સૌ જાણે છે કે વાસ્તુ આર્કિટેક્ચર (સ્થાપત્ય, શિલ્પશાસ્ત્ર) અને ડિઝાઈનનું પ્રાચીન વિજ્ઞાાન છે અને વાસ્તુશાસ્ત્રમાં જળને એક મૂળભૂત તત્ત્વ મનાય છે. ઘર કે ઓફિસમાં એના સ્ત્રોત કાળજીપૂર્વક ગોઠવવાથી વિપુલ પ્રમાણમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પાણીના કુંડ, જેવા વોટરબોડીઝ અને ફાઉન્ટન્સ (ફુવારા) શાંતિ, સમૃદ્ધિ અને પવિત્રતાના પાવરફૂલ સિમ્બોલ્સ (પ્રતીકો) છે અને એમનું વિચારપૂર્વકનું પ્લેસમેન્ટ (ગોઠવણી) વસવાટમાં 'પ્રાણ' તરીકે ઓળખાતા ઉર્જાના પ્રવાહ પર પ્રોઝિટીવ પ્રભાવ પાડે છે. અહીં આપણે એ જાણીશું કે વાસ્તુના સિધ્ધાંતો કે નિયમો પ્રમાણે ઘરમાં વોટરબોડીઝ ગોઠવવાથી કઈ રીતે સમૃદ્ધ અને શાંત માહોલ રચી શકાય છે.
વોટરબોડીઝનું પ્લેસમેન્ટ :
વાસ્તુ વિજ્ઞાાન અનુસાર પૂર્વોત્તર (ઈશાન) દિશા વોટરબોડીઝના પ્લેસમેન્ટ માટે સૌથી શુભ ગણાય છે. આ એરિયા જળતત્ત્વ સાથે જોડાયેલો હોવાથી પોઝિટીવ એનર્જીના પ્રવાહનો સ્ત્રોત ગણાય છે. એટલે આ દિશામાં પાણીનું નાનકડું કુંડ કે ફુવારો મુકવાથી પોઝિટીવ વાયબ્રેશન્સ (તરંગો) ઉત્પન્ન થશે અને એને કારણે શાંતિ અને ધનસંપત્તિ સારી એવી વધશે.
ઘરના નાનકડા ગાર્ડન કે પ્રાંગણના પૂર્વોત્તર ખુણે નાનકડું પાણીનું કુંડ બનાવો કે ડેકોરેટિવ ફાઉન્ટન ગોઠવો એટલે એને કારણે એક પ્રશાન્ત ફોકલ પોઈન્ટ (કેન્દ્ર બિન્દુ) રચાસે અને આખા ઘરમાં પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વધી જશે.
સાઈઝ અને શેપ :
વોટર બોડીઝની સાઈઝ અને શેપની વાસ્તુના નિયમો પ્રમાણે કાળજીપૂર્વક પસંદગી થવી જરૂરી છે. ફુવારા કે કુંડનો ગોળાકાર કે અંડાકાર શેપ સાતત્ય અને સંવાદિતાનું પ્રતીક હોવાથી એને એન્ગ્યુલર (કાટખુણિયા) આકાર કરતા વધુ પસંદગી આપવી તમારા લાભમાં છે. બીજૂં, વોટર બોડીની સાઈઝ (કદ) ઉપલબ્ધ સ્પેસને સપ્રમાણ હોવી જોઈએ. એ મુકવાથી આસપાસનો પરિસર સંપૂર્ણપણે ઢંકાઈ ન જાય ેનું ધ્યાન રાખવું.
ગાર્ડન કે પ્રાંગણની મધ્યમાં એક નાનકડો ગોળાકાર ફુવારો મૂકો એટલે એ મધુર સંવાદિતાનું ફોકલ પોઈન્ટ બની રહેશે. અને માહોલમાં સંતુલન અને સમૃધ્ધિનો સંગમ રચાશે.
મેઈનટેનન્સનું મહત્ત્વ :
વાસ્તુ વિજ્ઞાાનમાં જળસ્ત્રોતોની સ્વચ્છતા અને એમનું સરસ મેઈન્ટેનન્સ એકદમ આવશ્યક ગણાય છે. યાદ રાખો કે બંધિયાર અને ગંદુ પાણી નેગેટીવ એનર્જીક (ઉર્જાઓ) અને આમંત્રણ આપસે અને એને લીધે તમારા આવાસમાં પોઝિટિવ એનર્જીનો પ્રવાહ રુંધાશે. એટલે જ વાસ્તુ એમ કહે છે કે પાણીના કુંડ અને ફુવારાની ખાસ ધ્યાન આપો, જેથી એ જળસ્ત્રોત સુખ-શાંતિ અને પોઝિટિવિટી લાવતા રહે.
પ્રોપર ફિલ્ટરેશન સિસ્ટમ વસાવી પાણીના કુંડના કે ફુવારાને ક્લિન કરવાનું એક રૂટીન બનાવી લો. એને લીધે જળની પવિત્રતા જળવાશે અને પરિવારને એના લાભ મળવાના ચાલુ રહેશે.
પાણીના પ્રવાહની દિશા :
વાસ્તુશાસ્ત્રમાં જળપ્રવાહની દિશા અગત્યની ગણાય છે. આદર્શ સ્થિતિમાં પાણીનો પ્રવાહ પૂર્વોત્તરતી નૈઋત્ય દિશામાં વહેતો હોવો જોઈએ. એનાથી એનર્જીનો કુદરતી પ્રવાહ જળવાઈ રહેશે. ઘર કે ઓફિસમાં પોજિટીવ વાઈબ્રેશન્સ જળવાઈ રહે એ માટે પાણી બંધિયાર ન રહે. અને એનો પ્રવાહ ખોટી દિશામાં ન ફંટાય એની ચોક્સાઈ રાખો.
વાસ્તુના નિયમો પાળવા જેમા ઈશાનથી નૈઋત્ય દિશામાં જળપ્રવાહ પસંદ કરો. એનાથી એનર્જીનો સ્મુથ ફ્લો જળવાશે અને ઘરમાં સમૃદ્ધિ અને સુખાકારી આવશે.


