મંજુરી વગર વરઘોડામાં લોકો ઉમટતા પોલીસ ત્રાટકી : 17 સામે ફરિયાદ
- પ્રાંતિજ તાલુકાના ખારી અમરાપુર ગામે
- વરરાજા,વરઘોડા આયોજક, ડી.જે, માલિક, વીડીયોગ્રાફર, ઘોડાવાળો, અને મંડપ બાંધનાર સહિત 17 શખ્સો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજ,તા.22
કોરોનાના કહેર વચ્ચે પ્રાંતિજના ખારી અમરાપુર ગામે પરવાનગી વગર
લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પોલીસે ત્રાટકી હતી જેના પગલે
નાસભાગ મચી ગઇ હતી. પોલીસે વરઘોડાના આયોજક,
વરરાજા, ડી.જેના માલિક, ઘોડોવાળા મંડપ બાધનાર
સહિત ૧૭ વ્યકિત સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરકાર દ્વારા લગ્ન અને ધાર્મિક પ્રસંગોએ ૫૦ કરતાં વધુ માણસોના
એકત્ર થવા તેમજ ડી.જે પર પ્રતિબંધ મુકયો હોવા
છતાં કેટલાંક ઠેકાણે સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોય છે. આવું જ પ્રાંતિજ
તાલુકાના ખારી અમરાપુર ગામે સુનિલસિંહ વિજયસિંહ ઝાલાના લગ્ન નિમિત્તે બુધવારના રોજ
રાત્રે વરઘોડાનું આયોજન કર્યુ હતું પરંતુ આ વરઘોડાના અયોજન કરતાં પહેલાં આયોજકોએ મામલતદાર તેમજ પોલીસની કોઈપણ પ્રકારની પૂર્વમંજુરી
વિના વરઘોડો કાઢયો હતો અને આ વરઘોડામાં નિયમ કરતાં વધુ લોકો એકઠા થયા હતા. વરઘોડામાં ઉપસ્થિત લોકોની જિંદગીને ચેપી રોગ થવાનું
જાણતો હોવા છતાં લગ્નની પૂર્વમંજૂરી વિના લગ્ન પ્રસંગ યોજી ડી.જે મ્યુઝીક સીસ્ટમ ઉપર
સાશિયલ ડિસ્ટન્સ રાખ્યા સિવાય વરઘોડો કાઢવા અંગેની જાણ પ્રાંતિજ પોલીસને થતાં રાત્રે
પ્રાંતિજ પોલીસની ટીમે ખારી અમરાપુર ગામે વરઘોડા પર રેડ કરી હતી. વરઘોડા આયોજક વરરાજા
ડી.જે માલિક વીડીયોગ્રાફર, ઘોડાવાળો, અને મંડપ બાંધનાર
સહિત ૧૭ વ્યકિત વિરૂદ્ધ પ્રાંતિજ પોલીસે ગુનો
નોંધી તપાસ હાથ ધરી છે.
આ ૧૭ ઈસમોમાંથી ત્રણ શખ્સો ભાગી છૂટયા હતા.
ખારી અમરાપુર ગામે નીકળેલ વરઘોડામાં પોલીસે કરેલી રેડે એ ચીમકી
આપી છે કે કોઈ પણ માણસ લગ્નમાં પૂર્વ મંજૂરી વિના કે સરકારના બનાવેલા નિયમોનો ભંગ કરશે
તો તેની ખેર નથી આથી આગામી સર્માં જેના ઘરે લગ્ન હોય તેને નીયમોનું પાલન કરવું પડશે.