Get The App

હિંમતનગરમાં પ્રેમનગર સોસાયટીમાં બનેલો બનાવ

- બાઇક પાર્કિગ કરવા મુદ્દે છ શખ્સોનો દૂકાનદાર ઉપર હથિયારથી હુમલો

- દુકાન આગળ કારના કાચ પણ તોડયા ઃ એક ઇજાગ્રસ્ત ઃ પોલીસે છ શખ્સો સામે ફરિયાદ નોંધી

Updated: Dec 19th, 2019

GS TEAM

Google News
Google News
હિંમતનગરમાં પ્રેમનગર સોસાયટીમાં બનેલો બનાવ 1 - image

હિંમતનગર તા.18 ડિસેમ્બર, 2019, બુધવાર

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ પ્રેેમનગર સોસાયાટીમાં મંગળવારે દુકાન આગળ આડુ બાઈક મુકવા બાબતે છ જણા સાથે થયેલી બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. અને આ છ જણાએ દુકાનદારની દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી મારક હથિયારો સાથે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.તથા રૃા. 10 હજારનું નુકસાન પહોચાડયાની ફરીયાદ હિંમતનગર એ.ડીવીજન પોલીસલ સ્ટેશનમાં નોધાવા પામી હતી.

પ્રેમનગર સોસાયટીમાં રહેતા નિરવ જીતેન્દ્રભાઈ પરમારે નોધાછેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ મંગળવારે સાંજે સાત વાગ્યાના સુમારે અમીત બળદેવભાઈ રબારીએ અશ્વિનભાઈની દુકાન આગળ બાઈક આડુ મુકી દીધુ હતુ. દરમ્યાન અશ્વિનભાઈ તેમનુ એક્ટીવા બહાર કાઢવામાં આ બાઈક નડતુ હોવાથી અમીતભાઈને તે લઈ લેવા માટે કહ્યું હતુ. જ્યારે અમીતભાઈ ઉશ્કેરાઈ જઈ અશ્વિનભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.

ત્યારબાદ આ ઝઘડાની અદાવત રાખીને અમીતભાઈ રબારી, તેમના ભાઈ, કેતન રબારી, વિશાલ રબારી, કાળુ ધોબી તથા ભુવાજી નામના શખ્સોએ મારક હથિયારો સાથે અશ્વિનભાઈની દુકાનમાં ગેરકાયદે મંડળી રચી ઘુસી ગયા બાદ  હુમલો કરી અશ્વિનભાઈને શરીરે ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત આ શખ્સોએ નિરવભાઈ પરમારની દુકાન આગળના કાચની તોડફોડ કરીને રૃા.10 હજારનું નુકસાન પહોચાડયું હતુ.જેથી નીરવભાઈ પરમારે આ છ જણાએ વિરૃધ્ધ હિંમતનગર એ.ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

Tags :