સર્કલ ઓફિસરની કાર પર હુમલો કરીને બળજબરીથી શખ્સો ટ્રેકટર છોડાવી ગયા
- રસુલપુર પાસે ગેરકાયદે રેતીનું વહન કરતા ટ્રેકટર જપ્ત કરતાં
- સર્કલ ઓફિસરની કાર રોકી છ શખ્સોએ લાકડી અને ધારીયાથી કારમાં તોડફોડ કરીને હંગામો મચાવ્યો
પ્રાંતિજ,તા.21 જૂન, 2020,
રવિવાર
પ્રાંતિજ પાસેની સાબરમતી
નદીમાંથી ગેરકાયદે રેતી ભરીને આવતા ટ્રેકટરને પ્રાંતિજ સર્કલ ઓફિસર ભરતભાઈ પુરોહિત
સીઝ કરીને પ્રાંતિજ મામલદાર કચેરીએ લાવતા હતા ત્યારે પ્રાંતિજના રસુલપુર ગામ
પાસે કાર લઈને આવેલા છ જેટલા શખ્સોએ
ગાડીને રોકી લાકડી અને ધારીયુ લઈને સર્કલની ગાડી પર હુમલો કરતા સર્કલ ઓફિસર ભરતભાઈ
પુરોહિતે ટ્રેકટરના ચાલક સહિત છ શખ્સો વિરૂદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશને ગુનો
નોંધાવ્યો છે.
પ્રાંતિજથી પાંચ કિલો
મીટર દૂર સાબરમતી નદીના પટમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરવાનો વ્યવસાય મોટે પાયે
ચાલે છે રાત્રીના સમયે પણ રેતીની ગેરકાયદે ચોરી યાય છે ત્યારે શનિવારના રોજ બપોરે
પોણા પાંચ વાગ્યાના સમયે ગેરકાયદે રેતી ભરેલા એક ટ્રેકટર સલાલ પાસેથી પસાર થતું
હતુ. પ્રાંતિજ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ભરતભાઈ પુરોહિતે રેતી ભરેલા ટ્રેકટરને
રોકી તેને સીઝ કરી પ્રાંતિજ મામલતદાર કચેરીએ લઈ જતા તે દરમ્યાન પ્રાંતિજના રસુલપુર
ગામ પાસેથી પસાર થતા હતા. ત્યારે એક કારમાં લાકડી અને ધારીયુ લઈને આવેલા પાંચ
જેટલો ઈસમોએ પ્રાંતિજ સર્કલ ઓફિસરની કાર પર હુમલો કરી સરકારી કબજામાં લીધેલ
ટ્રેકટરને બળજબરીથી ભગાડી લઈ સરકારી
કામમાં અડચણ ઉધી કરી કારના પાછળના ભાગનો કાચ તોડી રૂ.૪૦૦૦ જેટલું નુકસાન
પહોંચાડી ગાળો બોલી જાનથી મારી નાખવાની
ધમકી આપી હતી. જેને લઇને સર્કલ ઓફિસર ભરતભાઈ પુરોહિતે મહેશભાઈ કાળુભાઈ
વણકર (ટ્રેકટરનો ચાલક રહે.સાંપડ) તથા બીજા પાંચ શખ્સો વિરૂદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવ્યો
છે.