પ્રાંતિજના વદરાડ પ્રા. શાળા નં.2ના મુખ્ય શિક્ષિકા સસ્પેન્ડ
- મહિલા મુખ્ય શિક્ષિકાને પોશીના ખાતે હાજર થવાનો હુકમ
- 17 વિધાર્થીઓને એલસી આપી દેવા સહિતના શિક્ષણ વિભાગના નિયમોના ભંગ બદલ ડીપીઇઓએ શિક્ષિકાને ફરજ મોકુફ કર્યા
પ્રાંતિજ,તા.30 જૂન, 2020, મંગળવાર
પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામે આવેલી પ્રાથમિક
શાળા નંબર ૨ માં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતા શ્રીમતિ કપિલાબેન
નારાયણદાસ પટેલને શિક્ષણ વિભાગના આદેશોનું પાલન ન કરવા,શિક્ષણ વિભાગની જોગવાઈનો ભંગ કરવા,આર.ટી એકટ-૨૦૦૯ની કલમ-૧૬,૨૧નો ભંગ કરી બાળકોના
શિક્ષણ અધિકારમાં અવરોધ ઉભો કરવા બદલ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
નીતાબેન ગઢવીએ સોમવારના રોજ વદરાડ પ્રા.શાળાના મુખ્ય શિક્ષિકાને ફરજ મોકુફી ઉપર
ઉતરવા હુકમ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાની વદરાડ પ્રાથમિક શાળામાં ગત વર્ષે
ઉચ્ચ પ્રાથમિક શાળાના વર્ગોની મંજૂરી ઓગસ્ટ માસમાં આપવામાં આવી હતી તેથી ગત વર્ષે
ઉચ્ચતર પ્રથમિક શાળાનો ધોરણ ૮ નો વર્ગ શરૂ થઈ શકેલ ન હતો. પરંતુ આ વર્ષે ધોરણ ૮ નો
વર્ગ ચાલુ કરવાને બદલે વદરાડ પ્રાથમિક શાળા નંબર-૨ના મહિલા મુખ્ય શિક્ષીકા
(આચાર્ય)શ્રીમતિ કપિલાબેન નારાયણદાસ પટેલે ધોરણ ૭ ના વર્ગમાં પાસ થયેજા ૧૭ જેટલા
બાળકોને ઉચ્ચતર પ્રાથમિક ધોરણ ધોરણ ૮ માં પ્રવેશ આપવાને બદલે ૧૭ જેટલા બાળકોના
વાલીઓને બોલાવી તેમના એલ.સી આપી દઈ જિલ્લા કચેરીના આદેશ વાળા પરિપત્રનું પાલન ન
કરી શિક્ષણ વિભાગની જોગવાઈનો ભંગ કર્યો હતો.આર.ટી એકટ-૨૦૦૯ની કલમ-૧૬,૨૧નો ભંગ કરી બાળકોના શિક્ષણ અધિકારમાં અવરોધ ઉભો કર્યો છે. આ ઉપરાંત
વદરાડ પ્રા.શાળા-૨ તા.પ્રાંતિજની બેઠક તા.૨૫-૬-૨૦૨૦ દ્વારા ધો.૧ થી ૭ ના જ વર્ગો
ચાલુ રાખવા અને ધોરણ ૮ ના વર્ગો ચાલુ રાખવા તેવો ઠરાવ કરાયો છે જે એસ.એમ.સીની
સત્તા બહારનો છે આમ ઠરાવનો પ્રતિષેધ ન કરી એસ.એમ.સીને ગેરમાર્ગે દોર્યાનું ફલિત
થતું હોવાનું જાણી ઉપરનાં વિવિધ કારણોને લક્ષમાં રાખી સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક
શિક્ષણાધિકારી નીતાબેન ગઢવીએ ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો-૧૯૯૭ના
નિયમ-૫-મુજબ વદરાડ પ્રા. શાળા નંબર-૨ ના મહીલા મુખ્ય શિક્ષિકાને સોમવારથી ફરજ પરથી
મોકૂફ કરવાનો હૂકમ કરવામાં આવ્યો છે.
સાબરકાંઠા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી
શું કહે છે ?
વદરાડ પ્રા.શાળા-૨ ના
મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડ કરવાના મુદે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી
નીતાબેન ગઢવીએ જણાવયું કે પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામે આવેલા પ્રાથમિક શાળા નંબર
૨ માં મુખ્ય શિક્ષક (આચાર્ય) તરીકે ફરજ બજાવતા શ્રીમતિ કપિલાબેન નારાયણદાસ પટેલને
શિક્ષણ વિભાગના આદેશોનું પાલન ન કરવા,શિક્ષણ વિભાગની જોગવાઈનો ભંગ કરવા,આર.ટી એકટ-૨૦૦૯ની
કલમ-૧૬,૨૧નો ભંગ કરી બાળકોના શિક્ષણ અધિકારમાં અવરોધ ઉભો
કરવા બદલ સોમવારના રોજ વદરાડ પ્રા.શાળાના
મુખ્ય શિક્ષિકાને ફરજ મોકુફી ઉપર ઉતરવા હુકમ કરવામાં આવ્યો છે.
મુખ્ય શિક્ષિકાને પોશીના
તાલુકા પંચાયતમાં મૂકાયા
સસ્પેન્ડ કરાયેલાં વદરાડ પ્રા. શાળા નંબર-૨ નાં મહિલા આચાર્ય કપિલાબેન
નારાયણદાસ પટેલને વદરાડ પઢા.શાળા નં-૨માંથી સ્સ્પેન્ડ કરી હાલ તાલુકા પંચાયત પોશીના.જિલ્લો સાબરકાંઠા ખતે
મૂકવા માટે સાબરકાંઠા ડી.પી.ઓ નીતા ગઢવીએ હુકમ કર્યો છે.