Get The App

હિંમતનગરમાં પોણો અને પ્રાંતિજમાં અડધો ઈંચ વરસાદ

- વહેલી સવારે વાતાવરણમાં પલ્ટો આવ્યો

- ગાજવીજ સાથે ઇડર, ખેડબ્રહ્વા, વિજયનગર, પોશીનામાં છુટછવાયો વરસાદ પડયો

Updated: Jul 1st, 2020

GS TEAM

Google News
Google News
હિંમતનગરમાં પોણો અને પ્રાંતિજમાં અડધો ઈંચ વરસાદ 1 - image

અમદાવાદ, તા.30 જૂન, 2020, મંગળવાર

જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને બાફના પ્રકોપ વચ્ચે મંગળવારે સવારે અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે અડધાથી પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને થોડોક સમય વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જોકે બપોર બાદ ફરીથી તડકો નીકળતા બાફ અને ઉકળાટ અસહ્ય બની ગયો હતો.

 સાબરકાંઠા જિલ્લાની પ્રજા દર વર્ષે તા.૨૦ જુનની આસપાસ વાવણી લાયક વરસાદની આશા રાખે છે. જેથી આ વર્ષે પણ ખેડૂતોએ ગત વર્ષની જેમ સમયસર વરસાદ પડશે તેવી ધારણા રાખી હતી દરમિયાન થોડા દિવસ અગાઉ જિલ્લાના મોટાભાગના સ્થળે વાવણી લાયક વરસાદ થવાને કારણે ખેડૂતોએ હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના ગ્રામ્ય પંથકમાં ખેડૂતોએ કપાસ મગફળી સહિત કઠોળ પાકોનું વાવેતર કરી દીધુ હતું. પરંતુ અઠવાડીયા બાદ વરસાદ ન થતા કેટલોક પાક પાણી વિના કરમાઈ રહ્યો હતો. દરમિયાન મંગળવારે અચાનકજ સવારના પહોરમા જ પૂર્વ દિશામાંથી ચઢી આવેલા કાળડીબાંગ વાદળો વરસાદ લઈને આવ્યા હતા જેથી શરૂઆતમાં ઠંડો પવન શરૂ થતાની સાથે જ જિલ્લામાં અનેક ઠેકાણે વરસાદ ગાજવીજ સાથે શરૂ થઈ ગયો હતો.

ડીઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી જણાવાયા મુજબ મંગળવારે ઈડરમાં ૦૪, તલોદમાં ૦૯, પ્રાંતિજમાં ૧૧, વડાલીમાં ૦૬ અને હિંમતનગર તાલુકામાં અંદાજે પોણો મી.મી. (૨૦) થી વરસાદ પડયો હતો. જેને લઈને રોડ પર પાણી વહેતા થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકમાં ભારે પવનને કારણે એક ઝાડના ડાળખા જમીનદોસ્ત થઈ ગયા હતા તથા કેટલાક સ્થળે વરસાદ શરૂ થતાની સાથે જ વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો જે બે કલાક બાદ પુર્વવત થયો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જણાવાયુ છે.

Tags :