાય છે. આ દરદના કારણે દર્દીને બિલકુલ ભાન રહેતું નથી તેથી ઘણીવાર ઝાડો-પેશાબ થઈ જવાના કારણે કપડાં પણ બગડી જાય છે. રોગી બેભાન થઈ જાય છે બોલી પણ નથી શકતો. જ્યારે વેગ શાંત થઈ જાય છે ત્યારે દર્દીને અશક્તિનો ઘણો જ અનુભવ લાગે છે ત્યાર પછી તેને મિરગીનો વેગ આવ્યો હતો તે વાત પણ ભૂલી જાય છે. આ રોગના વેગ સ્ત્રી તથા પુરુષ બન્નેને પડી શકે છે.
હિસ્ટીરિયા - આ હિસ્ટીરિયાની સ્થિતિ આ ઉપરોક્ત લક્ષણથી બિલકુલ વિરુદ્ધ હોય છે. આ રોગ અચાનક નથી થતો, વેગ અતિ તીવ્ર નથી હોતો, રોગી પોતાને સંભાળીને હિસ્ટીરિયાનો વેગ આવે ત્યારે ધીમેથી પડે છે કારણ કે શરીરમાં કંઈ પણ જાતનું વાગી જાય નહિ. એકલો અથવા એકાન્તમાં હોય ત્યારે વેગ આવતો નથી.
ઊંઘમાં પણ વેગ આવતો નથી, આંખો ઉપર ચઢતી નથી, ગળું (ગરદન) વાંકુ થતું નથી, દાંત જકડાઈ જતા નથી, શરીર પર નિયંત્રણ રહે છે. અર્થાત્ કપડાં મળ-મૂત્રથી ખરાબ થતા નથી. રોગી બેભાન થતો નથી, દર્દી બબડતો રહે છે, પણ આંખ બંધ રાખે છે.
અશક્તિનો અનુભવ થતો નથી, હિસ્ટીરિયાના વેગ પાશ્ચાત દર્દી પૂર્વવત સ્વસ્થ સ્થિતિમાં થઈ જાય છે. કંઈ બન્યું જ નથી, પણ તેનો વેગ લાંબા સમય સુધી ચાલુ રહે છે.
હિસ્ટીરિયા ઘણું કરીને સ્ત્રીઓને જ થાય છે અથવા જે પુરુષનો સ્વભાવ સ્ત્રીની જેમ હોય છે તેને થાય છે. જે સ્ત્રી ઘણી જ કોમળ, લાગણીશીલ, સંવેદનશીલ, તુમાખી, ક્રોધીત સ્વભાવની હોય અને સૂક્ષ્મદર્શિનાની- નાની ઝીણી ઝીણી બાબતમાં મનમાં વિચાર કરતી સ્વભાવવાળી હોય, તે હિસ્ટીરિયાના વેગ આવતા હોય તે સ્ત્રી પોતાના મનને કોઈપણ કારણ વગર વ્યથિત ચિંતામુક્ત બનાવતી હોય, પોતાની ઇચ્છા માટે ખોટાં ઘર્ષણ કરી મનને દબાણથી દમન કરે, રીબાઈ રીબાઈ જીવન વ્યતિત કરતી હોય તેવી મનોવ્યથામાં રહેતી હોય અને તે માનસિક રૂપમમાં અસંતુષ્ટ રહી લાંબા સમય સુધી વિવશ બની જીવતી હોય તો તેને આ હિસ્ટીરિયા રોગ થાય છે. વિશેષ કરી યુવાનીના વિષયોના વિચારમાં અને તેના કામમાં અસંતુષ્ટ અને અસંતોષી રહેવાની અવસ્થામાં આ રોગ ઘણું કરી જોવામાં આવે છે. તેથી કરીને તેવી સ્ત્રીને જો બાળક થઈ જાય છે ત્યારે સારવાર વગર જ સારું થઈ જાય છે. આ રોગમાં પતિ સાથે સારો સ્નેહ પ્રેમભાવ બરાબર ન હોતા તેવી સ્ત્રીનો પતિ દુર્વ્યવહાર કરતો હોય યૌવન શક્તિમાં દુર્બળતા અને સંપૂર્ણ રીતે પ્રેમભર્યો સહવાસ પતિ તરફથી મળતો ન હોય તેવી સ્ત્રીને હિસ્ટીરિયા રોગ મુખ્ય થવામાં કારણભૂત હોય છે.
ચિકિત્સા-હિસ્ટીરિયા રોગની યોગ્ય સારવાર એજ છે કે પતિ તથા કુટુંબના બધા જ સદસ્ય તે સ્ત્રીને સારા વાતાવરણમાં રાખે, સારો વ્યવહાર કરે અને પ્રેમથી સાર સંભાળ કરે અને બધાં જ કારણો દૂર થાય કે જેથી આ રોગ ઉત્પન્ન થયો હતો.
ઔષધિ - (૧) સારસ્વતચૂર્ણ ૨ ગ્રા, સ્મૃતિસાગર રસ ૧૨૫ મિ.ગ્રી., શતાવરી ચૂર્ણ ૧ ગ્રા., બ્રાહ્મી ચૂર્ણ ૨ ગ્રા, મેદય રસાવન ચૂર્ણ ૧ ગ્રા. બે-દૂધ સાથે.
(૨) સારસ્વતા રિષ્ટ અથવા શંપુષ્પી સીરપ એક-એક ચમચી જમ્યા પછી અડધા કપ પાણીમાં.
(૩) સુવર્ણયુમા બ્રાહ્મવટી ૨ ગોળી ૨ વાર મધમાં.
(૪) સુવર્ણમાષિકભસ્મ ૨ રતી બેવાર મધ અથવા માખણ સાકર સાથે લેવાથી જલદી તથા વધુ લાભ થાય છે.
ઉપરોક્ત ચિકિત્સા ૨થી ૩ માસ કરવી જોઈએ.આહાર-વિહાર - ગળ્યા, ખારા, ખાટા, આહાર ખાવા, તીખા, તળેલા ગરમ આંબલીવાળા ખોરાક બંધ કરવા.
જે પતિ સુખ તથા માનસિક વિચારથી દૂર રાખી આનંદ પ્રફુલ્લિત વાતાવરણમાં આરામ આપવો, મનને દુ:ખ થાય તેવું કોઈ કામ કરાવવું નહિ.


