મેઘરજ તાલુકાના 200 તળાવો અને 46 ચેકડેમોના તળિયા દેખાયા
- અનિયમિત વરસાદને કારણે વિકટ સ્થિતિ
- વાત્રક, માસુમં, સુખડ નદીના કિનારે આવેલા 38 ગામોમાં પાણીની ગંભીર સ્થિતિ
મેઘરજ, તા. 21 જુલાઈ, 2020,
મંગળવાર
મેઘરજ તાલુકામાં ઉનાળાની
શરૂઆતથી જ પાણીની વિકટ પરિસ્થિતિ પેદા થવાના કારણે પશુધન માટે ઘાસચારાની વિકરાળ
સમસ્યા પેદા થઈ છે. ચોમાસુ અડધુ વિત્યુ છતાં તાલુકાના ૪૬ ચેકડેમો, ૧૭ જેટલી માયનોર ઈરીગેશન, ૨૦૦ જેટલા તળાવોના પાણી નીચે ઉતરી જવાના કારણે સુકાભઠ્ઠ થયા છે. ગત વર્ષે
મેઘરજ તાલુકામાં અપુરતા વરસાદ પડવાનાકારણે છેલ્લા એક માસથી નગર અને તાલુકામાં
ગરમના કારણે કુવાઓ, હેન્ડપંપો, બોર
મોટરના તળીયાના પાણી ઊંડા થઈ ગયાં છે. મેઘરજ તાલુકાના અતોલી, જાલમપુર, ઈસરી, બાદર, તારા છાપરા, ઘરોલા, સહિતના
ગામોમાં સિંચાઈ દ્વારા ૪૬ જેટલા ચેકડેમો બનાવ્યા છે. ગત વર્ષે અપુરતો વરસાદ પડવાના
કારણે તમામ ચેકડેમોમાં નહિવત પાણી ભરાયા હતા. જેમ જેમ ઉનાળાના દિવસો પ્રરંભ થયા બાદ ૪૬ ચેકડેમોના પાણી સુકાઈ
જવાના કારણે ચેકડેમોમાં પામી અને પથરા દેખાવવા માંડયા છે. કેટલીક જગ્યાએ ચેકડેમો
પુરાઈ ગયા છે.
બીજી તરફ મેઘરજ તાલુકાના
કિનારા વિસ્તારમાંથી વાત્રક, માઝુમ,
સુખડ નદી પસાર થાય છે. જેમાં વાત્રક નદીના કિનારે ૧૯ ગામડા, માઝુમ નદીના કિનારે ૧૧ ગામડાઅને સુખડ નદીના કિનારે ૮ ગામડા મળી કુલ્લે ૩૮
ગામોમાં મેઘરજ તાલુકાની પસાર થતી નદીઓના કિનારેથી પસાર થાય છે. આ ગામડાઓમાં કુવાઓ,
બોર, મોટરો, હેન્ડપંપો
સુકાઈ જવાના કારણે ૩૮ ગામડાઓની હાલત કફોડી બની ગઈ છે. આ ગામડાઓની પ્રજા પશુધન સાથે
હિજર કરે તેવા એંણ વર્તાઈ રહ્યા છે. સિંચાઈ ખાતાએ કરોડો રૂપિયાના ખર્ચે માયનોર
ઈરીગેશન બનાવી હતી પરંતુ ઉનાળાના પ્રારંભે સિંચાઈ યોજનાઓ ભુકી ભટ્ટ થઈ જતાં આ
જગ્યાએ પુધન ઘાસના તાંતળા ચરીને દિવસો પસાર કરે છે. તાલુકાના ૧૨૯ ગામડાઓના વિસ્તારોમાં બનાવેલા ૧૬૭
જેટલા તળાવો ઉનાળાના પ્રારંભે સુકાભટ્ટ થઈ
ગયા છે. જેના કારણે તાલુકાનાં પાણીની વિકરાળ પરિસ્થિતિ ઊભી થઈ છે. મેઘરજ તાલુકામાં
પાણીની સમસ્યાઓના નિકાલ માટે પાણી પુરવઠા
વિભાગ કેટલાક પગલાં ભરે છે. મેઘરજ તાલુકામાં પાણીની વિકરાળ પરિસ્થિતિ હોલાના કારણે
૧૦થી વધુ ગામડાઓને ટેન્કર દ્વારા પાણીનો
જથ્થો પહોંચાડવામા આવે તેવી લોકોની ઉગ્ર માંગણી છે.