હિંમતનગરમાં છ, ઈલોલ- હડીયોલ અને પોગલુમાં એક-એક કોરોનાનો કેસ
- જિલ્લામાં અત્યાર સુધીમાં 240 કેસ નોંધાયા
- જિલ્લામાં કુલ 74 એકટિવ કેસ: સાત દર્દીના મોત : 159 દર્દીઓને અત્યાર સુધીમાં રજા અપાઇ
અમદાવાદ, તા.11 જુલાઈ, 2020,
શનિવાર
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો
ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે ત્યારે અનેક લોકો રોજબરોજ નિયમોનો ભંગ કરીને ફરતા હોવાને
કારણે પોઝેટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ
નવ કેસના ઉમેરા સાથે જિલ્લામાં કુલ કેસનો આંકડો ૨૪૦ થઈ ગયો છે. તેમાંથી અત્યારે ૭૪
કેસ એક્ટીવ છે. છેલ્લા ૨૪ કલાકમાં જે નવ કેસ નોધાયા છે તેમાં હિંમતનગરમાં ૬, ઈલોલ અને હડીયોલમાં ૧ તથા પ્રાંતિજ તાલુકાના
પોગલુ ગામમાં પણ વધુ એક કેસ નોધાયો છે.
જિલ્લામાં જે નવ કેસ નોધાયા છે તે પૈકી
હિંમતનગરની સાબરકુંજ સોસાયટીમાં ૩૮ વર્ષિય યુવક, કોટીયર્ક સોસાયટી છાપરીયા વિસ્તારમાં ૨૫ વર્ષિય મહિલા,
સંજર સ્ટ્રીટ નવી મહોલાતમાં ૬૭ વર્ષિય પરૂષ અને ૬૧ વર્ષિય મહિલા તથા
ભાટવાસના ૩૨ વર્ષિય યુવકનો રીપોર્ટ કોરોના પોઝેટીવ આવ્યો છે. હિંમતનરગ તાલુકાના ઈલોલ ગામના ૪૧ વર્ષિય યુવક
અને હડીયોલ ગામના ૫૧ વર્ષિય પુરૂષ પણ કોરોના પોઝેટીવનો ભોગ બન્યા છે. તેજ પ્રમાણે
પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામે પણ ૬૫ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો
છે. પોગલુ ગામે અત્યાર સુધીમાં કોરોના પોઝેટીવના ત્રણ કેસ નોધાયા છે. જ્યારે
શનિવારે સારવાર લઈ રહેલા નવ દર્દીઓને રજા અપાઈ છે. તેમાં હિંમતનગર તાલુકાના છ અને
તલોદ, ઈડર અને પ્રાંતિજ તાલુકાના એક દર્દીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝેટીવનો આંકડો ર૪૦ થયો છે તે પૈકી
૧૫૯ ને રજા અપાઈ છે.
જ્યારે ૭૪ કેસ એક્ટીવ છે અને અત્યાર સુધીમાં સાત
જણાના મોત નિપજ્યા છે. તાલુકા પ્રમાણે વાત કરીએ તો હિંમતનગર તાલુકામાં કુલ પોઝેટીવ
કેસ ૯૦, પ્રાંતિજમાં ૬૧, ઈડરમાં
૩૧, તલોદમાં ૨૧, વડાલીમાં ૧૩, ખેડબ્રહ્મામાં ૧૨, પોશીનામાં ૩ અને વિજયનગરમાં ૯ કેસ
છે.