ધનસુરા તાલુકાના જુની શિણોલ ગામના યુવાને કોરોનાને હરાવ્યો
- રિપોર્ટ નેગેટિવ આવતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ
- કોરોનાને મ્હાત આવતા ગ્રામજનોએ પુષ્પવર્ષા કરીને તાળીઓથી યુવાનનું સ્વાગત કર્યું
ધનસુરા,તા.10 મે, 2020,
રવિવાર
ધનસુરા સહિત તાલુકામાં
કોરોના પોઝીટીવના શરૃઆતમાં ત્રણ કેસ થતાં કોવીડ-19 હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં
સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ આવતાં જુની શિણોલના યુવાને કોરોનાને માત આપતાં
હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.
ધનસુરા સહિત તાલુકાના
છેવાડીયા અને જુની શિણોલમાં શરૃઆતના તબક્કામાં ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોધાતાં આ
ત્રણેય દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા કોવીડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.ત્યાર બાદ છેવાડીયાની મહિલા તથા
ધનસુરાનો યુવક સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.જયારે જુનીશિણોલ ગામના અતિત
ચૌધરી એ કોરોના ને માત આપી હતી.અને સારવાર બાદ રીપોર્ટ નેગેટીવ આવતાં વાત્રક
કોવિડ-19 હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.યુવક સ્વસ્થ થઈ ગામમાં
આવતા લોકોએ પુષ્પવર્ષા અને તાળીઓથી સન્માન કર્યું હતું.