Get The App

હિંમતનગર ખાતે સરકારી કર્મીઓનું કાળી ૫ટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન

- રાજય સરકાર દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો

- રાજય સરકાર દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો

Updated: Nov 17th, 2021

GS TEAM

Google News
Google News
હિંમતનગર ખાતે સરકારી કર્મીઓનું કાળી ૫ટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન 1 - image

હિંમતનગર તા. 16

હિંમતનગરમાં રાજય સરકારના કર્મચારીઓએ પડતર પ્રશ્નોનુ નિરાકરણ ન આવતા ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ પ્રદર્શીત કર્યો હતો. રાજય સરકાર દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિવેડો લાવવા હૈયા ધારણ અપાયા બાદ પણ કોઈ નિરાકરણ ન લવાતેા કર્મચારીઓમાં વ્યાપક રોષ સાથે અસંતોષની લાગણી પ્રર્વતી રહી છે.

ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિના પ્રમુખ આર.એચ. પટેલે જણાવ્યુ હતુ કે રાજય સરકારના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ  દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજય સરકાર સમક્ષ અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી.

જેમાં સરકાર દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિવેડો લાવવા હૈયા ધારણ પણ અપાઈ હતી તેમ છતાં રાજય સરકાર દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનુ કોઈ નિરાકરણ ન લવાતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ આજથી એટલે કે તા. ૧૬ નવેમ્બર થી તા. ૧૮ નવેમ્બર ૨૦૨૧ સુધી ત્રણ દિવસ માટે કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી વિરોધ પ્રદર્શીત કરશે. મંગળવારે હિંમતનગરમાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

Tags :