ધો-12 માં આંકડાશાસ્ત્ર અને ઇતિહાસનું પેપર સરળ
- આંકડાશાસ્ત્રમાં 33 છાત્રો ગેરહાજર
- બીજા દિવસે એકપણ કોપીકેસ ન નોંધાયો
હિંમતનગર, તા.6 માર્ચ, 2020, શુક્રવાર
ગુજરાત માધ્યમિક શિક્ષણ
બોર્ડ દ્રારા ગુરૂવારથી શરૂ કરાયેલી ધો-10 અને 12 ની પરીક્ષાના બીજા દિવસે એટલે કે શુક્રવારે
સામાન્ય પ્રવાહના આર્ટસ અને કોમર્સ વિદ્યાશાખાનું પેપર હતુ જે એકંદરે સરળ નીકળતા
વિદ્યાર્થીઓને તેના જવાબો લખવામાં મજા પડી ગઈ હતી દરમ્યાન શુક્રવારે એકપણ કોપીકેસ
નોંધાયો નથી.
ધો-12 સામાન્ય પ્રવાહમાં શુક્રવારે આર્ટસ વિભાગમાં ઈતીહાસનું પેપર હતુ જેમાં 215 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 1 વિદ્યાર્થી
ગેરહાજર હતો. આ ઉપરાંત કોમર્સ શાખાના આંકડાશાસ્ત્રના પેપરમાં કુલ 1952 વિદ્યાર્થીઓ પૈકી 1919 વિદ્યાર્થીઓ હાજર હતા જ્યારે
33 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા શુક્રવારે લેવાયેલી પરીક્ષામાં
જિલ્લાના એકપણ કેન્દ્રમાં કોઈપણ વિદ્યાર્થી કોપી કરતા પકડાયો નથી.
અરવલ્લીમાં બોર્ડ પરીક્ષાના બીજા દિવસે 23 પરીક્ષાર્થી ગેરહાજર
અરવલ્લી જિલ્લામાં શરૂ થયેલ બોર્ડ પરીક્ષાના બીજા દિવસે ધોરણ-10 ના ઈતિહાસ અને ધોરણ-12 ના સામાન્ય પ્રવાહમાં
આંકડાશાસ્ત્ર ની પરીક્ષા યોજાઈ હતી.ઈતિહાસ વિષયની પરીક્ષામાં નોંધાયેલ 424 પરીક્ષાર્થીઓ પૈકી 11 અને આંકડાશાસ્ત્ર વિષય ની
પરીક્ષામાં નોંધાયેલ 881 વિદ્યાર્થીઓમાં 12 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહયા હતા.જયારે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં
પરીક્ષા સંપન્ન થઈ હોવાનું જિલ્લાના નાયબ શિક્ષણાધિકારી શૈલેષભાઈ પટેલે જણાવ્યું
હતું.