ધનસુરામાં કોરોનાના બે કેસ આવતા બફર ઝોન જાહેર કરાયા
- કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરી લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો
- કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરી લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો
ધનસુરા,તા.20 જૂન, 2020, શનિવાર
ધનસુરા ની બંસીધર
સોસાયટીમાં ૧ કેસ અને વડાગામમાં ૧ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું
છે.ધનસુરા તાલુકામાં કોરોના પોઝીટીવ ના બે કેસ નોંધાયા હતા.
જેમાં ધનસુરાની બંસીધર
સોસાયટીમાં રહેતા ૫૧ વર્ષ ના રાજેન્દ્રભાઈ માલીવાલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો
હતો.તેમનું હિંમતનગર મેડીસ્ટાર હોસ્પિટલ માં સેમ્પલ લેવામાં આવ્યું હતું.ત્યાર બાદ
રીપોર્ટ પોઝીટીવ આવતાં ધનસુરા ગામ પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે
આ વિસ્તારને તા.૧૯ જુન થી ૩ જુલાઈ સુધી સીલ કરી અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં
આવ્યો હતો.
જયારે તાલુકાના
વડાગામમાં રહેતા ૫૫ વર્ષિય પુરૂષ કોરોના
પોઝીટીવ આવ્યો હતો.ધનસુરામાં અત્યાર સુધી કોરોના ના ૫ કેસ નોંધાયા છે.જયારે
તાલુકામાં અત્યાર સુધી ૨૨ કેસ નોંધાયા
છે.તકેદારીના ભાગરૂપે ધનસુરા તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.યોગેશભાઈ ગોસ્વામી ના
માર્ગદર્શન હેઠળ ધનસુરા બંસીધર સોસાયટી અને વડાગામમાં સેનેટાઈઝર કરવાની અને
સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે
સુરક્ષા બાબતે તકેદારીના પગલારૃપે આ વિસ્તારને કોવિડ-૧૯ નો કન્ટેઈમેન્ટ ઝોન જાહેર
કરી લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.