Get The App

શનિદેવ મંદિરમાંથી ચાંદીના છત્તર ચોરતો નિવૃત કર્મચારી કેમેરામાં કેદ

- હિંમતનગરના ખાડિયા વિસ્તારના મંદિરમાં ધોળા દિવસે ચોરી

- ચોરી કરતો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થતાં મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો

Updated: Nov 17th, 2021

GS TEAM


Google News
Google News
શનિદેવ મંદિરમાંથી ચાંદીના છત્તર ચોરતો નિવૃત કર્મચારી કેમેરામાં કેદ 1 - image

હિંમતનગર તા. 16

હિંમતનગર શહરેના ખાડિયા વિસ્તારમાં આવેલા શનિદેવના મંદિરમાંથી ગત રોજ સોમવારે ધોળાદહાડે એક શખ્સ મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને મંદિરમાં શનીદેવની મુર્તી ઉપર ચઢાવેલ ચાંદીનુ છત્ર ચોરીને પલાયન થઈ ગયો હતો ત્યારે આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને જાહેર માર્ગ ઉપરના સીસીટીવી કેમેરામાં પણ આ ઘટના કેદ થઈ ગઈ હતી.   

ખાડિયા વિસ્તારના શનિદેવના મંદિરમાંથી ચાંદીના છત્રની ચોરી થયા હોવાનો વિડીયો સોશીયલ મિડીયામાં વાયરસ થતા આ મુદે ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે.

જિલ્લાના તલોદના (મુળ રહે.) અને હિંમતનગરના પરબડાના ભોલેશ્વર વિસ્તારમાં રહેતા અને પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારી પ્રમોદભાઈ જીવાભાઈ મીર (ઉં.વ.૬૧) ને હિંમતનગરના ખાડિયા વિસ્તારના શનિદેવ મંદિરમાંથી ધોળેદહાડે ચાંદીના છત્રની થયેલી ચોરીના પ્રકરણમાં ભોલેશ્વર વિસ્તારમાં તેના ઘર નજીકથી પોલીસના ડી. સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીની કડક પુછપરછ હાથ ધરતા શનિદેવના મંદિરમાંથી ચાંદીના છત્ર ચોરી કર્યા હોવાનું કબુલ કર્યુ હતુ.

જો કે હજુ સુધી ચોરીમાં ગયેલ મુદમાલ રીકવર થયો ન હોવાથી પોલીસ આ દિશામાં આરોપીની યુકિત પુર્વક ઝીણવટભરી તપાસ હાથ ધરી  આ પ્રકરણમાં વધુ તપાસ અર્થે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. ખાડિયા વિસ્તારના શનિદેવ મંદિરમાંથી ચાંદીના છત્રની ધોળે દિવસે ચોરી કરનાર ઈસમ પોલીસ સંકજામાં આવી ગયો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

Tags :