યંગ લુક માટે 5 ટોચના ટ્રેન્ડી નેઇલપેન્ટ્સ
કોઈ પણ પ્રસંગ હોય કે પાર્ટી, ઉત્સવ હોય કે ઉલ્લાસ હાથનું સૌંદર્ય વધારનાર નેઇલપેન્ટ્સ કે નેઇલ પોલિસને આઉટફિટ અને મેક-અપની જેમ પર્સનાલિટીને પણ યંગ લુક આપે છે, જે આપણી હાજરીને એક નોખો જ ઉભાર આપે છે. આ માટેના સૌથી લોકપ્રિય ટોચના પાંચ શેડ્સ ક્યા છે, એ આપણે જાણીએ અને એ પ્રમાણે નખને અનોખો લુક આપીએ.
ગ્રીન
આપણી ઉંમરથી ઓછી ઉંમરના નજરે પડવા માટે નેઇલપેન્ટ્સના ટિપિકલ શેડ્સને હવે અલવિદા કહી દેજો અને પોતાના વેનિટી બોક્સમાં ફ્રેશ ગ્રીન શેડની નેઇલપોલિસ રાખો. નેઇલપેન્ટના ગ્રીન શેડ્સ હાથની સુંદરતા વધારવાની સાથોસાથ પર્સનાલિટીને પણ યંગ-લુક આપે છે.
ઓરેન્જ
જો તમે ટિપિકલ રેડ શેડથી કંટાળી ગયા છો તો ઓરેન્જનાં નવા શેડ્સ ટ્રાઈ કરો. ફ્રેશન, કુલ, યંગ લુક માટે ઓરેન્જ શેડની પસંદગી પરફેક્ટ છે. ઓરેન્જ શેડના નેઇલપેન્ટ્સ કોઈ પણ વેસ્ટર્ન આઉટફિટને સ્ટાઈલિસ્ટ લુક આપવામાં કાફી છે. આ શેડ્સ તો દૂરથી પણ હાઈલાઇટ થાય છે.
બ્લ્યુ
કુલ બ્લ્યુ શેડ યંગ લુક માટે પરફેક્ટ છે. બજારમાં એકવા બ્લ્યુથી માંડીને ડાર્ક બ્લ્યુના કેટલાંય શેડ્સ સરળતાથી મળી જાય છે. નેઇલપેન્ટના બ્લ્યુ શેડ્સ માત્ર યંગ-ફ્રેશ જ નહીં, પણ ફન્કી લુક પણ આપે છે. તમે પણ ફ્રેશ એન્ડ કુલ બ્લ્યુ નેઇલપેન્ટને તમારી વેનિટી બોક્સમાં રાખવાનું ભૂલશો નહીં.
પિન્ક
યંગ લુક મેળવવા ઇચ્છતી હો તો આંખ બંધ કરીને પિન્કનો કોઈપણ શેડને પસંદ કરી શકો છો. ફેમિનીન પિન્ક શેડ કોઈ પણ પ્રસંગમાં ટ્રાઈ કરી શકો છો. સ્ટાઇલિસ્ટિ લુક માટે નિઓન પિન્ક શેડની પસંદગી પણ કરી શકો છો. હાલમાં નિઓન શેડ્સ ડિમાન્ડમાં છે.
યલો
યંગ અને ફ્રેશ લુક માટે યલો શેડની પસંદગી પણ કરી શકાય છે. ફ્રેશ યલો શેડની નેઇલપોલિસ દરેક આઉટફિટિની સાથે આસાનીથી મેચ થઈ જાય છે અને ફ્રેશ લુક પણ આપે છે.
મેટ ફિનિશ ધરાવતો નેઇલપેન્ટ પર પસંદગી ઉતારો, જે વધુ આકર્ષક નજરે પડે છે.