બાયડ પોલીસની દાદાગીરી માસ્ક ન પહેરનાર વેપારીએ દંડમાં સિક્કા આપતા મારમાર્યો
- પોલીસને દંડ પેટે રૂ. 5 અને 10ના સિક્કા આપ્યા હતા
- સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ : પાર્લરના માલિક માસ્ક ન પહેરતા પોલીસે રૂ.200 નો દંડ કર્યો હતા
બાયડ,તા.23 જૂન, 2020, મંગળવાર
કોરોનાની મહામારીમાં માસ્ક
ન ૫હેરનારને રૂ.૨૦૦ દંડની જોગવાઈ છે. પરંતુ
બાયડમાં એક વેપારીએ માસ્ક ન પહેરયું હોવાથી પોલીસે દંડ પેટેની રકમ પણ પોલીસને
આપી હતી. પરંતુ વેપારીએ દંડ પેટે રૂ. ૫ અને ૧૦ ના સિક્કા આપતા પોલીસે વિના કારણે વેપારીને
ઢોર મારમાર્યો હોવાનો આક્ષેપ થયો છે આ સમગ્ર ઘટનાની દુકાનાના સીસીટીવી કેમેરામાં કેદ
થઇ છે.જેના પગલે પોલીસ સામે વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. કોરોનાની મહામારી વચ્ચે સરકાર
દ્વારા જાહેર સ્થળો, માર્ગો પર
તમામ વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ બનાવ્યો છે અને માસ્ક પહેર્યા વિના નિકળનાર
પાસેથી રૂ.૨૦૦ નો દંડ વસુલવાનો નિયમ છે. ત્યારે બાયડમાં ડેરી પાર્લર ધરાવતા અને માવાનો
વેપાર કરતા દશરથભાઈ પંડિત પોતાની દુકાને હતા ત્યારે તેમણે માસ્ક પહેર્યું ન હતું.
એક પોલીસની ગાડી દુકાને આવી હતી અને વેપારીને બોલાવી
માસ્ક ન પહેરવાનું કારણ પુછયું હતું આથી વેપારીએ કીડીઓ કરડી હોવાથી માસ્ક ન પહેર્યું
હોવાનું જણાવ્યું હતું. પહેલા તેમણે દંડ ભરવાની
આના કાની કરી હતી પરંતુ બાદમાં પાડોશીની સમજાવાટથી તે દંડ ભરવા તૈયાર થયા હતા અને દંડ
પેટે દુકાનમાં રહેલા રૂ. ૫ અને રૂ.૧૦ ના સિક્કો પોલીસને આપ્યા હતા. પરંતુ તેમણે રોકડ
ન સ્વીકારી ઉલ્ટાનું વેપારીને ઢોર માર માર્યો હતો. જો કે બાયડ પોલીસની દાદાગીરીની સમગ્ર
ઘટના વેપારીએ દુકાનમાં લગાવેલા સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. શહેરના એક વેપારીને
પોલીસે વગર વાંકે મારમારવાની ઘટનાના શહેરભરમાં ઘેરા પ્રત્યાધાત પડયા છે. ત્યારે પોલીસ
વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફુટેજની તપાસ કર્યા બાદ જવાબદાર કર્મચારીઓ સામે પગલાં
લેવામાં આવે તેવી માંગ ઉઠાવી માંગી છે.