સ્તનપાન કરાવતી સ્ત્રીઓની સામાન્ય સમસ્યા
દૂધ (ધાવણ) ના મુક્ત પ્રવાહ માટે શ્રે માર્ગ એ છે કે બાળકનો જન્મ થતાં થોડી પળોમાં જ, શરૂઆતના થોડા દિવસો સુધી એને સતત સ્તનપાન કરાવવું જોઈએ, બધા પ્રયાસો છતાં ધાવણનો પ્રવાહ વહેતો ન થાય તો હોમિયોપેથિમાં કેટલીક ઉત્તમ દવા છે
''મારી સુવાવડ હૉસ્પિટલમાં થઇ હતી, અને ડૉક્ટરનું કહેવું છે કે બાળક ખૂબ જ નબળું છે. હવે અમે ઘરે આવ્યા છીએ. મને ધાવણ ખૂબ ચઢે છે, પણ બાળક પૂરેપૂરું દૂધ લઈ શકતું નથી. સ્તન ફાટ ફાટ થાય છે અને ખૂબ જ દર્દ થાય છે. આ માટે ધાવણ ઓછું થાય તેવી કોઇ ગોળીઓની સલાહ આપશો. પહેલીવારમાતા બનેલી એકયુવતીની આવી વાતો સાંભળીએ ત્યારે કેટલીકવાર નવાઈ લાગે.
માને ધાવણ ખૂબ ચઢે અને બાળકને તે બધું દૂધ પીવડાવી ન શકે ત્યાર ે સ્તન પ્રદેશમાં ખૂબ જ દર્દ થાય છે જેમ પેશાબ ભરાયો હોય અને પેશાબ ના થાય ત્યારે દર્દ થાય અને ચેન ન પડે તેના જેવું આ છે માટે ધાવણ બંધ કરવાની ગોળીઓ આવે છે. તે લેતાં પ્રમાણ ન જળવાય અને તમારું ધાવણ પૂરેપૂરું બંધ થયાની શક્યતા તો રહે જ. ઉપરાંત તમારું બાળક બહુ નબળું છે તેથી તેને સૌથી વધુ માના ધાવણની જરૂર છે જ.
આ માટે સહેલો રસ્તો એ છે કે તમારું દૂધ ધાવણ કાઢવાના પંપ વડે (બેસ્ટ પં૫) અથવા હાથ વડે દાબીને પણ પ્યાલામાં કાઢી શકાય અને આજે ધાવણ બાળકને દૂધની બાટલી દ્વારા અથવા આંખની કોપર- (ટીપાં પાડવાની ટયુબ) વડે બાળકને આપી શકાય.
આ માટે તમે કોઇ દવાખાનામાં જઈ હાથ વડે ધાવણ કેમ કાઢવું તે શીખી શકો. બ્રેસ્ટ પંપ પણ બહુ જ સસ્તો આવે છે અને દરેક શહેરમાં છૂટથી પ્લાસ્ટિકનો અને કાચનો એમ બે પ્રકારના મળે છે. કાચનો બ્રેસ્ટ-પંપ આઠેક રૂપિયાનો અન ે પ્લાસ્ટિકનો બ્રેસ્ટ પંપ અઢીથી ૩રૂપિયાનો મળે છે. આ ઉપરાંત ઘણી હૉસ્પિટલોમાં, લાયન્સ ક્લબ જેવી ક્લબો વગેરે તરફથી પણ યોગ્ય ડિપોઝિટલઇને બ્રેસ્ટ પંપ આપવામાં આવે છે. આ બાબતમાં સામાજિક કાર્યકર પણ મદદરૂપ થઇ શકે.
તમારું બાળક નાનું જ નથી, નબળું પણ છે એટલે તેને તમારી કાળજીની ધાવણની ખાસ જરૂર છે. ધાવણ ઓછું કરવા કે બંધ કરવાની ગોળીઓ ના વાપરવી એવી મારી સલાહ છે.
નજીકની લાઇબ્રેરીમાંથી પણ બાળકના ઉછેર, સ્તનપાન વગેરે અંગેની નાની નાની પુસ્તિકાઓ મળી રહેશે. જેમાં સચિત્ર સમજ પણ આપી હોય.
દૂધ (ધાવણ)ના મુક્ત પ્રવાહ માટે શ્રે રસ્તો એ છે કે બાળકનો જન્મ થતાં થોડી પળોમાં જ અને શરૂઆતના થોડા દિવસો સુધી એને સતત સ્તનપાન કરાવવું જોઇએ. બધા પ્રયાસો છતાં ધાવણનો પ્રવાહ વહેતો ન થાય તો હોમિયોપથિમાં કેટલીક ઉત્તમ દવા છે.
માનસિક તનાવન ે કારણે ધાવણ ન આવે તો
ઇગ્નેશિયાલેવાની મારી ખાસ ભલામણ છે. બીજી મહત્ત્વની દવા છે કેલ્લેરિયા ફોસ. જે, શરીરના બંધારણ માટે અતિ જરૂરી એવા ચૂનાના ફોસ્ફેટમાંથી એ દવા બનાવવામાં આવ ે છે. એ દવા લીધાના થોડાં જ દિવસોમાં ધાવણ વધતું જોઇ શકાશે.
માતા વીલાયેલી કે રડમસ હોય અને ધાવણ અપૂરતું કે આવતું જ ન હોય ત્યારે 'લ્સેટીલાદ ઉત્તમ ઔષધ બની રહેશે. એ માટે 'અટીકા યુરેન્સ પણ સરસ દવા છે. અત્યંત અસ્વસ્થતા અને અનિદ્રા સાથે ધાવણ અપૂરતું હોય તેવી માતાઓ કોફિયા લેવાથી ફાયદો અનુભવી શકશે. ધાવણ આવતું થાય એ પછી છાતી પર (દૂધના ભરાવાને કારણે) લાલાશદેખાય અને એની સાથે ધુ્રજારી તેમ જ તાવ આવે, ત્યાં પીડા થાય-એ છાતીના ચેપનું પરિણામ છે. એના નિવારણ માટે બાળક એકદમ ભૂખ્યું રાખી માતાએ ફાયટોલાકા ડીકન્ટ્રા અથવા ક્રોટોન ટીગલિયમ દવા લેવી. સ્તનની ડીંટડીથી દર્દખભા સુધી વિસ્તરે તો કોટોન ટીગલિયમ ઉત્તમ દવા નીવડશે. ફિલેન્દ્રિયમ પણ એવી જ સારી દવા છે.
ક્યારેક ડીંટડી પર ચીરા પડી જાય તો કેલ્લેરિયા કાર્બ, ગ્રેફાઇટ્સ, મકસોલ, સિલિશિયા અથવા સલ્ફરસરસ અસર કરશે.ડીંટડીને સ્તનપાન પછી આનકા અથવા હાઈડ્રેટ્રીસ ટીંક્યરથી સાફ કરવી જોઇએ.
ઘણીવાર એવું બને છે કે ધાવણ ક્યારેક ઓછું આવે, ક્યારેક વધારે આવે. આથી છાતીમાં પીડા અને બેચેની જેવું થાય. એ તકલીફમાં બ્રાયોનિયા, કેલ્કરિયા કાર્બ, સિમીસિફમ વગેરે દવા ઉત્તમ નીવડશે. લાંબા સમયના સ્તનપાનથી નબળાઈ અને અસ્વસ્થતા જણાયતો ચાઇના સરસ દવા છે. એ ઉપરાંત આ કેસમાં ફેર ફોલ પણ સરસ અસર કરશે.
ધાવણ આવે જ નહીંએ ગંભીર તકલીફ ગણાય અને એ માટે હોમિયોપથીની બંધારણલક્ષી સારવાર જરૂરી બને. એ માટે ડોક્ટરને મળવું આવશ્યક છે. ડોક્ટર કેસની વિગતો અને લક્ષણો ચકાસીને દવા સૂચવશે.
માનું ધાવણ બાળકનો શ્રે ખોરાક છે. જન્મ પછીના શરૂઆતના ધાવણમાં આવતા કોલોસ્ટ્રમમાં બાળકના માટે રક્ષક દ્રવ્યો આવતા હોય છે. તેથી માતા ગમે તે સમયે ગરમ, તાજું (ચેપવગરનું) અને જરૂરી ધાવણ જ પૂરું પાડી શકે. ઘણીવાર ધાવણ ઓછું આવતું હોય તો ધાવણ વધારવા નીચેના ઘરગથ્થુ ઉપાય અજમાવી શકાય.
બાળકોન ે સ્તનપાન કરાવતાં પહેલાં માતાએ એક મોટો પ્યાલો (લગભગ એક શેર) દૂધ, ફળનો રસ કે છેવટે પાણી પણ લેવું.
વારાફરતી અલગ સ્તનથી ધવડાવવું
બાળકે ધાવતા ધાવણ વધ્યું હોય તો હાથ વડે દબાવી કાઢી લેવું. આથી નવું ધાવણ પેદા થવાની ઉત્તેજના મળશે.
જો ધાવણ ઓછું કે ધીમું આવતું હોય તો બન્ને સ્તન ઉપર પાંચેક મિનિટ ગરમ પાણીનો શેક કરવો. નીપલ ફરતે હળવા હાથે માલિશ કરવી. સ્તનને હળવા હાથે મર્દન કરવાથી પણ ત્યાંની માંસપેશીઓમાં રક્તસંચાર થાય છે અને સ્તનની કામગીરી નિખરે છે.
ધાવણ ન આવતું હોય તો આરામ લેવો, ચિંતા, માનસિક ઉપાધી વગેરે ત્યજવા એવી સલાહ પણ ડોક્ટરો આપે છે. આ સિવાય પણ સ્તનપાનને લગભગ કેટલીક સમસ્યાઓ છે જે દરેક નવી માતાએ ખાસ ખ્યાલ રાખવી.
મોટાભાગના બાળકો ધાવતી વખતે હવા પણ ગળે છે. જેથી ઘણા બાળકોને ધાવ્યા પછી બેચેની લાગે છે. આથી ધાવ્યા બાદ બાળકને બેસાડવું જોઇએ. અથવા ઊભું રાખવું જોઇએ, જેથી હલકી હવા ઉપર આવતા ઓડકારકડકાર આપીને બહાર નીકળી જતા બાળકનું પેટ હલકું થઇ જશે. એને બેચેની લાગશે નહીં.
સ્તનપાન કરાવતાં પહેલાં માતા ફળનો રસ, દુધ ક ે છેવટે પાણી પણ પીએ તો દૂધનો પ્રવાહ (ધાવણ) વધે છે. એક વાત નોંધી રાખજો કે સ્તનના કદ અને આવતા ધાવણના જથ્થાને કોઈ જ સંબંધ નથી. વધુ ધાવણ આવે તેવું કરવા માટે બાળકધાવે ત્યારબાદ દરેક સ્તન પૂરેપૂરા ખાલી થઇ જવા જોઇએ.
સ્તન ભારે લાગે, દુઃખે, સુજેલા લાગે, દરદ કરે તો તેના ઉપર ગરમ પાણી ઝારવાથી તરત જ આરામ મળશે.
સ્તનપાન કરાવ્યા બાદ સ્તનમાંથી દૂધ ઝમતું હોયતો તેનો અર્થ એ નથી કે સ્તનમાં વધુ પડતું દૂધ છે. સ્તન ઉપર રૂના પડ મૂકી કપડા બગડતા અટકાવો.
સ્તનની ડીંટડી પર કે આસપાસમા ં ચીરાડ કે વાઢિયા પડયા હોય, ડીંટડી આળી થઇ હોય, તો ધવડાવવાનું ચાલુ રાખવાથી તેમા ં ચેપ ફેલાતા પરુ થવા સંભવ છે. આથી આવા વખતે તમારા ડોક્ટરની સલાહ અને સારવાર લો. સ્તનપાન કરાવતી માતાએ ડીંટડી વારંવાર ધોવી જોઇએ. જો તેની ચામડી, ઉપરની કુદરતી તૈલી ચિકાશ કે સ્નિગ્ધતા જતી રહેતા આળા થાય કે દુઃખે આથી તેને વેસેલીન કે તેલ ચોપડી, સુંવાળા રાખવા પડે.
બાળકના જન્મના કેટલાંક મહિના પછીથી માસિક ફરીથી શરૂ થાય છે. બાળક ધાવતું હોય અને માસિક શરૂ થાય તેથી સ્તનપાન બંધ કરાવવાની જરૂર નથી .સ્તનપાન કરાવતી માતાને ગંભીર રોગ કે માંદગી હોય કે ચેપ હોય તો સ્તનપાન કરાવવું કે નહિ તે અંગે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. શરૂઆતમાં બાળક ગમે તે સમયે ધાવવા માગણી કરે, પરંતુ પ્રથમદર ત્રણ કલાકે ધવરાવવાનું રાખવું. પછી દર ચાર કલાકે આનાથી બાળકટેવાઈ જશે અને તે બન્નેને અનુકૂળ રહેશે.
ધવડાવતી વખતે, દરેક વખતે બન્ને સ્તનને વારાફરતી ધવરાવો. ૩થી પાંચ મિનિટ સુધી સ્તનપાનની શરૂઆત કરી ૭થી ૧૦ મિનિટ સુધી વધારો.
ધાવણની શરૂઆતમાં પીળો ચીકણો પદાર્થ જે નીકળે છે તે કોલોસ્ટ્રમ છે (જેમ પ્રાણીમાં જાડું દૂધ આવે છે જેની બંટી બનાવી ખાઇએ છીએ) આથી ગીની કે ત્રીજા કે ચોથા દિવસે ધાવણ બદલાઇ ગયેલું લાગે તે કુદરતી છે.
શરૂઆતમાં બાળક ન ધાવે તેનું કારણ બાળકની જ ઊંઘ કે ઘેન હોઇ શકે, બાળક રડે ત્યારે દરેક વખતે તરત ધવરાવવું જ તેવું કંઇ જરૂરી નથી.
શાંત અને આરામદાયક, આનંદવાળા વાતાવરણમાં ધવરાવવો. બાળકનો ચહેરો દબાઇને ગુંગળાઇ ન જાય તેની કાળજી રાખો. ચિંતા અને ઉપાધી ભૂલી જઇ એકદમ શાંત અને સુંદર વાતાવરણમાં બાળકને પ્રેમથી બુચકારતા બુચકારતા ધવરાવો. તો તેને પોષક આહાર ઉપરાંત માની મમતા પણ મળશે.