ખેડબ્રહ્મા, તા. 7 જૂન, 2020,
રવિવાર
કોરોના મહામારી સામે
લોકડાઉન જાહેર કરાયું હતું. લોકડાઉનના ૭૪ દિવસ બાદ આવતીકાલે તા. ૮ જૂન, ૨૦૨૦ સોમવારથી ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું
મંદિર દર્શનાર્થી માટે ખૂલશે.
સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે
તે માટે મંદિર પરિસરમાં માર્કીંગ કરાયું, શ્રધ્ધાળુઓએ સરકારના તમામ નિયમો પાળવા પડશે. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર લોકડાઉન કારણે બંધ કરવામાં
આવ્યું હતું. જે હવે ૭૪ દિવસ પછી ખોલવામાં આવી રહ્યું છે. છેલ્લાં બે દિવસથી
મંદિરમાં સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. મંદિરમાં ડેપ્યુટી કલેકટર કૌશીક મોદી તેમજ
મામલતદાર જી.ડી.ગમારે રૂબરૂ મુલાકાત લઇ દર્શનાર્થીઓના દર્શન માટે સુચનો કરતાં
ટ્રસ્ટી બોર્ડ દ્વારા મંદિરમાં સવારે દર્શનાર્થીઓને ૮થી ૧૨ દર્શન થશે તેમજ ૧૨
વાગ્યા પછી સાંજની આરતી સુધી જાળીમાંથી દર્શન થશે. આરતી પછી ૮ વાગ્યા સુધી મંદિર
ખુલ્લું રહેશે. ભક્તોને ક્રમ પ્રમાણે દસ દસ જણાને જ મંદિરમાં દર્શન માટે પ્રવેશ
અપાશે.


