સાબરકાંઠાની જિલ્લા જેલમાં 120ની ક્ષમતા સામે 204 કેદીઓનો ભરાવો
- મહિલા કેદીઓને અમદાવાદ સ્થિત જેલમાં ખસેડવાની સ્થિતિ
- જિલ્લા જેલમાં 67ના મહેકમ પૈકી કલાર્ક અને અધિકારીઓ સહિત 41 કર્મચારીઓનો જ સ્ટાફ : કેદીઓની સુરક્ષા સામે પણ પ્રશ્રાર્થ
હિંમતનગર તા. 22
હિંમતનગર શહેરમાં આવેલી
જિલ્લા જેલ દિન પ્રતિદિન ક્ષમતામાં નાની અને સુવિધા વિહોણી બની રહી છે. હિંમતનગર શહેરના પોલીસ હેડક્વાર્ટસના બાજુમાં કાર્યરત
જિલ્લા જેલમાં ૬ બેરેકમાં ૧૨૦ કેદીઓ સમાવી શકાય તેવી વ્યવસ્થા સામે હાલમાં ૨૦૪ જેટલા
કેદીઓને રાખવામાં આવ્યા છે એટલે કે ક્ષમતા કરતા વધુ કાચા કામના કેદીઓનો ભરાવો થયો છે.
તેવુ હાલના ફરજ પરના જેલ અધિકારીએ જણાવ્યુ હતુ.
સાબરકાંઠા જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં દિનપ્રતિદિન
ગુન્હાહિત પ્રર્વૃત્તિ આચરનારા ગુનેગારોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. ત્યારે કેટલાક
અતિ ગંભીર ગણાતા ગુન્હાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ગુન્હેગારોને સાબરકાંઠા જીલ્લાની
જીલ્લા જેલમાં મોકલી આપવામાં આવે છે. એક તરફ વધતા જતા ગુન્હાનો ગ્રાફ અને બીજી તરફ
આરોપીઓ સામે સંકજો પીસાઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની જેલમાં ક્ષમતા કરતા વધુ
કેદીઓને રાખવાની અધિકારીઓને નોબત આવી છે.
સાથે સાથે એક બેરેકમાં જુદા જુદા ગુન્હાના આરોપીઓની કસ્ટડી લઈને
નામચીન અને રીઢા ગુન્હેગારો દ્વારા કેટલાક કિસ્સાઓમાં અન્ય કેદીઓને કનડગત પણ કરવાની
શક્યતાઓ રહેલી હોવાથી કેદીઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.
જો કે જિલ્લાની જેલમાં સી.સી.ટી.વી. કેમેરા સજ્જ હોવાથી જેલમાં
રહેલા કેદીઓની ગતિવિધિઓ ઉપર બાજ નજર રાખવામાં આવે છે.
જેલમાં સરકારી નિયમ મુજબ ૬૭ પૈકી ૪૧ કર્મચારીઓનુ મહેકમ કાર્યરત
પોલીસ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલા મહેકમમાં પણ અભાવ જોવા મળી
રહ્યો છે. જેમાં સાબરકાંઠા જીલ્લાની જીલ્લા જેલમાં સરકારી નિયમ મુજબ ૬૭ પૈકી ૪૧ કર્મચારીઓનુ
મહેકમ કાર્યરત છે. જેથી તંત્ર દ્વારા જીલ્લાની જેલમાં મહેકમ ફાળવવામાં આવે તે અંત્યત
જરૂરી બન્યુ છે.
સાબરકાંઠા જિલ્લામાં મહિલા કેદી માટે જેલનો અભાવ
જિલ્લાભરમાં ગુન્હાહિત પ્રર્વૃત્તિ આચરનારા રીઢા ગુન્હેગારો
માટે જિલ્લાભરમાં માત્ર એક જિલ્લા જેલ કાર્યરત છે ત્યારે જિલ્લામાં ગુન્હાહિત પ્રર્વુત્તિઓ
આચરનાર મહિલા કેદીઓ માટે જિલ્લામાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. ત્યારે
મહિલા કેદીઓને અમદાવાદ સ્થિત જેલના અલાયદા બેરેકમાં મોકલવામાં આવે છે.
જિલ્લાની જેલમાં મહિલા કેદીઓ માટે ટુક સમયમાં અલાયદી વ્યવસ્થા
કરાશે
પોલીસ તંત્ર દ્વારા
ત્યારે મહિલા કેદીઓને અમદાવાદ સ્થિત જેલના અલાયદા બેરેકમાં મોકલવામાં આવે છે. ત્યારે
પોલીસ વિભાગ દ્વારા જિલ્લાભરમાં વધતી જતી પુરૂષ અને મહિલા કેદીઓની સંખ્યાને કારણે જિલ્લા
જેલના સંકુલમાંજ ૨૦ મહિલા અને ૨૨૭ પુરૂષ મળી કુલ ૨૪૩ પુરૂષ તથા મહિલા કેદીઓની કેપેસીટી
વાળી જેલનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે જે અંગે હાલમાં બાંધકામ ચાલુ દિશામાં છે.
જેમાં આગામી ફેબ્રુઆરીથી માર્ચ માસ દરમ્યાન સંકુલમાં નવા ઉભા કરાયેલ જેલની કામગીરી
પુરી થશે તેવુ જાણવા મળી રહ્યુ છે.